ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Tuesday, 10 January 2017

રીંગણની ખેતીમા જીવાત તથા રોગ નિયંત્રણ

જીવાત નિયંત્રણ
ડૂંખ અને ફળ કોરી ઇયળ

ફળ અને ડૂંખ ખાનાર ઈયળથી 92% જેટલું નુકશાન થઈ શકે છે.

ફળ અને ડૂંખ ખાનાર ઇયળનો ઉપદ્રવ ઓછો કરવા દર અઠવાડિયે ઉપદ્રવીત ડૂંખ વીણી તેનો ઇયળ સહિત નાશ કરવો.

ફળ અને ડૂંખ ખાનાર ઇયળના નિયંત્રણ માટે ફેરોમેન ટ્રેપની સેપ્ટા છોડથી થોડે ઊચે રહે એ રીતે ટ્રેપ ગોઠવો.પાકના વિકાસ મુજબ સમયાંતરે ટ્રેપની ઊંચાઈ વધારતા રહો.

ફળ અને ડૂંખ ખાનાર ઇયળનો ઉપદ્રવ ઓછો કરવા ટ્રેપની સેપ્ટા ને 50-60 દિવસ ના અંતરે બદલવી જોઈએ અને ટ્રેપમાં ફસાયેલ ઇયળનો નાશ કરવો જોઈએ.

રાસાયણિક નિયંત્રણ માટે, ઇંડોક્ષાકાર્બ14.5SC (સરવાદા/અવાંટ) @5ml + સ્ટિકર (સંદોવિત/અપ્સા80) @6ml/10Ltr પાણી અથવા સ્પીનોસેડ45SC (સ્પીન્ટોર, ટ્રેસર) @7.5ml/15Ltr પાણી અથવા ફિપ્રોનિલ 5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @ 30ml/15Ltr પાણી અથવા લેમ્ડાસાઈલોહેથ્રિન5EC (કરાટે, સિલ્વા પ્લસ, રીવા 5) @7.5 ml/15Ltr પાણી અથવા થાયોડીકાર્બ 75WP(લાર્વીન, ચેક) 40 ગ્રામ/15 લિટર પાણી મુજબ છાંટો.
તડતડિયા

[Image Source: ICAR-NCIPM]
તડતડિયા પાન માથી રસ ચૂસે છે. તડતડિયા ઓછા હોય તો કેતકીનો રસ @350ml/15Ltr પાણી મુજબ છાંટો. વધુ હોય તો ઈમીડાક્લોપ્રિડ(કાન્ફીડોર,ટાટામીડા)@3ml/10Ltr પાણી કે થાયોમેથોક્ઝામ (એક્તારા/અનંત)@4gm/10Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડે1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી મુજબ છાંટો.
સફેદમાખી
સફેદમાખી પાનમાથી રસ ચૂસે છે. જેનાથી પાન કોકડાઈ ને સુકાઈ જાય છે. નિયંત્રણ માટે 20gm ડાયફેન્થિયુરોન (પેગાસસ, પજેરો)/15Ltr પાણી અથવા સ્પાઇરોમેસિફેન240SC (ઓબેરોન) @18ml/15Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડ1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી પ્રમાણે છાંટો.
મોલો

મોલોમશી પાન માથી રસ ચૂસે છે. મોલોમશી ઓછી હોય તો કેતકીનો રસ @350ml/15Ltr પાણી મુજબ છાંટો. વધુ હોય તો ઈમીડાક્લોપ્રિડ(કાન્ફીડોર,ટાટામીડા)@3ml/10Ltr પાણી કે થાયોમેથોક્ઝામ (એક્તારા/અનંત)@4gm/10Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડે1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી મુજબ છાંટો.
પાનકથીરી
પાન કથીરી પાનમાથી રસ ચૂસે છે. નિયંત્રણ માટે ફેનાઝાક્વીન10EC (મેજેસ્ટિક, મેજીસ્ટાર) @25ml/15Ltr પાણી અથવા 20gm ડાયફેન્થિયુરોન (પેગાસસ, પજેરો)/15Ltr પાણી અથવા સ્પાઇરોમેસિફેન240SC (ઓબેરોન) @18ml/15Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડ1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી પ્રમાણે છાંટો.
લેસવિંગ બગ
ઓળખ: બચ્ચા આછા લીલા કે પીળા રંગના અને કાળા ટપકા વાળા હોય છે. જ્યારે પુખ્ત બદામી રંગના અને સફેદ રંગની જાળી વાળી પાંખ ધરાવે છે.
નુકશાન: બચ્ચા અને પુખ્ત બંને પાનમાથી રસ ચૂસી નુકશાન કરે છે પરિણામે પાન પર વિશિષ્ટ પ્રકાર ના સફેદ પડતાં પીળા રંગના ડાઘા પડે છે.
જો ઉપદ્રવ ઓછો હોય તો કેતકીનો રસ @350ml/15Ltr પાણી મુજબ છાંટો. વધુ હોય તો ઈમીડાક્લોપ્રિડ (કાન્ફીડોર, ટાટામીડા) @3ml/10Ltr પાણી કે થાયોમેથોક્ઝામ (એક્તારા/અનંત) @4gm/10Ltr પાણી અથવા એસિફેટ 50% + ઇમિડાક્લોપ્રીડે 1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી મુજબ છાંટો.
એપીકલ બીટલ
આ જીવાત ચણાની દાળ જેવા અર્ધગોળાકાર અને કથ્થાઇ રંગની હોય છે. તે પાનની નસો વચ્ચે નો લીલો ભાગ ખાય છે. રાસાયણિક નિયંત્રણ માટે, ઇંડોક્ષાકાર્બ14.5SC (સરવાદા/અવાંટ) @5ml + સ્ટિકર (સંદોવિત/અપ્સા80) @6ml/10Ltr પાણી અથવા સ્પીનોસેડ45SC (સ્પીન્ટોર, ટ્રેસર) @7.5ml/15Ltr પાણી અથવા ફિપ્રોનિલ 5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @ 30ml/15Ltr પાણી અથવા લેમ્ડાસાઈલોહેથ્રિન5EC (કરાટે, સિલ્વા પ્લસ, રીવા 5) @7.5 ml/15Ltr પાણી અથવા થાયોડીકાર્બ 75WP(લાર્વીન, ચેક) 40 ગ્રામ/15 લિટર પાણી મુજબ છાંટો.
રોગ નિયંત્રણ
ધરૂનો કોહવારો
આ રોગમાં બીજ જમીનમાં અંકુર પહેલા સડી જાય છે.
નિયંત્રણ:
ધરૂવાડિયું એક ની એક જગ્યાએ કરવું નહિ.
ધરૂવાડિયા માટેની જગ્યા ઉચાણાવાળી અને જમીન સારા નિતારવાળી પસંદ કરવી.
ધરૂવાડિયા માટે પસંદ કરેલ જગ્યામાં ઉનાળામાં ઊંડી ખેડ કરવી.
હમેશા ગાદી ક્યારા પર ધરૂ ઉગાડવું.
ધરૂવાડિયા ની જગ્યા પર રાબીંગ કરવું.
ધરૂવાડિયા માટે પસંદ જગ્યામાં સોઇલ સોલેરાઇઝેસન કરવું.
બીજને વાવતા પહેલા 3 ગ્રામ થાયરમ કે કેપ્ટાન દવા નો 1 કિલો બીજ ને પટ આપવો.
અસરગ્રસ્ત છોડના મૂળવિસ્તારમાં 30gm કાર્બેંડાઝીમ12%+મેંકોઝેબ63%WP(સિક્સર,સાફ)/15Ltr પાણી મુજબ રેડો.
પાનના ટપકા
રીંગણાંમાં પાનના ટપકાનો રોગ બે પ્રકારની ફૂગથી થાય છે. ઓલ્ટરનેરીયા સોલાની નામની ફૂગથી થતાં ટપકાના રોગને કારણે પાન પર એકાતરા વર્તુળાકાર ડાઘા પડે છે. ઘણી વાર ફળ પર પણ આવા ડાઘા પડે છે અને તેનાથી ફળ પીળા પડી ખરી પડે છે. સરકોસ્પોરા નામની ફૂગથી થતાં ટપકાના રોગની શરૂઆત પાન પર ખૂણાવાળા અનિયમિત આકારના પીળા ધાબા પડે છે અને સમય જતાં આ ધાબા ભૂખરા રંગના બની જાય છે. આવા ધાબાની વચ્ચે ફૂગના બીજાણુ બને છે. રોગ ઉગ્ર સ્વરૂપમાં હોય ત્યારે આવા પાન ખરી પડે છે. આગોતરા નિયંત્રણ માટે એક કિલો બીજ દીઠ 2 ગ્રામ થાઈરમ અથવા કેપ્ટાન દવાનો પટ આપીને વાવેતર કરવું. ઊભા પાકમાં નિયંત્રણ માટે બાઇટરલેટોન25WP (બાયકોર) @30ગ્રામ/15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) @30ml/15Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ250EC (ફોલિકુર, ટોર્ક)@15ml/15Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ12% + મેંકોઝેબ63WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ) @30gm/15Ltr પાણી મુજબ છાંટો.
લઘુપર્ણ

આ રોગ ફાયટોપ્લાઝમા નામના સૂક્ષ્મજીવાણુ થી થાય છે. આ રોગમાં પાન નાના કદના અને ઝૂમખીયા બની જાય છે. છોડની વૃદ્ધિ થતી નથી. વિકૃતી પેદા થઈ ડાળી જાડી થઈ જાય છે. છોડ નાનો રહે છે. જો આ રોગ છોડની ફૂલ આવવાની અવસ્થા પહેલા આવે તો પર્ણગુચ્છ સ્વરૂપે દેખાય છે અને છોડ પર એક પણ ફૂલ બેસતું નથી અને જો મોદી અવસ્થામાં આવે તો થોડા ફાળો છોડ પરથી મળે છે. આ રોગ તડતડીયા મારફતે ફેલાય છે. તડતડિયા ઓછા હોય તો કેતકીનો રસ @350ml/15Ltr પાણી મુજબ છાંટો. વધુ હોય તો ઈમીડાક્લોપ્રિડ(કાન્ફીડોર,ટાટામીડા)@3ml/10Ltr પાણી કે થાયોમેથોક્ઝામ (એક્તારા/અનંત)@4gm/10Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડે1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી મુજબ છાંટો.
પાન અને ડાળી નો સુકારો અને ફળનો કોહવારો

આ રોગ ફોમોપ્સિસ નામની ફૂગથી થાય છે. આ રોગ માં પાન ઉપર ઘેરા ભૂરા ટપકા પડે છે. આ ટપકાની આજુબાજુ અનિયમિત આકારની કાળી કિનારી બને છે. ફળ ઉપર ધુલિયા રંગના ધાઘા દેખાય છે અને તે ડાઘામાથી ફળ નો સડો શરૂ થાય છે.
આગોતરા નિયંત્રણ માટે એક કિલો બીજ દીઠ 2 ગ્રામ થાઈરમ અથવા કેપ્ટાન દવાનો પટ આપીને વાવેતર કરવું. ઊભા પાકમાં નિયંત્રણ માટે બાઇટરલેટોન25WP (બાયકોર) @30ગ્રામ/15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) @30ml/15Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ250EC (ફોલિકુર, ટોર્ક)@15ml/15Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ12% + મેંકોઝેબ63WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ) @30gm/15Ltr પાણી મુજબ છાંટો.
ગઠવા કૃમિ
કૃમિ માત્ર મૂળ ને નુકસાન પહોચાડતા નથી પરંતુ અનેક રોગો નું મૂળ છે. આગોતરા નિયંત્રણ માટે ગલગોટા આંતરપાક તરીકે વાવવા અને 1 ટન/હેક્ટર મુજબ લીમડા નો ખોળ જમીન માં ઉમેરવો. મરચાં, રીંગણ આંતરપાક તરીકે લેવા નહીં. આ પાક કૃમિ ને અનુકૂળ છે અને તેનાથી કૃમિ ફેલાય છે.
રાસાયણિક નિયંત્રણ માટે ફોરેટ 10G @10-20 gm/ છોડ અથવા કાર્બોફ્યુરાન 3G @20-40gm/ છોડ મુજબ છોડના મૂળ આસપાસ રિંગ માં આપી માટી થી ઢાંકો.

ઓર્ગેનીક ખેતી કરવા માંગતા ખેડુતો ખાસ જુઓ અહિ ક્લિક કરો

No comments:

Post a Comment