ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Thursday 28 September 2017

મગફળીમા કાપણી અને સંગ્રહ


લગભગ બધી જાતો વાવણીના 100-110 દિવસે પાકે છે.જો 60% થી વધારે બીજ લાલ હોય અને ડોડવાનો અંદરનો ભાગ કાળો હોય ત્યારે કાપણી કરવી.

ભારે કાળી જમીનમાં ડોડવા જમીનમાં ના તૂટે તે માટે કાપણીના એક અઠવાડિયા અગાઉ હળવું પિયત આપવું.

મગફળીની કાપણી તડકામાં કરવી. ભેજવાળા વાતાવરણમાં કાપણી કરવાનું ટાળવું. મગફળીને વરસાદ અને વધારે પડતાં ઝાકળથી બચાવવા ઢાંકવી.

જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે પરિપક્વ મગફળીની ઉભડી જાતો હાથથી ઉપાડવી જ્યારે વેલડી, અર્ધવેલડી જાતોને કરબ મારી છોડ ભેગા કરવા

કાપણી પછી છોડને નાના નાના ઢગલામાં એક અઠવાડિયું સુકવવા. 1 વાર પાથરા ઊથલપાથલ કરવા. થ્રેશિંગ 8% થી ઓછો ભેજ હોય ત્યારે કરવું

સંગ્રહ

બિયારણ સંગ્રહ કરેલ મગફળીમાં ગુણવત્તા જાળવવા, ડોડવાને થાયરમ 3 gm / kg ડોડવા પ્રમાણે માવજત આપવી. સ્ટોર-રૂમને સૂકો અને સ્વચ્છ રાખો

ભોટવા નિયંત્રણ માટે દાણામાં 7% જેટલો ભેજ રહે ત્યાંસુધી સુકવો. ડોડવાને પોલીથીલીન બેગમાં સંગ્રહ કરી મોઢા પર 3 ઇંચ રેતીનો થર કરવો

No comments:

Post a Comment