પાક નું આયોજન
1. સારી ગુણવત્તા વાળું બિયારણ તેમજ ખાતર ખાતરીબંધ દુકાન કે સંસ્થા માંથી બિલ લઈ ને જ લેવુ.
2. બિયારણ નીંદણ ના બીજ અને અન્ય પાક ના બીજ થી મુક્ત છે તેની ખાતરી કરવી.
3. પાક ફેરબદલી
મકાઇ -રાયડો - ઘઉં -મકાઇ નો ચારો
મકાઇ-ઘઉં
મકાઇ-બટેટા
મકાઇ- સેંજી - શેરડી - કપાસ
મકાઇ- બટેટા - સૂરજમુખી
મકાઇ-બટેટા,મેથી
વાવણી
જમીન ની તૈયારી
જમીન ઊથલપાથલ કરવા હળ થી ખેડ કરવી! ત્યારબાદ દેશી હળ થી ૨-3 ખેડ કરવી. માટી ના ઢેફા ભાંગવાં તેમજ જમીન સમતલ કરવા સમાર મારવી. સિંચાઇ દરમ્યાન 60 સેમી અંતર પર પાળા બનાવવા જેથી પાણી ના નિકાસ માં સરળતા રહે.
બિયારણ ની જાત
વધારે વહેલી પાકતી જાત (70 થી 80 દિવસ) – ગુજરાત મકાઇ – 6
વધારે વહેલી પાકતી જાતો (80 - 90 દિવસ): ગુજરાત મકાઇ - 1, ગુજરાત મકાઇ - 2, ગુજરાત મકાઇ - 4, પૂસા અર્લી હાઇબ્રિડ - 1, પૂસા અર્લી હાઇબ્રિડ - 2
મોડી પાકતી જાતો – ગંગા સફેદ - 2, ગંગા - 11, ડેક્કન - 103, ગુજરાત મકાઇ - 3
બીજ માવજત
પાક ને શરૂઆત ના તબક્કા માં બચાવવા માટે બિયારણ ને રોગમુક્ત કરવા ખૂબ જરૂરી હોય છે. બિયારણ ને પ્રથમ ફૂંગનાશક થી પટ આપવો ત્યારબાદ કીટકનાશકથી અને પછી જૈવિક દવા થી પટ આપવો. દરેક પટ બાદ બિયારણ ને સૂકવવું.
ફૂગનાશકથી પટ આપવા વાવણી પહેલા બીજ ને થાયરમ, કેપ્ટાન કે કાર્બેંડાઝીમ (બાવિસ્ટિન) @3gm / kg બીજ મુજબ પટ આપવો. એને પાણી માં ભેળવીને લૂગદી બનાવીને બિયારણને માવજત આપવી. ત્યારબાદ બિયારણ તેમજ નવા છોડ ને ચૂસિયા તેમજ જમીનમાં રહેતા કિટકો થી બચાવવા માટે કીટકનાશક વડે પટ આપવો. આ માટે થાયોમેથોક્ઝામ (ક્રુસર) અથવા ઇમિડાક્લોપ્રિડ (ગૌચો) @1-2 ગ્રામ/કિલો બીજ પ્રમાણે વાપરવું.
બિયારણ ની વાવણી પહેલા 3ગ્રામ / કિલો વર્ગો ના મુજબ ઉપચાર કરવો. વર્ગો માં પ્રોટીન, એમીનો એસિડ અને જૈવિક પદાર્થો હોય છે.
જૈવિક રસીકરણ માટે કીટકનાશક અને ફુગનાશક થી બિયારણ ને પટ આપ્યા બાદ એઝેટોબેકટર 5 ગ્રામ / કિલો વડે પટ આપી વાવણી કરવી.
વાવણી નો સમય તેમજ રીત
મુખ્ય પાક માટે વાવણી મે ના અંત થી જૂન અંત સુધી કરવી.
શિયાળુ મકાઇની વાવણી ઓક્ટોબર અંત થી નવેમ્બર સુધી કરવી.
વસંત ઋતુમાં મકાઇની વાવણી માટે યોગ્ય સમય જાન્યુઆરી ના ત્રીજા અઠવાડીયા થી મધ્ય ફેબ્રુઆરી સુધી છે. વાવણીમાં મોડુ કરવાથી વધુ તાપમાન અને ઓછું ભેજ ના કારણે બીજ ઓછા તૈયાર થાય છે.
બીજ દર : 7 - 10 kg/એકર (સંકર જાતો માટે દર વર્ષે નવા બિયારણની ખરીદી કરી ઉપયોગ કરવો)
વાવણી અંતર: બીજની હાથે થી કે સીડ ડ્રિલ થી વાવણી કરી શકાય છે. બીજ ને 75cm ના અંતરે હાર અથવા પાળા પર વાવણી કરવી. બીજ થી બીજ નું અંતર 22 cm રાખવું. બીજ ની ઊંડાઈ 3 - 5 cm રાખવી. પ્રતિ એકર 21000 છોડ લાગશે.
વધારે ઉત્પાદન માટે છોડ ને 75 cm હાર ના અંતરે છોડ થી છોડ વચ્ચે 20 cm નું અંતર રાખી વાવણી કરવી. આ રીતે 26000 છોડ પ્રતિ એકર લાગશે.
પાળા પર વાવણી કરવી હોય તો બીજ પૂર્વ પશ્ચિમ દિશા માં બનેલ શેઢાપાળા ની દક્ષિણ ઢાળ પર બીજ વાવવું.
પુંખીને વાવેતર ના કરતાં વાવણી હારમાં કરવી.
નીંદણ નિયંત્રણ
વાવણી ના ૩૦ થી ૪૦ દિવસ સુધી પાક ને નીંદણમુક્ત રાખવો જરૂરી છે. જેના માટે ૧-૨ વાર હાથનિંદામણ અને આંતરખેડ જરૂરી હોય છે. પહલું પહેલી હાથનિંદામણ અને આંતરખેડ વાવણી ના ૨૫-૩૦ દિવસે અને બીજું વાવણી ના ૪૦-૪૫ દિવસે કરવું.
રસાયણિક પ્રક્રિયાથી નીંદામણ પર નિયંત્રણ
અ) વાવણી પછી ના ૨ દિવસ માં એટ્રજિન 50WP (એટ્રાટાફ/રસાયણજિન )અથવા પેંડિમેથાલીન ૩૦ ઇસી (સ્ટોમ્પ / દોસ્ત) કે પછી એલકલોર 50ઇસી (લાસો) ૧કિલો/એકર અથવા ફ્લૂક્લોરલીન (બાસાલિન) ૪૫ ઇસી ૯૦૦ ગ્રામ/એકર ૨૦૦ લિટર પાણી માં ભેળવીને છાંટવી.
બ) છંટકાવ માટે ફ્લેટફેન કે ફ્લડ જેટ નોજલ વાપરવી.
ક) સારા પરિણામ માટે એક જ રસાયણિક દવાઓ નો ઉપયોગ ના કરવો.
ડ) જો વાવણી સૂકી જમીન જમીન માં કરી હોય તો નીંદણનાશકનો છંટકાવ વાવણી પછી ના પહેલા વરસાદ પછી ના ૪૮ કલાક ની અંદર કરવો.
અન્ય કૃષિ કાર્યો
બિનપિયત વિસ્તારમાં હાર વચ્ચે કાળી પોલીથીન અથવા ડાંગર/ઘઉં નું પરાળ અથવા સૂકા ઘાસ નું મલ્ચિંગ કરવું. એના થી નીંદણ નો ઉપદ્રવ અટકે છે અને જમીન ભેજવાળી રહે છે.
જ્યાં વાવણી પાળા પર સીધી જમીનમાં કરી હોય ત્યાં પાકના ઘુટણ સુધી માટી ચડાવવી. જેનાથી છોડને ટેકો મળે છે અને પાક નમતો નથી.
મકાઇનો પાક ખેતરમાં પાણીનો ભરાવો બિલકુલ સહન કરી શકતો નથી માટે ખેતરમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવી ખુબજ જરૂરી છે.
ખાતર તેમજ ઉર્વરક
જૈવિક ખાતર અને ઊર્વરક
દરેક વર્ષે જમીન નું પરીક્ષણ કરાવવું જોઈએ. જેથી માટીમાં રહેલાં પોષકતત્વો ની ખબર પડે છે. ખાતર નો સાચો ઉપયોગ કરી શકાય.
વાવણી ના ૧૦ -૧૫ દિવસ પહેલા ૬-૮ ટન છાણિયું ખાતર/એકર કૅ ૩-૪ ટન/એકર અળસિયા નું ખાતર નાખવું.
જમીંનજન્ય રોગો ને અટકાવવા માટે ટ્રાઇકોડરમા અને સુડોમોનાસ (પ્રત્યેક ૧-૨ કિલો/એકર) ૫૦ કીલો છાણિયા ખાતર માં ભેળવી ને જમીન માં ભેળવવું.
આંતરિક અને બાહ્ય માઈકોરાઈજા (રેલીગોલ્ડ/ ગ્રોમોર) 4kg/ એકર મુજબ જમીન તૈયાર કરતી વખતે આપવું જેથી ફૉસ્ફરસ ખાતર નો ઉપાડ વધે છે, મૂળ નો વિકાસ સારો થાય છે અને ઉત્પાદન વધે છે.
રાસાયણિક ખાતર
વાવણી પહેલા
વાવણી પહેલા પ્રતિ એકર 75 kg DAP, 50 kg મ્યુરેટ ઓફ પોટાશ અને 19 kg ઝિંક સલ્ફેટ અથવા 500 gm લીર્બલ ઝિંક (Zn EDTA) અને 12-15 kg બેંટોનાઈટ સલ્ફર આપવું.
વાવણી પછી
વાવણી પછી ત્રણ વખત ખાતર આપવું.
પહેલી વખત - વાવણી ના 20 દિવસ પછી 50 kg યુરિયા, બીજું 35-40 દિવસો માં 50 kg યુરિયા આપવું.
ત્રીજી વખત 50 kg યુરિયા + 25 kg M O P/એકર મકાઇ ઉંબી નીકળતી વેળાએ આપવું.
નોધ : જે વિસ્તાર માં ઝિંક (જસ્તે) ની ઉણપ હોય તે ખેતર તૈયાર કરતી વખતે 8 - 10 kg / એકર ઝિંક સલ્ફેટ આપવું. અને ફોસ્ફોરસ ખાતર નો ઉપયોગ વગર છાણિયું ખાતર આપવા થી જમીન માં ઝિંક ની ઉણપ થાય છે.
પોષક તત્વો ની કમી ના લક્ષણો તેમજ નિયંત્રણ
નાઇટ્રોજન ની ઉણપ ના કારણે છોડ નાના રહી જાય છે. જુના પાંદડાઓ ની વચ્ચે થી વી આકાર માં પીળા પડી ને પછી આખા પાન માં ફેલાય છે અને વધુ ઉણપ ને કારણે આખો છોડ પીળો પડી જાય છે. નિયંત્રણ માટે ખાતર નો ભલામણ મુજબ જ ઉપયોગ કરવો.
ફૉસ્ફરસ ની ઉણપ ને કારણે નીચેના પાંદડાઓ ની કિનારી જાંબલી કલર ની થઈ જાય છે. છોડ નાના રહી જાય છે. નિયંત્રણ માટે ખાતર નો ભલામણ મુજબ જ ઉપયોગ કરવો. ફૉસ્ફરસ ની ઉણપ દેખાય ત્યારે એન પી કે ૧૨:૬૧:૦ ના ૧૦૦ ગ્રામ પ્રતિ ૧૫ લિટર પાણી માં ભેળવી ૪-૫ દીવસ ના અંતરે ૨-૩ વાર છાંટવું
પોટેશિયમ ની ઉણપ ને કારણે પાંન ની કિનાર પીળી અને બળી ગયેલ દેખાય છે. ઉણપ પહેલા જૂના પાન માં અને ત્યારપછી ઊપર તરફ વધે છે. નિયંત્રણ માટે ખાતર નો ભલામણ મુજબ જ ઉપયોગ કરવો. નિયંત્રણ માટે એન પી કે ૧૩: ૦: ૪૫ ના ૧૦૦ ગ્રામ પ્રતિ ૧૫ લિટર પાણી માં ભેળવી ૪-૫ દીવસ ના અંતરે ૨-૩ વાર છાંટવું
સલ્ફર ની ઉણપ ને કારણે નવા પાન પર લીલી કે પીળી કિનારી દેખાય છે. વૃદ્ધિ અટકે છે. નિયંત્રણ માટે ડી એ પી ની જગ્યા એ સુપર ફોસફેટ નો ઉપયોગ કરવો. જમીન તૈયાર કરતી વખતે ૨૦૦-૨૫૦ પ્રતિ એકર જીપ્સમ નાખવું. ઉણપ દેખાય ત્યારે સલ્ફર ૪૦-૪૫ ગ્રામ/૧૫ લિટર પાણી માં ભેળવી ને ૧-૨ છંટકાવ કરવો.
ઝીંક ની ઉણપ ૨-૩ અઠવાડિયાના પાકમાં આવે છે. નવા પાન પર હલ્કી પીળી અથવા સફેદ મોટી કિનારી થઈ જાય છે, પણ છોડ લીલો જ રહે છે. વધારે ઉણપ હોય તો નવા પાન સફેદ જ નીકળે છે. નિયંત્રણ માટે ખેતર તૈયાર કરતી વખતે ઝીંક સલ્ફેટ ૧૦કિલો પ્રતિ એકર ના હિસાબે નાખવું. અઠવાડીયા ના અંતરે ૧ કીલો ઝિંક સલ્ફેટ + ૫૦૦ ગ્રામ ચૂના / ૨૦૦લિટર પાણી પ્રતિ એકર ના હિસાબે ૧-૨ છંટકાવ કરવો.
વૃદ્ધિકારક
વાવણી ના ત્રીજા અઠવાડિયે ટ્રાઇકોંટાનોલ 0.1% (1 m l/Ltr પાણી) નો છંટકાવ કરવો.
વાવણીના 25 અને 45 દિવસે બ્રાસીનોલાઈડ 8ml (ડબલ) + 0.5 ml ટીપોલ/15Ltr પાણી છાંટો.
સિંચાઇ
સિંચાઇ ની સમય સારણી
વસંત ના પાક ને વધારે પિયત ની જરૂરિયાત રહે છે. સમયસર પિયત ન આપવા થી ઉત્પાદન ઘટે છે. પહેલું પિયત વાવણી ના 15-20 દિવસ પછી આપવું. એના પછી પાક ઘુંટણ સુધી આવે, નર ફૂલ નીકળે ત્યારે, મકાઇ બનતી વખતે અને દાણા બંને ત્યારે પિયત જરૂર આપવું. પાક ને 5-6 પિયત આપવા જોઈએ.
સિંચાઇ ની મુખ્ય જરૂરિયાત નો સમય
નવા છોડ આવે ત્યારે, પાક ઘુંટણ સુધી આવે, નર ફૂલ નીકળે ત્યારે અને મકાઇ બનતી વખતે પિયત આપવું જરૂરી છે. 90% દાણા ભરાય ત્યાં સુધી પિયત જરૂરી છે.
સૂક્ષ્મસિંચાઇ
મકાઇની દર બે હાર માટે 1 ટપક લાઇન પૂરતી છે. ટપકનું અંતર 30 - 40 cm રાખવું.
પાણીના પ્રવાહનો દર 1 - 1.5 Ltr / કલાક રાખો. હવામાન મુજબ દર બે દિવસે 3 - 5 કલાક માટે સવારના સમય ટપક ચલાવવી.
કીટકો સામે રક્ષણ
થડ માખી
સાંઠાની માખી પાકની 2-3 પાન અવસ્થાએ પાનની નીચે ઈંડા મૂકે છે.ઉપદ્રવ ઘટાડવા વાવણીના 20 દિવસે પારવણી કરતી વખતે ઉપદ્રવીત છોડ કાઢી નાખવા. ઉગાવા બાદ 10-15 દિવસે જો 8%થી વધુ છોડમાં થડમાખીનું નુકસાન દેખાય તો કાર્બારીલ 50%WP(સેવિન,કેલ્વિક્ષ) 60ગ્રામ 15લિટર પાણીમાં ભેળવી છાંટો. નિયંત્રણ માટે, ઇંડોક્ષાકાર્બ14.5SC (સરવાદા / અવાંટ) @5ml + સ્ટિકર (સંદોવિત / અપ્સા80) @6ml/10Ltr પાણી અથવા સ્પીનોસેડ 45SC (સ્પીન્ટોર, ટ્રેસર) @7.5ml/15Ltr પાણી અથવા ફિપ્રોનિલ 5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @ 30ml/15Ltr પાણી અથવા લેમ્ડાસાઈલોહેથ્રિન5EC (કરાટે, સિલ્વા પ્લસ, રીવા 5) @7.5 ml/15Ltr પાણી અથવા થાયોડીકાર્બ 75WP (લાર્વીન,ચેક) @40 ગ્રામ/15 લિટર પાણી મુજબ છાંટો.
થડ ખાનાર ઇયળ
ઇયળ થડ માં કાણું પાડી અંદર નો ગર્ભ ખાય છે. નિયંત્રણ માટે વાવણીના 3-4 અઠવાડીયા પછી ઇંડોક્ષાકાર્બ14.5SC (સરવાદા/અવાંટ) @5ml + સ્ટિકર (સંદોવિત/અપ્સા80) @6ml/10Ltr પાણી અથવા સ્પીનોસેડ45SC (સ્પીન્ટોર, ટ્રેસર) @7.5ml/15Ltr પાણી અથવા ફિપ્રોનિલ 5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @ 30ml/15Ltr પાણી અથવા લેમ્ડાસાઈલોહેથ્રિન5EC (કરાટે, સિલ્વા પ્લસ, રીવા 5) @7.5 ml/15Ltr પાણી અથવા થાયોડીકાર્બ 75WP (લાર્વીન,ચેક) @40 ગ્રામ/15 લિટર પાણી મુજબ છાંટો.
મૂળ ખાનાર ઇયળ
મૂળ ખાનાર ઇયળ કાળા રંગની હોય છે. જે દિવસમાં જમીનમાં સંતાઈ જાય છે. રાતે નવા છોડ જમીનની પાસેથી કાપી નાખે છે. નિયંત્રણ ન કરવાથી નુકસાન થાય છે.
નિયંત્રણ માટે કાપેલ છોડની માટી ખોદી, ઇયળ બહાર કાઢી નાશ કરવો અને સારા છોડને જમીનમાં ક્લોરપાયરીફાસ 10EC (ડરમેટ / માસબાન) @3ml / Ltr પાણી મુજબ જમીન માં રેડવું. થડ માખીના નિયંત્રણથી આનું પણ નિયંત્રણ થાય છે.
પાન ને વાળનાર ઇયળ
પાન વાળનાર ઇયળ પાનને વાળી એની અંદરનો લીલો પદાર્થ ખાય છે. પાન સફેદ થઈ ખરી પડે છે.
નિયંત્રણ માટે ક્વિનાલફોસ (એકાલક્સ / ધાનુલક્સ) @30m lઅથવા ટ્રાઈઝોફોસ (હોસ્ટાથેઓન / ટાર્ઝન) @30ml ક્લોરેનટ્રાનીલીપ્રોલ (કોરાજેન) @3-4ml અથવા સ્પીનોસેડ (ટ્રેસર/સક્સેસ) @4-5 ml પ્રતિ 15Ltr પાણી મુજબ છાંટો.
લશ્કરી ઇયળ
લશ્કરી ઇયળ આછા લીલા રંગની, પીઠ પર ધારી વાળી અને માથું પીળું બદામી રંગનું હોય છે. મોટી ઇયળ લીલી બદામી અને પીઠ પર ઊંડી પટ્ટી વાળી હોય છે. આ એક સાથે લશ્કર માં ચાલે છે. લશ્કરી ઇયળ ઉપરના પાન અને ડોડાના નર્મ થડને કાપી નાખે છે. જો 4 લશ્કરી ઇયળ પ્રતિ ફૂટ દેખાય તો તેના નિયંત્રણ 100 gm કાર્બારીલ 50WP (સેવિન) અથવા 40ml ફેનવેલરેટ 20EC (ફેનવલ) અથવા 400ml ક્વિનાલફોસ 25%EC (એકાલક્સ / ધાનુલક્સ) / 100Ltr પાણી / એકર મુજબ છાંટો.
સફેદ ઘૈણ
સફેદ લટ (કુરમુલા) બટાકા અથવા બીજા ઘણા પાકોને નુકસાન કરનાર જીવાત છે. આ માટીમાં રહી ને મૂળને ખાય છે. વધારે ઉપદ્રવ હોય તો 80% સુધી નુકસાન થઈ શકે છે. આ એક સફેદ રંગની ઇયળ છે જેનું મોઢું પીળું અને પાછળનો ભાગ કાળો હોય છે. તેને અડવા થી તે C આકાર ધારણ કરી લે છે.
નિયંત્રણ માટે
1. ખેતરમાં કાચું છાણિયું ખાતર આપવું નહીં.
2. ખેતર તૈયાર કરતી વખતે 1-2 ઊંડી ખેડ કરવી જેથી પક્ષીઓ તેને ખાઈ જાય.
3. ખેતર તૈયાર કરતી વખતે અને માટી ચડાવતી વખતે 5kg ફોરેટ (થિમેટ) અથવા 6kg ફિપ્રોનીલ (રિજેંટ / ટાસ્ક) પ્રતિ એકર મુજબ આપો.
4. નુકસાન દેખાય તો છોડના મૂળમાં ક્લોરપાઇરીફોસ 20EC (ડરમેટ /લિથલ /ફોર્સ) @40 ml / 15 Ltr પાણીના દ્રાવણ રેડવું.
રોગ સામે રક્ષણ
બિયારણ નો સડો
બિયારણ નો સડા માં બીજ માટી માં જ સડી જાય છે જેથી ખેતર માં જગ્યા ખાલી રહી જાય છે. આમ થતું અટકાવવા માટે ફુગનાશક નો પટ આપી બિયારણ ને રોગમુક્ત કરી શકાય.
પાન નો સુકારો
પાનનો સુકારો નીચેના પાન થી ઉપર બાજુ વધે છે. લાંબા, ઇંડાકાર, બદામી ટપકા પાન પર પડે છે. જ્યારે પાનની નીચેની સપાટી પર વધારે સાફ દેખાય છે.
2.5 gm મેંકોજેબ (ઇન્ડોફિલ M 45) અથવા 3gm પ્રોબિનેબ (એટ્રકોલ) અથવા 2gm ડાઈથેન Z -78 અથવા ફેમોક્સાડોન 16.6% + સ્ય્મોક્સાનીલ 22.1% SC (ઇકૂએશન પ્રો) અથવા 2.5gm મેટલક્સાયલ – એમ (રિડોમીલ ગોલ્ડ) અથવા 3gm સ્ય્મોક્સાનીલ + મેંકોજેબ (કરજેટ) પ્રતિ લિટર પાણીમાં છાંટો. 10 દિવસ પછી ફરીથી આપો.
સુકારો
થડના સુકારા રોગ માં મુખ્ય થડ માટીની બાજુમાં બદામી અને નરમ થઈ ત્યાંથી તૂટી જાય છે. સડેલા ભાગેથી દારૂ જેવી વાંસ આવે છે.
નિયંત્રણ માટે વધારે નાઇટ્રોજન ન આપવું, ખેતરમાં પાણી ભરેલું ન રહેવા દેવું. ખેતરમાં વાવણી વખતે, પછી આંતરખેડ સમય અને પછી નર ફૂલ આવ્યા પછી 6kg / એકર બ્લીચિંગ પાઉડર થડની બાજુમાં આપવું. આને યુરિયા સાથે ભેળવું નહીં, બંને ને ઓછામાં ઓઓછા 1 અઠવાડીયા ના અંતરે આપવું.
તળછારો
બદામી પટ્ટીવાળા તળછારા રોગમાં પાન પર આછા લીલા કે પીળા રંગની, 3-7 mm પહોળી છટાઓ પડે છે. જે સમય જતાં ઘાટી લાલ થઈ જાય છે. ભેજવાળા હવામાનમાં સવારના સમય એના પર સફેદ અથવા રાખ રંગની ફૂગ જોવા મળે છે.
નિયંત્રણ માટે મેટાલેક્સિલ + મેંકોજેબ (રિડોમિલ ગોલ્ડ / ટાટા માસ્ટર) અથવા સાઈમોક્સાનીલ + મેંકોજેબ ( કર્જેટ-એમ / મોક્સિમેટ) @30gm /15 Ltr પાણી મુજબ છંટકાવ કરવો. 10 દિવસ પછી ફરીથી છાંટો.
ગેરૂ
પાન ના સપાટી પર નાના, લાલ કે બદામી, ઇંડાકાર, ઊભા ટપકા પડે છે. આ પાન પર 1 કે વધુ હાર માં પડે છે.
નિયંત્રણ માટે હેક્ઝાકોનાઝોલ (કન્ટાફ / સિતારા) અથવા પ્રોપિકોનાઝોલ (ટિલ્ટ / બમ્પર) @15ml / 15Ltr પાણી મુજબ છાંટો. 15 દિવસ પછી ફરીથી છાંટો.
કાપણી તેમજ તેના પછી ના કામ
કાપણી
જ્યારે મકાઇ ની ઉપર ના પાન પીળા થવા લાગે કે દાણા નો ભેજ ૩0 %થી ઓછો થઈ જાય ત્યારે પાક ની કાપણી કરી લેવી જોઈએ જેથીપાન લીલા રહે છે અને પશુ ચારા તરીકે ઉપયોગ માં લઈ શકાય છે.
મૂલ્ય વર્ધન
મકાઇ ને તડકામાં ત્યાં સુધી સુકાવવી જ્યાં સુધી દાણા કઠણ ન થઈ જાય એનું ભેજ 12 - 14 % થઈ જાય. પછી મકાઇને કોથળામાં ભરી માર્કેટમાં લઈ જવી. દાણા કાઢવા માટે ધ્યાન રાખો કે તે એટલા સૂકા હોય કે હાથ અથવા થ્રેશર થી દાણા છૂટા પાડતી વખતે નુકસાન ન થાય.
No comments:
Post a Comment