વડા પ્રધાન મોદીએ મંગળવારે દિલ્હીમાં યુવા સીઈઓ સાથે વાતચીમતમાં ફરી એકવાર ખેડૂતોની આવકને બમણી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ફૂડ પ્રોસેસિંગના મહત્વ અંગે બોલતા વડા પ્રધાને જણાવ્યું હતું કે," ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અછતને કારણે કૃષિ ક્ષેત્ર વિશાળ નુકસાન તરફ આગળ વધી રહ્યું છે. કૃષિ ક્ષેત્રમાં અપૂરતી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે, દર વર્ષે રૂ. 1 લાખ કરોડની કૃષિ પેદાશોનો નાશ થાય છે.નાણાકીય સંસ્થાઓ અને રિયલ એસ્ટેટના લોકો માટે આ ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે એક મોટી તક પણ છે."
મોદીએ કહ્યું કે કૃષિ આધારિત અર્થતંત્ર ઘરાવતા ભારત જેવા દેશને લાકડું આયાત કરવાની જરૂર છે તે જાણીને આશ્ચર્ય થાય છે.તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોને તેમના ખેતરોની કિનારે લાકડાની માટે ઝાડ વાવવા અને તેને કાપીને વેચવા માટે પરવાનગી આપવા માટે એક નીતિ બનાવી શકાય તેમ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "સરકાર પાસે લાકડાની આયાત ઘટાડવાની અને ખેડૂતોને સહાય આપવાનો વિકલ્પ છે".
પ્રધાનમંત્રીએ પશુપાલન, મરઘા અને મત્સ્યોદ્યોગને પણ પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો.
વિશ્વની જરૂર છે તે ખોરાક વાવો
મોદીએ પશ્ચિમ એશિયાના મોટા ભાગના દેશોને 'ઓઇલ ફોર ફૂડ' (તેલ ખાદ્ય માટે) યોજનાના વિસ્તારનો કરવાની દરખાસ્ત કરી હતી.
તેમણે કહ્યું કે, "પશ્ચિમ એશિયાના દેશો પાણી અને કૃષિ ઉત્પાદનો માટે ચિંતિત છે. તો શુ આપણે આ દેશોની પોષણ સબંધી જરૂરિયાતોનો અભ્યાસ કરી ભારતના ખેડૂતો તેમની જરૂરિયાત આધારિત ખોરાકને વિકસાવે અને નિકાસ કરી ન શકીએ?, જો આપણે પશ્ચિમ એશીયાઇ જેશોની જરૂરિયાતને સંતોષવાની ખાતરી આપી શકીએ તો તેઓ આપણે ઓઇલ(પેટ્રોલ-ડિઝલ) સંબધિત જરૂરિયાત સંતોષવાની ખાતરી આપી શકે છે."
આવી જ એક યોજના ભારત અને ઇરાન વચ્ચે રજુ કરવામાં આવી છે જ્યારે ઇરાન પર અમેરિકી પ્રતિબંધોને કારણે ઇરાનને અન્ય દેશો સાથે ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના વેપારમાં ફટડો પડ્યો હતો.
Thursday, 31 August 2017
સરકાર ખેતરોમાં ઝાડ વાવવા અને કાપવાની મંજુરી આપી શકે છે: વડાપ્રધાન મોદી
Labels:
#krushijivan
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment