ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Tuesday 15 October 2019

બટાકા- પાક આયોજન ,જીવાતો, રોગો ,ગ્રેડિંગ

પાક આયોજન

1. પાક ફેરબદલી ના રૂપે સોયાબીન-બટાટા-મગ અથવા સોયાબીન-બટાટા-ઘઉં ની પાક ફેરબદલી કરવી.
2. આર્થિક રૂપ થી લાભકારક આંતરપાકો જેવા કે બટાટા + ઘઉં (1:2), બટાટા + અળસી (1:1), બટાટા + ડુંગળી (1:1), બટાટા + રાયડો (3:1) લેવા.

જમીન ની તૈયારી

1. સારા ઉત્પાદન માટે જમીન ની તૈયારી વખતે 100-120 ક્વિન્ટલ સારૂ કહોવાયેલું છાણિયું ખાતર પ્રતિ એકર મુજબ જમીન માં ભેળવવું.
2. જમીન ની તૈયારી માટે જમીન ઊથલપાથલ કરી 20 થી 25 સેમી ઊંડી ખેડ કરવી. ત્યારબાદ 2-3 કરબ વડે ખેડ કરી 4-5 વાર દેશી હળ વડે ખેડ કરવી.
3. જમીન ની પરત ચીકણી અને સારી રીતે સમતલ કરવા માટે 1-2 વાર સમાર મારવી. વાવણી વખતે જમીન માં પૂરતો ભેજ હોવો જરૂરી છે.
જાતો
1. ટૂંકા ગાળે પાકતી જાતો (70-90 દિવસની) : કુફરી પુખરાજ, કુફરી લવકાર, કુફરી સૂર્યા.
2. મધ્યમ મોડી પાકતી જાતો (90 થી 100 દિવસ): કુફરી બહાર, કુફરી બાદશાહ, કુફરી લાલીમા, કુફરી જ્યોતિ, કુફરી ચીપસોના, કુફરી સતલુજ, કુફરી હિમસોના
3. મોડી પાકતી જાતો (100 થી 130 દિવસ): કુફરી સિંદૂરી
4. કુફરી બહાર- લાબી, ગોળ-ઈંડા આકારની, સફેદ કંદ, મધ્યમ ઊંડી આંખ. પાકવાનો સમય-100 થી 110. ઉત્પાદન લગભગ 180 ક્વિન્ટલ/એકર.
5. કુફરી સદાબહાર- તેના છોડ લાંબા અને મજબૂત, પાછોતરાં સુકારા સામે પ્રતિકારક. તેના કંદ લાંબા, આંખ ચમકદાર હોય છે. શુષ્ક પદાર્થ 20%, ઉત્પાદન 120 થી 140 ક્વિન્ટલ/એકર.
6. કુફરી ચીપસોના: સામાન્ય થી લાંબા, ઈંડા આકારના, સફેદ, 90 થી 110 દિવસ માં તૈયાર થનાર, પાછોતરાં સુકારા સામે પ્રતિકારક અને ઠંડી સામે સહનશીલ, મૂલ્યવર્ધન માટે અનુકૂળ
7. મૂલ્યવર્ધન માટે જાતો: કુફરી ચીપસોના-1, કુફરી ચીપસોના-3, કુફરી હિંસોના, કુફરી ફ્રાઇસોના
બીજદર
વધુ ઉત્પાદન માટે 30 થી 40 ગ્રામ વજનવાળા કંદ જેમાં ઓછામાં ઓછી 3 આંખ હોય તે વાવણી માટે ઉપયુક્ત છે. બીજદર 10 થી 12 ક્વિન્ટલ પ્રતિ એકર.

બીજ માવજત

1. કાળા ટપકા રોગ નિયંત્રણ માટે વાવણી પહેલા બીજ ને મોનસેરીન 22.9SC (પેનસિકયુરોન) @ 250 મિલી/ 800 કિલો બીજ પ્રમાણે માવજત આપી વાવવા અથવા અગલાલ @ 5 ગ્રામ અથવા એમીસાન @ 2.5 ગ્રામ/ લિટર પાણી પ્રમાણે માવજત આપી વાવવા.
2. પાક ને બીજજન્ય રોગ થી બચાવવા 15-20 મિનિટ માટે 2 ગ્રામ કાર્બોક્સિન 37.5% + થાઈરમ 37.5%/ લિટર પાણી થી તૈયાર દ્રાવણ માં ડૂબાડવા.
3. કાળા ટપકા, સામાન્ય ચીતરી અને સડા ના નિયંત્રણ માટે બોરિક એસિડ થી બીજ માવજત આપવી. આ માટે 3% બોરિક એસિડ @300 ગ્રામ/10 લિટર પાણી પ્રમાણે 30 મિનિટ સુધી બોળી માવજત આપવી.

વાવણી તકનિક

.
1. વહેલી પાકતી જાતો ની વાવણી 25 સપ્ટેમ્બર થી 10 ઓક્ટોમ્બર સુધી કરવી.
2. સામાન્ય જાતોની વાવણી 15 ઓક્ટોમ્બર થી 15 નવેમ્બર સુધી થઈ શકે છે.
3. બટાટા ની વાવણી પાળા પર કરવામાં આવે છે. પાળા 50 થી 60 સેમી અંતરે બનાવવા. કાપેલ અથવા આખા બટાટા પાળા વચ્ચે અથવા 5 થી 7 ઊંડાઈએ વાવી માટી ચડાવવી.
4. સારા ઉત્પાદન માટે 35 થી 45 મિલીમીટર વ્યાસવાળા, મધ્યમ કદના બટાટા વાવણી માટે ઉપયોગમાં લેવા. વાવણી 60 x20 સેમી અંતરે કરવી.
5. કેન્દ્રિય બટાટા સંશોધન કેન્દ્ર દ્વારા નિર્મિત ચાર હાર માં બટાટા ની વાવણી માટે સ્વયં-સંચાલિત યંત્ર નો ઉપયોગ કરવો જે વાવણી થી પાળા બનાવાની બધી જ ક્રિયાઓ કરી શકે છે. આ યંત્રથી 10 થી 12 એકર માં વાવણી થઈ શકે છે. આ યંત્ર થી બીજ ને ખૂજ જ ઓછું નુકસાન થાય છે. આ યંત્ર ચલાવવા માટે 2-3 વ્યક્તિઓની જરૂર પડે છે.
નીંદણ નિયંત્રણ
1. નીંદણ નિયંત્રણ માટે વાવણી પછી તરત પાક ઉગ્યા પહેલા પેન્ડીમિથેલીન 30EC (સ્ટોમ્પ, ટાટાપેનીડા) @1.3 Ltr/એકર/200Ltr પાણી મુજબ છાંટો.
2. ઊભા પાકમાં નીંદણ નિયંત્રણ માટે મેટ્રિબ્યુઝીન70WP (સેંકર) @800gm/એકર/300 Ltr પાણી પ્રમાણે પહેલી સિંચાઇ પછી છાંટો.
3. સાકડા પાન વાળા નીંદણથી 50% સુધી ઉપજ ઘટી શકે. નિયંત્રણ માટે 350ml ક્યુજાલોફોપ ઇથાઈલ 5EC/ એકર/ 150 લિટર પાણી મુજબ વાવણીના 20 થી 25 દિવસ બાદ છાંટો.
આંતરખેડ

1. કંદના સારા વિકાસ માટે વાવણી ના 20 થી 25 દિવસે પહેલી સિંચાઇ કરી પાળા ચડાવવા અને નીંદણ નિયંત્રણ કરવું.
2. જમીન માનો ભેજ સાચવવા પરાળ પાથરી મલ્ચિંગ કરવું.

જીવાત નિયંત્રણ

મોલોમશી

મોલોમશીથી મોટા ભાગના વિષાણુજન્ય રોગ ફેલાય છે. જેમ કે કોકડાવા. નિયંત્રણ:
1. જૈવિક નિયંત્રણ માટે લીમડાનું તેલ 50ml/ 15 લિટર પાણી પ્રમાણે છાંટવું.
2. ઇમિડાક્લોપ્રિડ 17.8 SL @ 80-100 ml/ એકર/ 200 લિટર પાણી મુજબ છાંટો.
કંદ માખી
કંદમાખી પાકમાં સંગહ સમયે તેમજ પાકમાં નુકસાન પહોચાડે છે. તે થડ અને કંદ ને નુકસાન કરે છે. તેનાથી 56% સુધી ઉપજ ઘટી શકે.
નિયંત્રણ:
1. જૈવિક નિયંત્રણ માટે ફેરોમેન ટ્રેપ 4/ એકર મુજબ લગાવો
2. ક્લોરપાયરીફોસ 20ઇસી @ 1-1.5 લિટર/ એકર પિયત સાથે આપો.
કથીરી
કથીરી પાનમાથી રસ ચૂસીને નુકસાન કરે છે. આથી પાક માં 12 થી 60% સુધી નુકસાન થઈ શકે. નિયંત્રણ માટે સ્પાયરોમેસીફેન 22.9% @ 200 મિલી/ એકર અથવા ફેનાઝાક્વિન 10%EC @ 400-450 મિલી/ એકર 200 લિટર પાણી ના દરે છાંટો.

સફેદ ઘૈણ

સફેદ ઘૈણ પાકને લગભગ 85% સુધી નુકસાન કરી શકે. તે મૂળ અને કંદ નુકસાન કરે છે. નિયંત્રણ:
1. ક્લોરપાયરીફોસ 20ઇસી @ 1-1.5 લિટર/ એકર પિયત સાથે આપો.
2. કાર્બોફ્યુરાન 3જી દવા 8-10 કિલો/ એકર પાળા ચડાવતી વખતે આપો.

સૂત્રકૃમિ

સૂત્રકૃમિ નાની, કૃમિના જેવી જીવાત હોય છે. જે પાતળા દોરા જેવી હોય છે. તેને સૂક્ષ્મદર્શક યંત્ર વડે સહેલાઈ થી જોઈ શકાય છે. તેનું શરીર લાંબુ, વેલણઆકારનું અને ખંડોમાં વહેચાયેલું હોય છે.
રોગ નિયંત્રણ

આગોતરો સુકારો

આગોતરા સુકારા માં પાન પર ગોળ-ઈંડા આકારના ભૂરા ટપકા પડે છે. નિયંત્રણ:
1. નિયંત્રણ માટે વાવણીના 45 દિવસે પાક પર 1.0% યુરિયા છાંટયા બાદ 8-10 દિવસના અંતરે ફરી છાંટો.
2. મેંકોજેબ 75% WP @ 400-600gm/ એકર મુજબ વાપરી શકાય
3. પ્રોપીનેબ 70% WP @ 500gm/ એકર મુજબ વાપરી શકાય

પાછોતરો સુકારો

આ રોગ ની શરૂઆત માં હલ્કા પીળા રંગના અનિયમિત આકાર ના ટપકા પડે છે. પછી નીચેની બાજુએ આ ટપકા ની ચારે બાજુ અંગૂઠી ની જેમ સફેદ ફૂગ વળે છે. આ રોગ થી 60 થી 70% સુધી નુકસાન થઈ શકે.
નિયંત્રણ:
1. પ્રારંભિક નિયંત્રણ માટે મેંકોજેબ75% WP @ 400-600gm/ એકર મુજબ છાંટો.
2. મેટાલેક્સિલ 8% + મેંકોજેબ 64%WP @ 800-1000gm/ એકર મુજબ છાંટો.
3. અસરકારક નિયંત્રણ માટે ઇપ્રોવલિકાર્બ + પ્રોપીનેબ66.75WP (મેલોડી,ડૂઓ) @0.8kg/acre/200Ltr પાણી મુજબ છાંટો.
4. અસરકારક નિયંત્રણ માટે 500-600gm કારમોક્સાનીલ + મેંકોજેબ / એકર/ 200 લિટર પાણી મુજબ છાંટો, જો રોગ ફરી દેખાય તો 1-2 છંટકાવ વધારે કરી શકીએ છીએ.

વાર્ટ

આ રોગમાં બટાટાની બહારની સપાટી પર અને ડાળિયો પર મસ્સા દેખાય છે. આ જમીનજન્ય રોગ છે. નિયંત્રણ:
1. આગળ જણાવ્યા મુજબ બીજ માવજત આપવી.
2. રોગ પ્રતિકારક જાતો જેવી કે કુફરી કંચન, કુફરી બહાર, કુફરી જ્યોતિ વગેરે વાવવી.
જીવાણુથી થતો સુકારો
જીવાણુ થી થતાં સુકારા માં પાન અને ડાળિયો સુકાઈ જાય છે. પછી ધીરેધીરે આખો છોડ સુકાઈ ને મરી જાય છે. આ રોગ થી 75% સુધી નુકસાન થઈ શકે. નિયંત્રણ:
1. રોગમુક્ત બીજ નો ઉપયોગ કરવો
2. પાક ફેરબદલી કરવી
3. બ્લીચિંગ પાઉડર 4.5 કિલો/ એકર મુજબ વાવણી સમયે ચાસ માં આપવો.

કાળા ટપકા

કાળા ટપકા રોગ બીજજન્ય છે જેમાં ઉપદ્રવીત બટાટા ચોકલેટ જેવા થઈ જાય છે અને છાલ કઠણ થઈ જાય છે જેનાથી બજારભાવ ઓછા મળે છે.
નિયંત્રણ:
1. બીજ માવજત આપવી
2. પાક ફેરબદલી કરવી
કોકડવા
કોકડવા રોગ મુખ્યત્વે ચૂસીયા જીવાત થી ફેલાય છે
નિયંત્રણ:
1. ઇમિડાક્લોપ્રિડ 17.8 SL @ 80-100 મિલી/ એકર.
2. થાયોમેથોક્સમ 25% WG @ 20-80 ગ્રામ/ એકર / 200 લિટર પાણી મુજબ છાંટો.

કાપણી

કાપણી સમય અને તકનિક
1. પાક ની કાપણી ના 10 દિવસ પહેલા પિયત આપવાનું બંધ કરવું, જ્યારે પાક સુકાઈ જાય અને પાન જમીન પર ખરવા લાગે ત્યારબાદ કાપણી કરવી.
2. પાન નષ્ટ કરવા માટે રાસાયણિક દવા નાખવી હોય તો પેરાકવાટ ડાઈક્લોરાઈડ 24 SL @ 70-100ml /15 લિટર પાણી મુજબ છાંટો.
ગ્રેડિંગ
1. કંદ કાઢ્યા બાદ કંદ ને એકઠા કરી છાયડા માં રાખવા અને બજાર માં લઈ જવા માં તે ગ્રેડિંગ કરવું.
2.ચાર વર્ગમાં ગ્રેડિંગ કરવું.- વર્ગ-1- 27 mm કદના, વર્ગ-2: 28-45 mm કદના, વર્ગ-3: 45-55mm કદના અને વર્ગ-4 55 mm થી વધારે કદના.
સંગ્રહ
બીજ માટે કંદ 2.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર ને 95% ભેજ પર અને શાકભાજી માટે કંદ ને 7 ડિગ્રી તાપમાન પર અને 98% ભેજ પર સંગ્રહ કરવો.
રેટિંગ કરો1 2 3 4 5©RMLISPL Pvt. Ltd.

1 comment:

  1. Playtech casino: 10 reasons to play for cash
    Playtech. Games. With 구미 출장안마 the success 충주 출장샵 of the online gambling industry, it's a 여수 출장샵 great opportunity to gain some real I 세종특별자치 출장안마 play at sites 김포 출장샵 such as Jackpot City.

    ReplyDelete