ગ્રીનહાઉસ એટલે પ્લાસ્ટીક કે અન્ય પારદર્શક
અથવા અર્ધપારદર્શક આચ્છાદિત ફ્રેમ સાથેનૂ માળખુ.જેમા પાકની જરૂરીયાત મુજબ અંદરનુ
વાતાવરણ બદલી શકાય છે. શિયાળામા વધુ ઠંડીને કારણે , ચોમાસામા
વધુ વરસાદના કારણે અને ઉનાળામા વધુ પડતી ગરમીના કારણે પાકો નિષ્ફળ જાય છે ,
આમ કમોસમી પાકો લેવા માટે ગ્રીનહાઉસની ખાસ જરૂરીયાત રહે છે.
ગ્રીનહાઉસ બનાવવા માટે
ધ્યાનમા રાખવાની બાબતો:
૧. સ્થળ આજુબાજુની
જગ્યા કરતા ઊંચાઈ ઉપર હોવુ જોઈયે . જમીનનો ઢાળ એ રીતે હોવો જોઈયે કે ચોમાસામા
વરસાદના પાણીનો નીકાસ સારી રીતે થઈ શકે. આ માટે વરસાદના પાણીના નીકાસની વ્યવસ્થા
પણ કરવી જોઈયે.
૨. પિયતના પાણીની
ગુણવત્તા સારી હોવી જોઈયે. અર્થાત તેનુ પી.એચ. ૦.૫ થી ૭.૦ અને વિધ્યુતવાહકતા ૦.૧
થી ૦.૩ એમ. એસ / સે.મી. હોવુ જોઈયે.
૩. માટીના પી.એચ. ૫.૫
થી ૬.૫ અને વિદ્યુતવાહકતા ૦.૫ થી ૦.૭ એમ. એસ./સે.મી. હોવુ જોઈયે.
૪. સ્થળની પસંદગી ઉપર
નહેરેનુ પાણી મળે તો વધારે હિતાવહ છે.
૫. ગ્રીન હાઊસ હંમેસા
મોટા ઝાડ અને ઇમારતથી દુર હોવુ જોઈયે. જેથી સુર્યપ્રકાશનો અવરોધ ન થાય .
૬. સ્થળ પ્રદુષણ મુક્ત
હોવુ જોઈયે. તથા આજુબાજુમા કોઈપણ પ્રકારના ઊદ્યોગ ન હોવા જોઈયે.
૭. પોલી હાઊસના સ્થળ
રોડની નજીક હોવાથી ઉત્પાદિત કરેલ ઉત્પાદનની તેમજ અન્ય વસ્તુઓની આવક અને જાવક
સહેલાઈથી કરી શકાય છે.
૮. જમીન નિર્જીવીકરણ
વર્ષમા એક વાર જરૂરથી કરાવવુ જેથી જમીનજન્ય રોગ અને જીવાતનો નિયંત્રણ કરી શકાય અને
ન કરો તો જૈવિક દવાથી નિયંત્રણ કરવુ જોઈયે.
No comments:
Post a Comment