ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Tuesday, 13 December 2016

ચણાના પાકમા-જીવાતો અને તેનુ નિયંત્રણ...


ઊધઈ
ઊધઈ નો ઉપદ્રવ રેતાળ જમીન માં વધુ જોવા મળે છે. તે મૂળ અને જમીન નજીક થડને ખાય છે જેથી છોડ પીળા પડી સુકાય છે. ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ20EC (ટ્રેકડેન, ફોર્સ, ટાફાબાન) 2 લિટર અથવા 500 મિલી ફીપ્રોનીલ 5%SC (રેજંટ, સલ્વો) પિયતના પાણી સાથે 1 એકરમાં આપવી અથવા 150gm ફિપ્રોનિલ + ઇમિડાક્લોપરીડ80WG (લેસેટા)/એકર/250Ltrપાણી મુજબ મૂળવિસ્તારમાં આપવી.
કાતરા

કાતરા દિવસે જમીનમાં સંતાઈ રાત્રે નુકસાન કરે છે. નિયંત્રણ માટે ક્લોરપાયરીફોસ20EC (ટ્રેકડેન, ફોર્સ, ટાફાબાન) 2 લિટર અથવા 500 મિલી ફીપ્રોનીલ 5%SC (રેજંટ, સલ્વો) પિયતના પાણી સાથે 1 એકરમાં આપવી અથવા 150gm ફિપ્રોનિલ + ઇમિડાક્લોપરીડ80WG (લેસેટા)/એકર/250Ltrપાણી મુજબ મૂળવિસ્તારમાં આપવી.
મોલોમશી

મોલોમશી પાન માથી રસ ચૂસે છે. મોલોમશી ઓછી હોય તો કેતકીનો રસ @350ml/15Ltr પાણી મુજબ છાંટો. વધુ હોય તો ઈમીડાક્લોપ્રિડ(કાન્ફીડોર,ટાટામીડા)@3ml/10Ltr પાણી કે થાયોમેથોક્ઝામ (એક્તારા/અનંત)@4gm/10Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડે1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી મુજબ છાંટો.
પોપટા કોરી ખાનાર ઇયળ

આ જીવાતનું ફૂદું પીળાશ પડતાં બદામી રંગનું હોય છે. ઇયળો ઘણા રંગોમાં જોવા મળે છે પરંતુ ખાસ કરીને લીલા અથવા ભૂરા રંગની અને શરીરની બાજુમાં કાળાશ પડતી રાખોડી રંગની લીટીઓવાળી હોય છે. લીલી ઇયળ અતિશય ખાઉધરી અને બહુભોજી હોય છે. પોપટા કે શિંગોમાં કાણું પાડી શરીરનો ભાગ અડધો ભાગ શિંગોમાં દાખલ કરી ખોરાક લેતી હોય છે. ઇયળ અવસ્થા લગભગ 12 થી 20 દિવસ ની હોય છે તે દરમિયાન ઘણી જ શિંગોમાં કાણાં કરી દે છે. નિયંત્રણ માટે નીચે મુજબ ના ઉપાયો કરવા.

• લીલી ઇયળ પૂર્ણ વિકસિત થયા બાદ જમીનમાં કોશેટા બનાવે છે. આથી પાકની કાપણી બાદ ખેતરમાં ઊંડી ખેડ કરવી. આથી કોશેટા બહાર આવતા પક્ષીઓ અને સૂર્યપ્રકાશની ગરમીથી તેનો નાશ થાય છે.
• શેઢાપાળા પર રહેલ નીંદણ પર ઇયળ નભે છે માટે તેનો નાશ કરવો.
• પ્રકાશપિજર ગોઠવી ફૂદાનો નાશ કરી શકાય.
• 1 એકર માં 40 ની સંખ્યામાં પક્ષીઓને બેસવા માટે T આકાર ના સ્ટેન્ડ ખેતરમાં ઊભા કરવા.
• લીલી ઇયળની ફૂદીને પીળા રંગ પ્રત્યે ઘણું જ આકર્ષણ હોય છે. પાકને ફરતે છૂટાછવાયા ગલગોટા વાવવા અને તેના પર નિયમિત દવાનો છંટકાવ કરવો.

• 1 એકર માં 16 ફેરોમેન ટ્રેપ ગોઠવવા.
• રાસાયણિક નિયંત્રણ માટે, ઇંડોક્ષાકાર્બ14.5SC (સરવાદા/અવાંટ) @5ml + સ્ટિકર (સંદોવિત/અપ્સા80) @6ml/10Ltr પાણી અથવા સ્પીનોસેડ45SC (સ્પીન્ટોર,ટ્રેસર) @7.5ml/15Ltr પાણી અથવા ફિપ્રોનિલ 5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @ 30ml/15Ltr પાણી અથવા લેમ્ડાસાઈલોહેથ્રિન5EC (કરાટે, સિલ્વા પ્લસ, રીવા 5) @7.5 ml/15Ltr પાણી અથવા થાયોડીકાર્બ 75WP(લાર્વીન, ચેક) @40 ગ્રામ/15 લિટર પાણી મુજબ છાંટો.
લીલા તડતડિયા
લીલા તડતડીયા પાન માથી રસ ચૂસે છે. લીલા તડતડીયા ઓછા હોય તો કેતકીનો રસ @350ml/15Ltr પાણી મુજબ છાંટો. વધુ હોય તો ઈમીડાક્લોપ્રિડ (કાન્ફીડોર,ટાટામીડા) @3ml/10Ltr પાણી કે થાયોમેથોક્ઝામ (એક્તારા/અનંત)@4gm/10Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડે1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી મુજબ છાંટો.
સફેદમાખી
સફેદમાખી પાનમાથી રસ ચૂસે છે. જો તે વધુ હોય તો નિયંત્રણ માટે 20gm ડાયફેન્થિયુરોન (પેગાસસ, પજેરો)/15Ltr પાણી અથવા સ્પાઇરોમેસિફેન240SC (ઓબેરોન) @18ml/15Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડ1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી પ્રમાણે છાંટો.
પાન કથીરી
પાન કથીરી પાનમાથી રસ ચૂસે છે. નિયંત્રણ માટે ફેનાઝાક્વીન10EC (મેજેસ્ટિક, મેજીસ્ટાર)@25ml/15Ltr પાણી અથવા 20gm ડાયફેન્થિયુરોન (પેગાસસ, પજેરો)/15Ltr પાણી અથવા સ્પાઇરોમેસિફેન240SC (ઓબેરોન) @18ml/15Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડ1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી પ્રમાણે છાંટો.
રોગ નિયંત્રણ
ઉગસૂક

ઉગસૂક રોગનો ઉપદ્રવ ઓછો કરવા સારી ગુણવત્તાવાળા,નક્કર અને રોગવિનાના બીજ વાવેતરના ઉપયોગમાં લેવા અને બીજ ફોલિને ભેજવાળી જગ્યાએ ન રાખવા.

ઉગસૂક રોગનો ઉપદ્રવ ઓછો કરવા, 2 ઇંચથી વધારે ઊંડું બીજ વાવવું નહીં, આંતરખેડ વખતે છોડ ને નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવું.

ઉગસૂક થી રક્ષણ મેળવવા વાવણી પહેલા 2.5 કિલો ટ્રાઇકોડર્મા વિરડી 50 કિલો સારા કોહવાયેલા છાણિયા ખાતરમાં ભેળવી 1 એકરમાં આપવું.
ગેરૂ

ગેરૂ રોગ માં પાન નીચેની બાજુએ ગેરૂ રંગના અને ઉપર ની બાજુએ પીળા રંગના ટપકા પડે છે. વધુ ઉપદ્રવ હોય તો ડાળિયો સુકાઈ જાય છે. નિયંત્રણ માટે રોગ ની શરૂવાત થતાં જ મેંકોજેબ @25 ગ્રામ/10 લિટર પાણી મુજબ 15 દિવસ ના અંતરે 3 વાર છાંટો. અસરકારક નિયંત્રણ માટે બાઇટરલેટોન25WP (બાયકોર) @30ગ્રામ/15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) @30ml/15Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ250EC (ફોલિકુર, ટોર્ક) @15ml/15Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ12%+મેંકોઝેબ63WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ) @30gm/15Ltr પાણી મુજબ છાંટો.
મૂળનો કહોવારો

જમીનમાં ભેજનું પ્રમાણ અને ઊંચું તાપમાન તથા વાદળછાયું વાતાવરણ અને ધીમી ગતિએ સતત ઝરમર વરસાદવાળું વાતાવરણ આ રોગને અનુકૂળ આવે છે. મૂળ કાળૂ પડી સડી જાય છે. નિયંત્રણ માટે નીચે મુજબ ઉપાયો કરવા,
• ઉનાળામાં ઊંડી ખેડ કરવી.
• એક મહિના માટે જમીનને 25 માઈક્રોનની પારદર્શક પોલીથીલીન શીટના આવરણ દ્વારા તપાવવી.
• જમીનની તૈયારી વખતે 10 ટન પ્રેસમડ અથવા ટ્રાયકોડર્મા હરજીનીયમ ફૂગની વૃદ્ધિ કરેલ હોય તેવું છાણિયું ખાતર 800 કિલો/એકર મુજબ ચાસ માં આપવું.
• વાવણી માટે રોગમુક્ત બીજ અને ખેતરની પસંદગી કરવી.
• સુકાયેલા છોડને ઉપાડીને તેનો નાશ કરવો.
• દર ત્રણ વર્ષે જુવાર કે દિવેલા સાથે પાક ફેરબદલી કરવી.
• 4 ગ્રામ ટ્રાયકોડર્મા હરજીનીયમ અને 2 ગ્રામ વાઇટાવેક્ષ પ્રતિ કિલો બીજ મુજબ માવજત આપી વાવણી કરવી.
• ઊભા પાકમાં રોગ જણાય તો કાર્બેંડાઝીમ 50WP @15 ગ્રામ / 15 લિટર પાણી મુજબ મૂળ વિસ્તારમાં રેડવું.

No comments:

Post a Comment