જીવાત નિયંત્રણ
થ્રીપ્સ
થ્રીપ્સથી પાનમાથી રસ ચૂસે છે. શરૂઆતમાં થ્રીપ્સની વૃદ્ધિ નીંદણ પર થાય છે પછી તે છોડ પર હુમલો કરે છે માટે ખેતર ને નીંદણ મુક્ત રાખવું. તેના નુકસાન થી કોકડવા ફેલાઈ શકે છે. જો ઉપદ્રવ વધુ હોય તો, ફિપ્રોનિલ5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @30ml/15Ltr પાણી અથવા ઇમિડાક્લોપ્રીડ 350 SC (કોન્ફિડોર સુપર) 30 મિલી/એકર, 200 લિટર પાણી અથવા લેમડાસાઈલોહેથ્રીન5EC (કરાટે,રીવા) @15-20ml/15Ltr પાણી મુજબ છાંટો.
પાન કથીરી
પાન કથીરી પાનમાથી રસ ચૂસે છે. નિયંત્રણ માટે ફેનાઝાક્વીન10EC (મેજેસ્ટિક, મેજીસ્ટાર) @25ml/15Ltr પાણી અથવા 20gm ડાયફેન્થિયુરોન (પેગાસસ, પજેરો)/15Ltr પાણી અથવા સ્પાઇરોમેસિફેન240SC (ઓબેરોન) @18ml/15Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડ1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી પ્રમાણે છાંટો.
લીલી ઇયળ
આ ઇયળ મરચાં ના ફળ ને અડધી અંદર અડધી બહાર રહી નુકસાન કરે છે.
ઇયળ નિયંત્રણ માટે 2-3 ટ્રેપ/એકર પ્રમાણે ફેરોમેન ટ્રેપ લગાવવા.
ઉપદ્રવીત ફળને તોડી જમીનમાં દાટી નાશ કરવા. વાવણી ના 45 દિવસ બાદ 7 દિવસ ના અંતરે 6 વાર ખેતરમાં છોડો: 20000 ટ્રાઇકોગામાં / એકર (1 ટ્રાઇકોકાર્ડ / એકર).
રાસાયણિક નિયંત્રણ માટે, ઇંડોક્ષાકાર્બ14.5SC (સરવાદા/અવાંટ) @5ml + સ્ટિકર (સંદોવિત/અપ્સા80) @6ml/10Ltr પાણી અથવા સ્પીનોસેડ45SC (સ્પીન્ટોર, ટ્રેસર) @7.5ml/15Ltr પાણી અથવા ફિપ્રોનિલ 5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @ 30ml/15Ltr પાણી અથવા લેમ્ડાસાઈલોહેથ્રિન5EC (કરાટે, સિલ્વા પ્લસ, રીવા 5) @7.5 ml/15Ltr પાણી અથવા થાયોડીકાર્બ 75WP(લાર્વીન, ચેક) 40 ગ્રામ/15 લિટર પાણી મુજબ છાંટો.
પાન ખાનાર ઇયળ
કાતરા દિવસમાં જમીન માં સંતાઈ જાય છે અને રાત્રે નુકસાન કરે છે. તેને રોકવા ખેતરમાં કેટલીક જગ્યાએ સૂકા ઘાસની નાની ઢગલી કરવી, દિવસમાં ઇયળ ઘાસની ઢગલી નીચે હોય તેને ભેગી કરો અને મારી નાખો. વધુ ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ20EC (ટ્રેકડેન, ફોર્સ, ટાફાબાન) 2 લિટર અથવા 500 મિલી ફીપ્રોનીલ 5%SC (રેજંટ, સલ્વો) પિયતના પાણી સાથે 1 એકરમાં આપવી અથવા 150gm ફિપ્રોનિલ + ઇમિડાક્લોપરીડ80WG (લેસેટા)/એકર/250Ltr પાણી મુજબ મૂળવિસ્તારમાં આપવી.
રોગ નિયંત્રણ
ધરૂનો કોહવારો
આ રોગમાં બીજ જમીનમાં અંકુર પહેલા સડી જાય છે.
નિયંત્રણ:
ધરૂવાડિયું એક ની એક જગ્યાએ કરવું નહિ.
ધરૂવાડિયા માટેની જગ્યા ઉચાણાવાળી અને જમીન સારા નિતારવાળી પસંદ કરવી.
ધરૂવાડિયા માટે પસંદ કરેલ જગ્યામાં ઉનાળામાં ઊંડી ખેડ કરવી.
હમેશા ગાદી ક્યારા પર ધરૂ ઉગાડવું.
ધરૂવાડિયા ની જગ્યા પર રાબીંગ કરવું.
ધરૂવાડિયા માટે પસંદ જગ્યામાં સોઇલ સોલેરાઇઝેસન કરવું.
બીજને વાવતા પહેલા 3 ગ્રામ થાયરમ કે કેપ્ટાન દવા નો 1 કિલો બીજ ને પટ આપવો.
અસરગ્રસ્ત છોડના મૂળવિસ્તારમાં 30gm કાર્બેંડાઝીમ12%+મેંકોઝેબ63%WP(સિક્સર,સાફ)/15Ltr પાણી મુજબ રેડો.
કોકડવા
આ રોગના વિષાણુ સફેદમાખી થી ફેલાય છે. થ્રીપ્સ અને પાનકથીરી ના નુકસાન થી પણ કોકડવા ફેલાય છે. સફેદમાખી અને પાન કથીરી નિયંત્રણ માટે 20gm ડાયફેન્થિયુરોન (પેગાસસ, પજેરો)/15Ltr પાણી અથવા સ્પાઇરોમેસિફેન240SC (ઓબેરોન) @18ml/15Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડ1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી પ્રમાણે છાંટો.
જીવાણુ થી થતાં પાનના ટપકા
આ રોગ સામાન્ય રીતે ઓગસ્ટથી સપ્ટેમ્બર માસ દરમ્યાન વધુ જોવા મળે છે. પાન, થડ અને ફળ પર શરૂઆતમાં નાના, મોટા ટપકા થાય છે. નિયંત્રણ માટે સ્ટ્રેપ્ટોસાયકલીન @1gm + કોપરઓક્સિક્લોરાઈડ50WP (બ્લૂ કોપર) @ 45gm / 15ltr પાણી મુજબ છાંટો.
કાલવ્રણ અથવા પરિપક્વ ફળનો સડો
આ રોગ ની શરૂઆતમાં નાની અને મોટી ડાળીયો સુકાય છે. વરસાદ બંધ થયા બાદ જો ઠંડી અને ઝાકળ પડે તો આ રોગ વધુ ફેલાય છે. ફળ પર કાળા ગોળ ડાઘ પડે છે. બીજને વાવતા પહેલા 3 ગ્રામ થાયરમ કે કેપ્ટાન દવા નો 1 કિલો બીજ ને પટ આપવો. નિયંત્રણ માટે મેટાલેક્સિલ 8% + મેંકોજેબ64WP (રિડોમિલ, સંચાર) @30gm/15Ltr પાણી અથવા બાઇટરલેટોન25WP (બાયકોર) @30ગ્રામ/15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) @30ml/15Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ250EC (ફોલિકુર, ટોર્ક) @15ml/15Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ12% + મેંકોઝેબ63WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ) @30gm/15Ltr પાણી મુજબ છાંટો.
ગઠવા કૃમિ
કૃમિ માત્ર મૂળ ને નુકસાન પહોચાડતા નથી પરંતુ અનેક રોગો નું મૂળ છે. આગોતરા નિયંત્રણ માટે ગલગોટા આંતરપાક તરીકે વાવવા. અને 1 ટન/હેક્ટર મુજબ લીમડા નો ખોળ જમીન માં ઉમેરવો.
મરચાં, રીંગણ આંતરપાક તરીકે લેવા નહીં. આ પાક કૃમિ ને અનુકૂળ છે અને તેનાથી કૃમિ ફેલાય છે.
રાસાયણિક નિયંત્રણ માટે ફોરેટ 10G @10-20 gm/ છોડ અથવા કાર્બોફ્યુરાન 3G @20-40gm/ છોડ મુજબ છોડના મૂળ આસપાસ રિંગ માં આપી માટી થી ઢાંકો.
જાણો ઓર્ગેનીક ખેતી વિશે અહિ ક્લિક કરો
9898730138
ReplyDeleteકલય 9624694270
ReplyDelete