ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Friday 29 September 2017

દિવેલાની ખેતીમા જરૂરી ખાતર


દેશી ખાતર

દિવેલા લાંબા ગાળાનો પાક હોઈ વધુ ઉત્પાદન મેળવવા તથા જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે એકર દીઠ 4 ટન છાણિયું ખાતર અથવા 400 કિલો દિવેલી નો ખોળ જમીન તૈયાર કરતી વખતે ચાસમાં આપવો. આ બંને ના મળી શકે તો જૂનના પ્રથમ અઠવાડિયે ગુવાર કે શણનો લીલો પડવાશ કરવો.

રાસાયણિક ખાતર

સામાન્ય રીતે દિવેલાના પાક માટે આ 1 એકરમાં કુલ 48 કિલો નાઇટ્રોજન અને 25 કિલો ફૉસ્ફરસ ની ભલામણ છે, આ પૈકી 16 કિલો નાઇટ્રોજન (35 કિલો યુરિયા અથવા 80 કિલો એમોનિયમ સલ્ફેટ) અને 10 કિલો ફોસ્ફરસ (62.5 કિલો SSP) પ્રતિ એકર મુજબ વાવણી સમયે પાયાના ખાતર તરીકે ચાસમાં 7 થી 8 સેમી ઊંડે આપવું. ત્યારબાદ વાવણીના 40 થી 50 દિવસે 16 કિલો નાઇટ્રોજન (35 કિલો યુરિયા અથવા 80 કિલો એમોનિયમ સલ્ફેટ)/એકર મુજબ આપવો અને આ જ જથ્થો 70 થી 80 દિવસે ફરીથી આપવો.

જીસીએચ 7 જાત સુકારા સામે પ્રતિકારક અને વધુ ઉત્પાદન આપતી જાત છે. આ જાત ના સારા વિકાસ માટે 18 કિલો નાઇટ્રોજન (40 કિલો યુરિયા અથવા 90 કિલો એમોનિયમ સલ્ફેટ) + 15 કિલો ફોસ્ફરસ (94 કિલો SSP)/એકર મુજબ વાવણી સમયે પાયાના ખાતર તરીકે ચાસમાં 7 થી 8 સેમી ઊંડે આપવું. ત્યારબાદ 18 કિલો નાઇટ્રોજન (40 કિલો યુરિયા અથવા 90 કિલો એમોનિયમ સલ્ફેટ)/એકર મુજબ વાવણી બાદ 40-50, 70-80 અને 100 થી 110 દિવસે જમીન માં ભેજ હોય ત્યારે આપવાથી વધારે ઉત્પાદન મળે છે.

ઉત્તર ગુજરાત ના બિનપિયત વિસ્તાર માં સારા વિકાસ માટે 8 કિલો નાઇટ્રોજન (17 કિલો યુરિયા અથવા 40 કિલો એમોનિયમ સલ્ફેટ) + 16 કિલો ફોસ્ફરસ (100 કિલો SSP)/એકર મુજબ વાવણી સમયે પાયાના ખાતર તરીકે ચાસમાં 7 થી 8 સેમી ઊંડે આપવું. ત્યારબાદ વાવણી ના 30 થી 35 દિવસે 8 કિલો નાઇટ્રોજન (17 કિલો યુરિયા અથવા 40 કિલો એમોનિયમ સલ્ફેટ)/એકર મુજબ જમીન માં પૂરતો ભેજ હોય ત્યારે આપવો

સૌરાષ્ટ્ર ના બિનપિયત વિસ્તાર માં સારા વિકાસ માટે 8 કિલો નાઇટ્રોજન (17 કિલો યુરિયા અથવા 40 કિલો એમોનિયમ સલ્ફેટ) + 12 કિલો ફોસ્ફરસ (75 કિલો SSP)/એકર મુજબ વાવણી સમયે પાયાના ખાતર તરીકે ચાસમાં 7 થી 8 સેમી ઊંડે આપવું. ત્યારબાદ વાવણી ના 30 થી 35 દિવસે 8 કિલો નાઇટ્રોજન (17 કિલો યુરિયા અથવા 40 કિલો એમોનિયમ સલ્ફેટ)/એકર મુજબ જમીન માં પૂરતો ભેજ હોય ત્યારે આપવો.

પિયત વિસ્તાર માં સારા વિકાસ માટે 15 કિલો નાઇટ્રોજન (32 કિલો યુરિયા અથવા 75 કિલો એમોનિયમ સલ્ફેટ) + 20 કિલો ફોસ્ફરસ (125 કિલો SSP)/એકર મુજબ વાવણી સમયે પાયાના ખાતર તરીકે ચાસમાં 7 થી 8 સેમી ઊંડે આપવું. ત્યારબાદ વાવણી ના 40 દિવસે અને 70 દિવસે 15 કિલો નાઇટ્રોજન (32 કિલો યુરિયા અથવા 75 કિલો એમોનિયમ સલ્ફેટ)/એકર મુજબ જમીન માં પૂરતો ભેજ હોય ત્યારે આપવો.

ભાલ વિસ્તાર માં સારા વિકાસ માટે 5 કિલો નાઇટ્રોજન (11 કિલો યુરિયા અથવા 25 કિલો એમોનિયમ સલ્ફેટ)/એકર મુજબ વાવણી સમયે પાયાના ખાતર તરીકે ચાસમાં 7 થી 8 સેમી ઊંડે આપવું. ત્યારબાદ વાવણી ના 35- 40 દિવસે 5 કિલો નાઇટ્રોજન (11 કિલો યુરિયા અથવા 25 કિલો એમોનિયમ સલ્ફેટ/એકર મુજબ જમીન માં પૂરતો ભેજ હોય ત્યારે આપવો.

સંશોધન મુજબ દિવેલા ના પાક ને એકલું રાસાયણિક ખાતર આપવા કરતાં નીચે પ્રમાણે સંકલીત ખાતર આપવાથી વધુ ઉત્પાદન તથા આવક મળે છે. તેમજ જમીન ની ફળદ્રુપતા જળવાઈ રહે છે.
- 75% રાસાયણિક ખાતર + 25% નાઇટ્રોજન છાણિયા ખાતરમાથી + લીલો પડવાશ
- 75% રાસાયણિક ખાતર + 25% નાઇટ્રોજન છાણિયા ખાતરમાથી કે 25% નાઇટ્રોજન દિવેલી ખોળ દ્વારા અથવા લીલો પડવાશ કરીને.
- 75% રાસાયણિક ખાતર + 25% નાઇટ્રોજન છાણિયા ખાતર દ્વારા + એઝોસ્પીરીલમ બીજ માવજત (50 ગ્રામ કલ્ચર એક કિલો બીજ માટે)

જો જમીન સલ્ફર તત્વ ની ઉણપ વાળી હોય તો 8 કિલો સલ્ફર(50 કિલો જીપ્સમ)/એકર મુજબ આપવું.
જમીન ચકાસણી ના રિપોર્ટ ના આધારે જો લોહ તત્વ 4.15 પીપીએમ કરતાં ઓછું હોય અને જસત 0.4 પીપીએમ કરતાં ઓછું હોય તો તેવી જમીન માં વધુ ઉત્પાદન મેળવવા માટે જમીન ચકાસણી અહેવાલ ના આધારે 6 કિલો ફેરસ સલ્ફેટ અને 3 કિલો ઝીંક સલ્ફેટ/એકર મુજબ આપવું અથવા સરકાર માન્ય ગ્રેડ 5 સૂક્ષ્મ તત્વ મિશ્રણ વાવણી સમયે પાયામાં 8 કિલો/એકર મુજબ આપવું. જેમાં 2% લોહ, 0.5% મેંગેનીઝ, 5% જસત, 0.2% તાંબું અને 0.5% બોરોન હોય છે.

મિત્રો દરોજ આ પ્રકારની રસદાયક ખેતી વિશે માહિતી‌ મેળવવા મુલાકાત લેતા રહો કૃષિજીવન બ્લોગની

No comments:

Post a Comment