ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Saturday, 12 October 2019

જીરૂ- વાવણીથી કાપણી સુધીની તમામ માહિતી

જમીન અને આબોહવા

જીરૂ જુદા જુદા પ્રકારની જમીનમાં થઈ શકે છે. સારા નિતારવાળી રેતાળ, ગોરાડું કે મધ્યમ કાળી જમીન આ પાક ને અનુકૂળ છે. લાંબા ક્યારામાં ભેજ લાંબો સમય સુધી રહે છે, આ સમયે જો ઝાકળ કે વાદળછાયું વાતાવરણ રહે તો કાળિયો રોગ ચોક્કસ આવે છે.

જમીનની તૈયારી

પાણીનો ભરાવો કાળીયાં માટે અનુકૂળ છે.નિવારવા જમીન સમતલ કરવી.અગાઉ ચોમાસુ પાકમાં છાણિયું ખાતર આપેલ હોય તો શિયાળુ જીરામાં આપવાની જરૂર નથી.

વાવણી

વાવણી 30સેમીના અંતરે કે પુખીને કરવી.
સારા અંકુરણ માટે વાવણી પહેલા બીજને 8 કલાક પાણીમાં પલાળી છાયડે કોરા કરવા. 7 નવેમ્બર સુધી 4.5 - 6 કિલો / એકર બીજ પ્રમાણે પુંખીને વાવણી કરવી.
સારા અંકુરણ માટે વાવણી સમયે આદર્શ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ આસપાસ હોવું જોઈએ.પૂંખીને વાવણી કરવાને બદલે ચાસમાં વાવણી કરવી.

બીજમાવજત

કાળિયા રોગના આગોતરા નિયંત્રણ માટે બીજને કાર્બેન્ડેઝીમ અથવા થાયરમ નો @2.5 ગ્રામ/કિલો પ્રમાણે પટ આપવો.

જાતો
સુધારેલી જાતો: ગુજ. જીરુ: 1, ગુજ જીરુ: 2,ગુજરાત જીરુ: 3. ગુજરાત જીરુ: 4 જાત વધુ ઉત્પાદન અન સુકારા રૉગ સામે પ્રતિકારક છે.
સારા ઉત્પાદન માટે ગુજરાત જીરું 4 પસંદ કરવી. તે સુકારા પ્રતિરોધક છે. બીજદર: 5 - 6 કિલો / એકર. વાવણી 1 નવેમ્બર પછી કરવી.

રાસાયણિક ખાતર

સારા વિકાસ માટે વાવણી સમયે 6 કિલો નાઇટ્રોજન (13 કિલો યુરિયા) અને 6 કિલો ફૉસ્ફરસ (37 કિલો SSP)/એકર આપો.
સારા વિકાસ અને ઉત્પાદન માટે વાવણી ના 30 દિવસ પછી 6 કિલો નાઇટ્રોજન(13કિલો યુરિયા અથવા 29કિલો અમોનિયમ સલ્ફેટ)/એકર આપો.

નીંદણ નિયંત્રણ

નીંદામણ થી 100 % નુકશાન થઈ શકે. વાવણીના 25 - 30 અને 40 દિવસે હાથથી નીંદામણ કરવું. હારમાં વાવેતર કર્યું હોય તો વાવણીના 25 અને 35 દિવસે કરબથી આંતરખેડ કરવી.
ઊભા પાકમાં રાસાયણિક નીંદણ નિયંત્રણ માટે વાવણી ના 14 થી 18દિવસે ઓક્સિડિયાર્જિલ 6EC (રાફ્ટ) @ 400gm / એકર / 200 Ltr પાણી મુજબ છાંટો.

પિયત

સારા અંકુરણ માટે વાવણી પછી તરતજ પિયત આપવું.બીજું પિયત વાવણી બાદ 8 થી 10 દિવસે જમીન ની સ્થિતિ પ્રમાણે આપવું.
પ્રથમ પિયત વાવણી વખતે, બીજુ પિયત જમીનના પ્રત પ્રમાણે 10 દિવસે, ત્રીજુ પિયત 30 દિવસે અને ચોથું પિયત 45 દિવસે આપવુ.
ઉત્તર ગુજરાતમાં સારા વિકાસ માટે વાવણીના 8-10, 30, 45-50 અને 60-70 દિવસે અવશ્ય પિયત આપવું.
જીરું-4 માં સારા વિકાસ માટે વાવણી બાદ 8 થી 10 દિવસે 40 mm ઊંડાઇયે, 30 અને 40-45 દિવસે 50mm ઊંડાઇયે પિયત આપવું.
સારા વિકાસ માટે સૌરાસ્ટ્રની છીછરી કે બનાસકાંઠાની રેતાળ જમીનમાં પાચમું પિયત 70 દિવસે આપવું.વાદળછાયા કે ઝાકળવાળા વાતાવરણમાં પિયત ના આપવું

જીવાત નિયંત્રણ

મોલોમશી

મોલોમશી પાન માથી રસ ચૂસે છે. મોલોમશી ઓછી હોય તો કેતકીનો રસ @350ml/15Ltr પાણી મુજબ છાંટો. વધુ હોય તો ઈમીડાક્લોપ્રિડ(કાન્ફીડોર,ટાટામીડા)@3ml/10Ltr પાણી કે થાયોમેથોક્ઝામ (એક્તારા/અનંત)@4gm/10Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડે1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી મુજબ છાંટો.

લીલા તડતડિયા

લીલા તડતડીયા પાન માથી રસ ચૂસે છે. લીલા તડતડીયા ઓછા હોય તો કેતકીનો રસ @350ml/15Ltr પાણી મુજબ છાંટો. વધુ હોય તો ઈમીડાક્લોપ્રિડ (કાન્ફીડોર,ટાટામીડા) @3ml/10Ltr પાણી કે થાયોમેથોક્ઝામ (એક્તારા/અનંત)@4gm/10Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડે1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી મુજબ છાંટો.

થ્રીપ્સ

થ્રીપ્સથી વિષાણુજન્ય અગ્રકલિકા નો સુકારો રોગ ફેલાય છે. જો ઉપદ્રવ વધુ હોય તો, ફિપ્રોનિલ5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @30ml/15Ltr પાણી અથવા ઇમિડાક્લોપ્રીડ 350 SC (કોન્ફિડોર સુપર) 30 મિલી/એકર, 200 લિટર પાણી અથવા લેમડાસાઈલોહેથ્રીન5EC (કરાટે,રીવા) @15-20ml/15Ltr પાણી મુજબ છાંટો.

સફેદમાખી

સફેદમાખી પાનમાથી રસ ચૂસે છે. જો તે વધુ હોય તો નિયંત્રણ માટે 20gm ડાયફેન્થિયુરોન (પેગાસસ, પજેરો)/15Ltr પાણી અથવા સ્પાઇરોમેસિફેન240SC (ઓબેરોન) @18ml/15Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડ1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી પ્રમાણે છાંટો.

પાન કથીરી

પાન કથીરી પાનમાથી રસ ચૂસે છે. નિયંત્રણ માટે ફેનાઝાક્વીન10EC (મેજેસ્ટિક, મેજીસ્ટાર)@25ml/15Ltr પાણી અથવા 20gm ડાયફેન્થિયુરોન (પેગાસસ, પજેરો)/15Ltr પાણી અથવા સ્પાઇરોમેસિફેન240SC (ઓબેરોન) @18ml/15Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડ1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી પ્રમાણે છાંટો.

લીલી ઇયળ

આ ઇયળ દાણા ખાઈને નુકસાન કરે છે. નિયંત્રણ માટે ઉનાળામાં ઊંડી ખેડ કરવી. ટ્રાઇકોગામાં ભમરી 60000/એકર મુજબ ખેતરમાં 5 વાર છોડવી. 1 એકર માં 8 થી 10 પક્ષીઓ ને બેસવા માટેના ટેકા ઊભા કરવા. 1 એકર માં 3 ફેરોમેન ટ્રેપ લગાવવા. નિયંત્રણ માટે, ઇંડોક્ષાકાર્બ14.5SC (સરવાદા/અવાંટ) @5ml + સ્ટિકર (સંદોવિત/અપ્સા80) @6ml/10Ltr પાણી અથવા સ્પીનોસેડ 45 SC (સ્પીન્ટોર, ટ્રેસર) @7.5ml / 15Ltr પાણી અથવા ફિપ્રોનિલ 5 SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @ 30 ml / 15 Ltr પાણી અથવા લેમ્ડાસાઈલોહેથ્રિન 5EC (કરાટે, સિલ્વા પ્લસ, રીવા 5) @7.5 ml / 15Ltr પાણી અથવા થાયોડીકાર્બ 75WP (લાર્વીન, ચેક) @40 ગ્રામ / 15 લિટર પાણી મુજબ છાંટો.

દાણાની મીંજ

આ ઇયળ પણ દાણા ખાઈ ને નુકસાન કરે છે. તે સંગ્રહ અવસ્થામાં પણ જોવા મળે છે. નિયંત્રણ માટે દાણા ભરાવાની અવસ્થાએ ઇંડોક્ષાકાર્બ14.5SC (સરવાદા/અવાંટ) @5ml + સ્ટિકર (સંદોવિત/અપ્સા80) @6ml/10Ltr પાણી અથવા સ્પીનોસેડ 45 SC (સ્પીન્ટોર, ટ્રેસર) @7.5ml / 15Ltr પાણી અથવા ફિપ્રોનિલ 5 SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @ 30 ml / 15 Ltr પાણી અથવા લેમ્ડાસાઈલોહેથ્રિન 5EC (કરાટે, સિલ્વા પ્લસ, રીવા 5) @7.5 ml / 15Ltr પાણી અથવા થાયોડીકાર્બ 75WP (લાર્વીન, ચેક) @40 ગ્રામ / 15 લિટર પાણી મુજબ છાંટો.

ઊધઈ

ઊધઈ નો ઉપદ્રવ રેતાળ જમીન માં વધુ જોવા મળે છે. તે મૂળ અને જમીન નજીક થડને ખાય છે જેથી છોડ પીળા પડી સુકાય છે. ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ20EC (ટ્રેકડેન, ફોર્સ, ટાફાબાન) 2 લિટર અથવા 500 મિલી ફીપ્રોનીલ 5%SC (રેજંટ, સલ્વો) પિયતના પાણી સાથે 1 એકરમાં આપવી અથવા 150gm ફિપ્રોનિલ + ઇમિડાક્લોપરીડ80WG (લેસેટા)/એકર/250Ltrપાણી મુજબ મૂળવિસ્તારમાં આપવી.

રોગ નિયંત્રણ

કાળિયો

પાક 30 થી 35 દિવસનો થાય ત્યારે આ રોગ શરૂ થાય છે. શરૂઆતમાં પાન અને ડાળી ઉપર નાના કથ્થઈ રંગના ટપકા જોવા મળે છે. સમય જતાં આખો છોડ રતાશ પડતાં કથ્થાઇ રંગનો થાય છે અને છોડ સુકાઈ જાય છે. ઉત્પાદનમાં કાળી ચરમી રોગથી લગભગ 50 % જેટલું નુકસાન થઈ શકે છે. ઓછે અસરવાળા છોડમાં દાણા હલકા અને ઉતરતી ગુણવત્તાવાળા હોય છે. રોગની તીવ્રતા વધતાં 100 % સુધી પાક નિષ્ફળ જઈ શકે છે. નિયંત્રણ માટે નીચે મુજબ ના પગલાં લેવા.
• વાવણી પહેલા બીજને મેંકોઝેબ અથવા થાયરમ પૈકી કોઈ એક ફૂગનાશક દવાનો એક કિલો બીજ દીઠ 3 ગ્રામ પ્રમાણે પટ આપવો.
• એક જ ખેતરમાં સતત વાવણી ન કરતાં પાક તેમજ ખેતરની ફેરબદલી કરવી.
• ભેજવાળું વાતાવરણ રોગ માટે ખૂબ જ સાનુકૂળ હોવાથી રાઈ, ઘઉં અને રજકા જેવા પાણીની વધુ જરૂરિયાતવાળા પાકોની બાજુમાં જીરા નું વાવેતર કરવાનું ટાળવું.
• વાવણી 30 સેમી અંતર રાખી કરવી.
• પિયત બાદ આંતરખેડ કરવી.
• પિયત માટે ક્યારા નાના તેમજ સમતલ બનાવવા.
• વાદળછાયા તેમજ ધુમ્મસવાળા વાતાવરણમાં પિયત આપવાનું ટાળવું.
• નાઇટ્રોજન ખાતરનો ભલામણ મુજબ જ ઉપયોગ કરવો.
• પાક 35 થી 40 દિવસનો થાય ત્યારે મેંકોઝેબ 35 ગ્રામ દવા 10 લિટર પાણીમાં ભેળવી 10 દિવસના અંતરે 3 થી 4 વાર છાંટવી.
• અસરકારક નિયંત્રણ માટે બાઇટરલેટોન25WP (બાયકોર) @30ગ્રામ/15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) @30ml/15Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ250EC (ફોલિકુર, ટોર્ક)@15ml/15Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ12%+મેંકોઝેબ63WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ) @30gm/15Ltr પાણી મુજબ છાંટો.

સુકારો

આ રોગ જમીનજન્ય ફૂગથી થાય છે અને પાકની કોઈ પણ અવસ્થાએ જોવા મળે છે. આ રોગમાં છોડના પાન અને ડાળિયો એકાએક નમી પડે છે. શરૂઆતમાં આ રોગ કુંડાળાં સ્વરૂપે ફેલાય છે. રોગીષ્ટ છોડમાં દાણા બેસતા નથી.
સુકારા નિયંત્રણ માટે નીચે જણાવેલ પગલા લેવા.
• વાવણી પહેલા બીજને મેંકોઝેબ અથવા થાયરમ પૈકી કોઈ એક ફૂગનાશક દવાનો એક કિલો બીજ દીઠ 3 ગ્રામ પ્રમાણે પટ આપવો.
• એક જ ખેતરમાં સતત વાવણી ન કરતાં પાક તેમજ ખેતરની ફેરબદલી કરવી.
• ઉનાળામાં ઊંડી ખેડ કરવી.
• રોગ પ્રતિકારક જાત ગુજરાત ગુજરાત જીરૂ 4 ની વાવણી કરવી.
• નાઇટ્રોજન ખાતરનો ભલામણ મુજબ જ ઉપયોગ કરવો. વાવણી વખતે છાણિયું ખાતર 4 ટન / એકર મુજબ આપવું.
• તેને આવતો રોકવા ટ્રાયકોડર્મા જૈવિક ફૂગ 1.25kg/એકર પ્રમાણે 250 લિટર પાણીમાં ઓગાળી મૂળ આસપાસ રેડો. રોગ દેખાય તો 150gm કાર્બેન્ડેઝીમ/એકર મુજબ પિયત સાથે આપો.

ભૂકીછારો

આ રોગમાં પાન પર સફેદ છારી જોવા મળે છે. આગોતરા નિયંત્રણ માટે પાન ઉપર ઝાકળ હોય ત્યારે ગંધકની ભૂકી @10kg/એકર મુજબ છાંટો. અસરકારક નિયંત્રણ માટે બાઇટરલેટોન25WP (બાયકોર) @30ગ્રામ/15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) @30ml/15Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ250EC (ફોલિકુર, ટોર્ક)@15ml/15Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ12%+મેંકોઝેબ63WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ) @30gm/15Ltr પાણી મુજબ છાંટો.

કાપણી

પાક 110-115 દિવસમા પાકી જાય છે.છોડ પીળાશ પડતાં ભૂખરા રંગના થાય તે કાપણી માટે શ્રેષ્ઠ અવસ્થા છે.કાપણી સવારમાં છોડ ઉપાડીને કરવી.
દાણામાં રહી જતાં દવાના અવશેષો નિવારવા કાપણીના 15 દિવસ પહેલા કોઈપણ દવા ન છાંટવી.દાણા ખરતા અટકાવવા કાપણી સવારે ઝાકળ ઉડી જાય તે પહેલા કરવી.
સારી ગુણવત્તા અને ભાવ મેળવવા કાપણી બાદ છોડને 2-3 દિવસ ખળામાં સૂકવી દાણા છૂટા પાડવા.દાણાને અલગ અલગ કદની ચાળણીમાં ચાળી ગ્રેડિંગ કરવું.
જીરાનો સંગ્રહ કરેલ ઓરડામાં ઉગ્ર ગંધ વાળો ખોરાક, સાબુ તથા પેઈન્ટ વગેરે ના રાખવું આનાથી જીરાની સુગંધ ખરાબ થાય છે.

No comments:

Post a Comment