ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Monday, 1 January 2018

ઉનાળુ મગફળી​

જમીનની તૈયારી
આ પાકને રેતાળ, ગોરાડું તેમજ મધ્યમ કાળી જમીન વધુ માફક આવે છે. ભારે કાળી, ચીકણી અને ક્ષારવાળી જમીન માફક આવતી નથી.
મગફળીમાં ડોડવાના સારા વિકાસ માટે હળથી ખેડ કરી પાકના જડિયા વીણી બે વખત કરબ અને સમાર ચલાવી જમીન ભરભરી અને સમતલ બનાવો. વધુ ઊંડી ખેડ ની ભલામણ નથી
ચાસની જમીન ઉપર પોલીથિન શીટ (7-8 માઇક્રૉન) દ્વારા કવર કરી (મલચિંગ) વાવેતર કરવાથી 20% વધારે ઉત્પાદન મેળવી શકાય છે.
બીજ માવજત
બીજને વાવતાં પહેલા 3-4 ગ્રામ થાયરમ / 1 કિલો બીજ પ્રમાણે અને ત્યારબાદ રાઈઝોબિયમ કલ્ચર 250 ગ્રામ / 10 કિલો બીજ પ્રમાણે પટ આપી વાવેતર કરવું.
બીજને રાયઝોબિયમ કલ્ચર @ 250 ગ્રામ / 10 કિલો બીજ પ્રમાણે પટ આપવાથી પ્રતિ એકર 25-30 કિલો નાઇટ્રોજન સ્થિરીકરણ થાય છે અને આશરે રૂ.400 / એકર બચે છે.
બીજ ઉપર વાવણીના અગાઉ વ્રુધી પ્રેરક (સીડસેલ) નું 5-10 ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે પટ આપવાથી મૂળ અને ડાળીઓ ના ઝડપી વિકાસ થાય છે॰
સારા અંકુરણ માટે 1 kg બીજને 20 gm CaCl2 / Ltr પાણીવાળા 650 ml દ્રાવણમાં 4 કલાક બોળી રાખી સુકવવા
સારા ઉત્પાદન
માટે એકર મુજબ 200 લીટર જીવામૃત નો ઉપયોગ કરવો. વાવેતર અગાઉ અને   60 દિવસ ના અંતરે એમ બે વાર પિયતમાં આપવું.
જીવામૃત વિશે માહિતી

No comments:

Post a Comment