ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Thursday, 13 July 2017

ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

છેલ્લા કેટલાક દિવસોથી સોરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યમાં ઝાપટાઓ વરસી જાય છે. પરંતુ આવતી કાલથી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.આજે રાજ્યમાં અમદાવાદ સહિત ઘણી જગ્યાએ ધીમી ધારે વરસાદ વરસવાનુ ચાલુ હતું.

હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું છે કે, ગુજરાત ઉપર અપરએર સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જે ગુજરાત તરફ વધી રહી છે. એ જ રીતે ઉત્તર પ્રદેશ ઉપર લોપ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. સિસ્ટમ મધ્ય પ્રદેશ થઈ ગુજરાત તરફ આગળ વધી રહી છે, બન્ને સિસ્ટમ રાજ્યમાં ભારે વરસાદ લાવશે.

વધુમાં 14થી 16 જુલાઈ દરમિયાન સોરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના લગભગ તમામ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સરકાર દ્વારા તંત્રને એલર્ટ કરી દેવાની સાથે માછીમારોને દરિયામાં જવા સૂચના આપવામાં આવી છે.

No comments:

Post a Comment