ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Wednesday 11 October 2017

ગુલાબી ઈયળના પ્રકોપ થી બી. ટી કપાસ ને કેવી રીતે બચાવીએ?


બી. ટી. કપાસ સામાન્ય રીતે ત્રણ પ્રકારો ની ઇયળો ના નિયંત્રણ મા મદદરૂપ થાય છે,પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષો માં ગુલાબી ઈયળમા બી. ટી કપાસ ની સામે પ્રતિકારક શક્તિ વિકસિત થવા ના કારણે કીટક નો પ્રભાવ વધારે થયો છે તેનુ મુખ્ય કારણ,પાક મા રિફયુજ કપાસ(બી. ટી વગર નો કપાસ) ના લાગવ્યો તેમજ નકલી બિયારણ નો ઉપયોગ કરવો, જે મા બી. ટી. ની માત્રા વ્યવસ્થિત પ્રકાર ની હોતી નથી જે ના કારણે બી. ટી કપાસ પહેલા ની જેમ તેના પ્રભાવી નિયંત્રણ કરવામાં સક્ષમ નથી.

ગુલાબી ઈયળ પર અસરકારક નિયંત્રણ માટે ઈયળ વિષે ખેડૂત ભાઈઓ ને તેની માહિતી જાણવી જરૂરી છે જો તમે સમયસર નિયંત્રણના યોગ્ય પગલાં ગ્રહણ કરો તો, ઈયળ ના કારણે થતા નુકસાન ને ઘટાડી શકાય છે,  ખેડૂત ભાઇ તમે આરએમએલ એગટેક દ્વારા સૂચવવામાં આવેલા સંકલિત જંતુ અને રોગ વ્યવસ્થાપન ભલામણોને અપનાવીને આ ઈયળ ના પ્રભાવ થી પાકને બચાવી શકો છો.

નિયંત્રણ નો સાચો સમય કેવી રીતે જાણીએ ?

ગુલાબી ઈયળ ના અસરકારક નિયંત્રણ માટે તેના જીવન ચક્રને સમજવું ખૂબ મહત્વનું છે. આ જંતુના માદા પતંગો રાત્રિ દરમિયાન છોડ ના ઉપરના નરમ પાંદડાં અને કળીઓ પર ઇંડા આપે છે, જેમાંથી 4-5 દિવસમાં એક નાની ગુલાબી રંગ ની ઈયળનીકળે છે આ ગુલાબી ઈયળ ટૂંક સમયમાં 1-2 કલાક માં જ જીંડવા ની અંદર ઘુસી જાય છે તે પછી કોઈપણ જંતુનાશકની સતત છંટકાવ થી પણ કોઈ ફાયદો થતો નથી. ગુલાબી ઈયળ કપાસ મા જીંડવા મા જઈને કપાસ ના રેસા ને નુકસાન કરે છે તેમજ પછી બે બીજ અંદર જગ્યા કર્યા પછી શુસુપ્તા અવસ્તા (ઊંઘ માં) જતી રહે છે. આ જંતુનો ફેલાવો સામાન્ય રીતેજુલાઇ-ઓગસ્ટ મહિના મા ફૂલ આવાના સમયે દરમિયાન તેમજ બીજી વખત ઑક્ટોબર-નવેમ્બર મહિના મા જીંડવા આવ્યા પછી ના દરમિયાન સૌથી વધારે હોય છે.

ગુલાબી ઈયળ ના નુકસાનકારક પ્રમાણ ને જાણવા માટે એક એકર ના કપાસ ના ખેતર મા ૩-૪ ફેરોમેન ટ્રેપ(ફૂદા પકડવા ના ખોખા) અલગ-અલગ સ્થાનો પર મૂકવા જોઈએ જે રાત્રી દરમિયાણ જંતુઓ ને  આકર્ષિત કરે છે, જો પ્રતિ ટ્રેપ ૬-૮ અથવા વધારે નર કીટક ૩ દિવસ sudhiસુધી જોવા મળે તો તે જંતુનાશક દવા નો છંટકાવ નો ચોક્ક્સ સમય છે. બજાર મા ફેરોમેન ટ્રેપ સરળતાથી મળી રહે છે. ખેડૂત ભાઈઓ ગુલાબી ઈયળના માદા દ્વારા આપયેલા ઈંડા ઓળખી શકે છે. જો એક છોડ પર એક કરતા વધુ ઇંડા દેખાય તો તરત જ યોગ્ય જંતુનાશકને છંટકાવ કરવા માટે ખૂબ જરૂરી છે.

ગુલાબી ઈયળના નિયંત્રણ માટે યોગ્ય જંતુનાશક:

જો ફેરોમેન ટ્રેપ મા ૮ કે તેથી વધુ નર જંતુ પતંગો(ફૂદા) જોવા મળે તો કોઈ પણ મોડું કર્યા વગર(સમય બગડ્યા વગર) નીચે જણાવ્યા અનુસાર કોઈ પન જંતુનાશક ની ભલામણ માત્રા મા સ્વછ પાણી મા મિક્ષ કરી છંટકાવ કરો.

(ઇન્ડોકસાકાર્બ 14.4 + એસિટામિપ્રિડ 7.7 એસ સી), (ડેલ્ટાટેમેથ્રિન 1 + ટ્રાઈઝોફોસ 35 ઇ.સી), (પ્રોફોનોફૉસ 40+ સાઈપરમેથ્રીન 4 ઇ.સી), થાયોડિકાર્બ 75 ડબ્લ્યુ. પી, ફેનવેલરેટ 20 ઇ.સી, ફેનપ્રોપેથ્રીન 30 ઇ.સી , ક્વિનાલફોસ 25 ઇ સી

જો ફેરોમેન ટ્રેપ મા નર જંતુ પતંગો(ફૂદા) જોવા મળે તો ઉપર જણાવ્યા અનુસાર જંતુનાશક નો ૩-૪ દિવસ પછી અદલા-બદલી કરી ને ઉપયોગ કરી શકો છો. કોઈ પણ એક જંતુનાશક નો વારવાર ઉપયોગ કરવો જોઈએ નહી.

સાવધાન: જંતુનાશકનો ઉપયોગ કરતી વખતે, તમારે તમારી તમામ સલામતીના પગલાંની કાળજી લેવી જોઈએ, નહીં તો આ રસાયણો આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે અને જીવનને મુશ્કેલી પણ આપી શકે છે. જંતુનાશકનો માત્ર ભલામણ માત્રા મા જ ઉપયોગ કરવો જોઈએ, ઓછા અથવા વધારે માત્રા મા અનુકૂળ લાભ મળતો નથી.

ગુલાબી ઈયળના નિયંત્રણ માટે અગત્ય ના ધ્યાન રાખવા ના યોગ્ય ઉપાય.

ગુલાબી ઈયળ કપાસના ખેતરો મા કાપણી થયા પછી પાકનાં અવશેષો મા ડિસેમ્બર અથવા જાન્યુઆરી મહિના શુસુપ્તા અવસ્તા (ઊંઘ માં) જતી રહે છે  sudhજે આગામી વર્ષે ફરી જુલાઇ કે ઓગસ્ટ મહિનામાં પાકને હાનિ પહોંચાડે છે. આ કીટક ના જીવન ને સમ્પૂર્ણ રીતે નાશ કરવા નીચે જણાવ્યા અનુસાર ભલામણો ધ્યાન મા રાખવી જોઈએ.

બીટી કપાસના બીજ સરકાર દ્વારા મંજૂર થયેલા વેપારીઓ જોડે થી જ ખરીદી કરવી જોઈએ અને તેની રસીદ મેળવી લેવી જોઈએકપાસની અંતિમ વીણી પછી પાકના અવશેષો ને ખેતર માંથી નાશ કરવો જોઈએ અને ક્યારેય પણ લાંબા સમય માટે ખેતરોમાં અથવા અન્ય સ્થળોએ સંગ્રહ ન કરવો જોઇએ.ખેતર મા બાકીના વધેલા લીલા અથવા સૂકા જીંડવા ને ભેગા કરી ખેતર બહાર કાઢી નાખીને નાશ કરવો કેમ કે તે તેમાં શુસુપ્તા અવસ્તા (ઊંઘ માં) રહે છે.કાપણી સમાપ્ત થયા પછી  ખેતરમાં ઘેટાં-બકરા ને ચરાવવા જોઈએ, જે બાકીના જીંડવા ખાય છે અને આ આ રીતે જંતુની આગામી પેઢીનો નાશ થાય છે.કેટલાક ખેડૂતો ભાઈઓ, પાકની અંતિમ વીણી પછી પણ સિંચાઇને કારણે તેઓ સતત ફૂલો વગેરે માટે પાક તૈયાર કરી રહ્યા છે અને કેટલીક ઉપજ પણ લે છે. પરંતુ આ પ્રકારની રીતે ગુલાબી ઈયળને આશ્રય આપવા માટે મદદરૂપ થાય છે. ખેડૂત ભાઈઓ એ કપાસ અંતિમ વીણી પછી કોઈ રવી પાક લેવો જોઈએ.કપાસ ફેક્ટરીઓએ માર્ચ અથવા એપ્રિલ પહેલાં કપાસમાંથી બાનોલ ને દૂર કરવું જોઈએ, અથવા તેને બનાવવું જોઈએ. નહિંતર ગુલાબી ઈયળ બાનોલ ઊંઘની સ્થિતિમાં રહે છે અને યોગ્ય આબોહવા મળતા તે પતંગ(ફૂદા) ના સ્વરૂપ મા તરીકે બહાર આવી શકે છે.હંમેશા પાક ચક્ર ને ધ્યાન મા રાખવું જોઈએ તેમજ કપાસ ના ખેતર મા આગામી વર્ષે કોઈ અલગ-અલગ પાક ની ફેર બદલી કરવી જોઈએ

No comments:

Post a Comment