ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Monday, 12 December 2016

મુખ્ય પોષક તત્વો


નાઈટ્રોજન:
કાર્યો:
‌- નીલકણ , જીવરસ , પ્રોટીન અને ન્યુક્લિક અમ્લનુ મહ્ત્વનુ ઘટક છે.
- તમામ સજીવ કોષોની વૃધ્ધિ અને વિકાસ કરે છે.
- પાંદડાંવાળા શાકભાજી અને ઘાસચારાની ગુણવત્તા સુધારે છે.
- અનાજ અને ઘાસચારાના પાકમા પ્રોટીનનુ પ્રમાણ વધારે છે.
- પાકની વૃધ્ધિ ઝડપી બનાવે છે. અને પાદડાના ઉત્પાદનમા વધારો કરે છે.
- ઓછા નાઈટ્રોજનયુક્ત સેન્દ્રિય પદાર્થના વિઘટન દરમ્યાન જમીનમા સુક્ષ્મ જીવાણુઓને  આહાર પુરો પાડે છે.
નાઈટ્રોજનની ઊણપના ચિન્હો:
- રોગિષ્ટ પીડાશ પડતો લિલો રંગ.
- સ્પષ્ટ રીતે ધીમી તથા કુઠિત વૃધ્ધિ.
-જુના પાદડા પર હલકા લીલાથી ઝાંખો પીળો રંગ દેખાય. તેની શરૂઆત પાનની ટોચ ઉપરથી થાય છે. પાંદડા સુકાઈ જાય અથવા ખરી પડે છે.
- જો  ઊણપ વધારે હોય તો ફુલ બેસતા નથી અને પાકનુ ઉત્પાદન ઓછુ આવે છે.
- છોડ્નુ અપુરતુ વીકાસ થાય છે તથા પ્રોટીનનુ પ્રમાણ ઘટી જાય છે.
ફોસ્ફરસ:
કાર્યો:
- ન્યુક્લિક અમ્લ, પ્રોટીન્સ, ફોસ્ફોલીપીડસ એન્ઝાઇમ જેવા ફોસ્ફેટાઈડ્સનુ તેમજ છોડના કોષકેંદ્રનુ અગત્યનુ ઘટક છે.
- કોષના વિભાજનમા તેમજ આલ્બ્યુમીન અને ચરબીના સંશ્લેષણમા આવશ્યક છે.
- ફળ , ફુલ અને બી બનાવવામા જરૂરી છે.
- પાકની પરીપક્વતા વહેલી આવે છે અને છોડના પ્રકાંડને મજબુત બનાવે છે.
- નવી કુપળો , મૂળ તંતુઓની વૃધ્ધિ અને રોગનો પ્રતિકાર કરવાની શક્તિ વધારે છે.
- કઠોળ વર્ગના રહેલા બેક્ટેરીયાને ઉત્તેજિત કરી જમીનમા વધારે નાઈટ્રોજનનુ સ્થિતિકરન કરે છે.
- શક્તિની હેરફેરમા તેમજ શર્કરા, ચરબી અને એમિનો એસિડની રાસાયણની ક્રિયામા તેમજ ઉપચયનમા અગત્યનુ ભાગ ભજવે છે.
ઊણપના ચિન્હો:
- પાક નીચો રહે છે.મુળનો વિકાસ બરાબર થતો નથી.
- પાન ઘેરા લીલા બને છે, નાના રહે છે અને થોડા વખત પછી જાંબુડા રંગના થતા જાય છે.
- મુળ અતી નાના રહે છે અને તેની છાલ જાડી થાય છે. રંગ સારો રહેતો નથી.
- પાક મોડો પાકે છે , બીજ તથા ફળોનો વિકાસ ઓછો થાય છે.
- કઠોળ વર્ગના પાકમા પાન તથા ડિંટ સિધા રહે છે અને છોડ ચીમળાઈ ગયેલો જણાય છે.
પોટેશિયમ:
કાર્યો:
- છોડને તંદુરસ્ત રાખે છે, તેમન રોગનો પ્રતિકાર કરવાની શક્તિ આપે છે.
- મેદો બનાવવા માટે તેમજ છોડમા શર્કરાના વહન માટે તેમજ મેદાના સંશ્લેષણ માટે જરૂરી છે.
- ધાન્યપાકો અને કંદમુળ પાકોમા બીજ અને કંદનુ કદ વધારે છે અને ફળફળાદિ અને શાકભાજીની ગુણવત્તા સુધારે છે.
- પરાળ અને સાંઠા મજબુત બનાવે છે.
- તે પાદડાના નીલકણ બનાવવામા મદદ કરે છે. ઠંડા અને વાદળિયા હવામાનમા પ્રકાશનો વધુ ઉપયોગ કરે છે. અને આ રીતે ઠંડી તથા વિપરીત અસરોનો મુકાબલો કરવાની છોડની ક્ષમતા વધારે છે.
ઊણપના ચીન્હો:
- મુખ્ય અસર પાંદડા ઉપર જોવા મળે છે, પાંદડા સુકા લાગે છે અને તેની કિનારી તેમજ પાનની સપાટી બદામીરંગની લાગે છે.
- અનાજના પાકો અને ઘાસચારા પાકોમા પાદડાની અણીથી વળી જવાનુ શરૂ થાય છે. અને મધ્ય ભાગમા પાદડાની નસ લીલી રહે છે.
- છોડવાની વૃધ્ધિ મંદ અને કુંઠિત થઈ જાય છે.
- થડ નબળુ રહે અને છોડ સહેલાઈથી ઢળી પડે છે.
- બીજ અને ફળો ચિમળાયેલા જણાય છે.
કેલ્શીયમ:
કાર્યો:
- કેલ્શિયમ પેક્ટેટૅ રૂપે કોષ- દિવાલનૂ ઘટક તથા કોષરસમા કેલ્શિયમ આયન તરીકે ઉપસ્થિત હોય છે.
- તંતુમુળની વહેલી રચના કરે છે અને તેની વૃધ્ધિ ઝડપી બનાવે છે.
- ક્રોમોઝોનનુ બંધારણ જાળવી રાખે છે.
- છોડમા સામાન્ય તાકાત વધારે છે , કડક બનાવે છે ફુલ બનાવાની ક્રિયામા પણ તે ઉપયોગી છે.
- અમુક કાર્બોનીક અમ્લો સાથે લવનો બનાવિ છોડની અંદર અમ્લતાની અસર પર અંકુશ રાખે છે.
- બીજ ઉત્પાદનમા તથા પ્રોટીનની બનાવટ સાથે સંકળાયેલ છ.
ઊણપના ચિન્હો:
- છોડની અગ્રકલિકા પર સૌ પહેલા અસર કરે છે.
- પાદડા ચિમળાઇ ગયેલા લાગે છે.
- છોડના મુળના વિકાસમા અવરોધ થાય છે અને મુળ સડી જવા માંડે છે.
- જો ઊણપ વધારે હોય તો છોડની સામાન્ય વૃધ્ધિને નુકશાન કરે છે કળિઓ સુકાઈ જાય છે
- કળીઓ અને ફુલ વહેલા ખરવા  માંડે છે
- ઠડ નબળુ પડે છે તથા છોડ બટકો રહે છે.
મેગ્નેશિયમ;
કાર્યો:
- નીલકણ બંધારણમા એકમાત્ર ખનીજ તત્વ તરીકે આવેલુ છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે અગત્યનુ છે.
- શર્ક્રરાના ચયાપચયમા ન્યુકલિક અમ્લના સશ્લેશણ માટે જરૂરી ઉત્સેચકીય પ્રમાણનુ ઉત્તેજન કરે છે.
-  છોડની અંદર શર્કરાની રચના અને હલનચલન માટે જરૂરી.
ઊણપના ચિન્હો;
- જુના પાનની ધારો પર અને નસો વચ્ચેનો ભાગ સૌ પહેલા પીળા બને છે પાન ઉપર ડાઘા પડે છે, નસો લીલી દેખાય છે.
- અતિશય અછત હોય તો અસરગ્રસ્ત કોષમંડળ સુકાઈને ખરી જાય છે.
- પાદડા અસાધારણ રીતે નાના રહે છે બરડ બની જાય  છે અને ધારો પર વળી જાય છે વહેલા પરિપક્વ થઈ તુટી જાય છે.
- થડ નવળા બને છે અને તંતુ મૂળ લાંબા હોય છે.
- ફુટતી ડાળખીઓ નબળી હોય છે. કપાસ જેવા છોડના નીચેના પાન રતાશ પડતા જાંબુડિયા રંગના થઈ ધીમે ધીમે બદામી રંગના દેખાય છે. સાધારણ રીતે તેના પાદડા વહેલા ખરી પડે છે અને ડાળખીઓ ઘણી વખત મરી જાય છે.
ગંધક:
કાર્યો:
- છોડના વિકાસ ને ચયાપચયની ક્રિયા માટે ઘણુ ઉપયોગી છે.
- ડુગળી તથા લસણમ જેવા પાકમા લાક્ષણિક વાસ માટે જવાબદાર છે.
- તે રાઈ અને તેલિબીયા વર્ગના છોડમા બીજના તેલ સંયોજનમા મદદરૂપ થાય છે.
ઊણપના ચિન્હો:
- આખો છોડ એક સરખો પીળો પડી જાય છે નવા પાન ઉપર તેની અસર તરત જ જોવા મળે છે.
- અંકુર ફુટવાની પ્રક્રિયા ધીમી પડિ જાય છે.
- છોડને પાતળુ પ્રકાંડ હોય છે. અને છોડનો ઉગાવો અવ્યવસ્થિત હોય છે. છોડની વૃધ્ધિ મંદ અને કુઠિત થાય છે .
- છોડના ઉપરના કુમળા પાન પીળા રંગના જોવા મળે છે તથા પાનની શીરાઓ પણ પીળી દેખાય છે.
જસત:
કાર્યો:
- જસત એ વનસ્પતીના ઘણા ઉત્સેચકોનુ એક અંગ છે.
- તે ઉત્સેચકો બનાવે છે તથા વનસ્પતી મા જીવરસ તથા ફલિનીકરણ મા ઉપયોગી છે.
તે ઘણી ઉત્સેચકીય પ્રતીક્રીયા માટે જરૂરી છે.
- તે વૃધ્ધિ માટેના અંતઃસ્ત્રાવોની બનાવટમા પણ મદદ કરે છે.
- જસત છોડની વૃધ્ધિ સાથે સંકળાયેલો મહત્વનો તત્વ છે.
ઊણપના ચિન્હો:
- છોડના નીચેના પાદડાઓની નસો વચ્ચેના ભાગમા આછો લીલો કે પીળો રંગ જોવા મળે છે.કેટલાક ભાગમા પાદડા બરડ બની જાય છે અને કથ્થાઈ રંગના ડાઘાઓ પડે છે.
- કળીઓ ફુટે ત્યારે ખુબજ નાના પાન આવે છે અને તેઓ વિકૃત આકૃતીના હોય છે.
- આંતરગાંઠો નાની રહેવાથી છોડ ઠિંગણા લાગે છે.
- અસરગ્રસ્ત કોષો મરી જાય છે છોડ પણ મરી જાય છે , છોડની સંખ્યા ઘટી જતા પાક અવ્યવસ્થિત બને છે.
- પાક મોડો પાકે છે .
- ફળો બરાબર વિક્સતા નથી. છોડના પાન ઝુમખામા આવે છે. ડાંગરનો ખેરા રોગ અને કપાસમા લઘુપર્ણનો રોગ તેની ઊણપથી થાય છે.
લોગ:
કાર્યો:
- લોગ એ હરીતદ્રવ્ય બનાવવામા અને તેના સંલેષણમા ખુબ જ જરૂરી તત્વ છે.
- તે પ્રોટીન ના સંશ્લેષણમા અને ચયાપચયની ક્રિયા માટે જરૂરી છે,
- છોડની પ્રકાશ સંશ્લેષણની ક્રિયામા મદદરૂપ થતુ અગત્યનુ પોષક તત્વ છે.
- છોડ માટે નાઈટ્રોજનના સંગ્રહ માટે ખુબ જરૂરી તત્વ છે.
ઊણપના ચિન્હો:
- લોહની ઉણપથી નવા પાન પીળાશ પડતા અને ફિક્કા જોવા મળે છે.
- તેનો આરંભ પાદડાના ફિક્કા રંગથી શરૂ થાય છે. અને ત્યારબાદ નવા પાદડાની નસો વચ્ચેનો ભાગ પીળો  પડવા માડે છે
- જો ઊણપ વધારે હોય તો આખૂ પાન પિળુ પડી જાય છે અને ધિમે ધીમે આખુ પાન સફેદ થઈ જાય છે.
- ખેતરોમા લોહ તત્વની ઊણપ હંમેશા જોવા મળતી નથી કેટલાક ઠેકાણે છોડવાઓ પીળા પડી જાય છે જ્યારે તેની આજુબાજુના વિસ્તારમા તે લીલા રહે છે.









No comments:

Post a Comment