થ્રીપ્સ
થ્રીપ્સથી પાનમાથી રસ ચૂસે છે. શરૂઆતમાં થ્રીપ્સની વૃદ્ધિ નીંદણ પર થાય છે પછી તે છોડ પર હુમલો કરે છે માટે ખેતર ને નીંદણ મુક્ત રાખવું. તેના નુકસાન થી કોકડવા ફેલાઈ શકે છે. જો ઉપદ્રવ વધુ હોય તો, ફિપ્રોનિલ5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @30ml/15Ltr પાણી અથવા ઇમિડાક્લોપ્રીડ 350 SC (કોન્ફિડોર સુપર) 30 મિલી/એકર, 200 લિટર પાણી અથવા લેમડાસાઈલોહેથ્રીન5EC (કરાટે,રીવા) @15-20ml/15Ltr પાણી મુજબ છાંટો.
પાન કથીરી
પાન કથીરી પાનમાથી રસ ચૂસે છે. નિયંત્રણ માટે ફેનાઝાક્વીન10EC (મેજેસ્ટિક, મેજીસ્ટાર) @25ml/15Ltr પાણી અથવા 20gm ડાયફેન્થિયુરોન (પેગાસસ, પજેરો)/15Ltr પાણી અથવા સ્પાઇરોમેસિફેન240SC (ઓબેરોન) @18ml/15Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડ1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી પ્રમાણે છાંટો.
લીલી ઇયળ
આ ઇયળ મરચાં ના ફળ ને અડધી અંદર અડધી બહાર રહી નુકસાન કરે છે.
ઇયળ નિયંત્રણ માટે 2-3 ટ્રેપ/એકર પ્રમાણે ફેરોમેન ટ્રેપ લગાવવા.
ઉપદ્રવીત ફળને તોડી જમીનમાં દાટી નાશ કરવા. વાવણી ના 45 દિવસ બાદ 7 દિવસ ના અંતરે 6 વાર ખેતરમાં છોડો: 20000 ટ્રાઇકોગામાં / એકર (1 ટ્રાઇકોકાર્ડ / એકર).
રાસાયણિક નિયંત્રણ માટે, ઇંડોક્ષાકાર્બ14.5SC (સરવાદા/અવાંટ) @5ml + સ્ટિકર (સંદોવિત/અપ્સા80) @6ml/10Ltr પાણી અથવા સ્પીનોસેડ45SC (સ્પીન્ટોર, ટ્રેસર) @7.5ml/15Ltr પાણી અથવા ફિપ્રોનિલ 5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @ 30ml/15Ltr પાણી અથવા લેમ્ડાસાઈલોહેથ્રિન5EC (કરાટે, સિલ્વા પ્લસ, રીવા 5) @7.5 ml/15Ltr પાણી અથવા થાયોડીકાર્બ 75WP(લાર્વીન, ચેક) 40 ગ્રામ/15 લિટર પાણી મુજબ છાંટો
પાન ખાનાર ઇયળ
કાતરા દિવસમાં જમીન માં સંતાઈ જાય છે અને રાત્રે નુકસાન કરે છે. તેને રોકવા ખેતરમાં કેટલીક જગ્યાએ સૂકા ઘાસની નાની ઢગલી કરવી, દિવસમાં ઇયળ ઘાસની ઢગલી નીચે હોય તેને ભેગી કરો અને મારી નાખો. વધુ ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ20EC (ટ્રેકડેન, ફોર્સ, ટાફાબાન) 2 લિટર અથવા 500 મિલી ફીપ્રોનીલ 5%SC (રેજંટ, સલ્વો) પિયતના પાણી સાથે 1 એકરમાં આપવી અથવા 150gm ફિપ્રોનિલ + ઇમિડાક્લોપરીડ80WG (લેસેટા)/એકર/250Ltr પાણી મુજબ મૂળવિસ્તારમાં આપવી.
ખેતી વિષયક કોઈ પણ માહિતી મેળવવા મુલાકાત લેતા રહો krushijivan.blogspot.com
જો તમે ઓર્ગેનીક ખેતી કરવા માંગો છો તો સંપર્ક કરો મો. 9714989219 અને નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ ઓર્ગેનીક ખેતીની શરૂઆત કરો....
No comments:
Post a Comment