ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Monday, 28 November 2016

જમીનમા પોષક તત્વોની ઉણપ થવાના કારણો


૧. ઘનિષ્ઠ ખેતી પધ્ધતિનુ પ્રમાણ વધારે થવાથી.
૨. વધારે ઉત્પાદન આપતી સુધારેલી તેમજ હાઈબ્રિડ જાતોનુ વાવેતર વધવાથી.
૩. પાક ફેરબદલીનો અભાવ
૪.છાણિયુ ખાતર, સેન્દ્રિય ખાતરનો ઉપયોગ ઘટવાથી.
૫. પિયત વિસ્તારમા  વર્ષમા એક કરતા વધારે પાક લેવાથી.
  આ ઉપરાંત છોડને આવશ્યક તત્વો ઉપલબ્ધ થવામા અન્ય પરિબળો જેવા કે જમીનની પ્રતિક્રિયા , સુક્ષમજીવાણુની પ્રવૃત્તિ, જમીનની ભૌતિક સ્થિતિ જેવી કે તાપમાન , ભેજ, હવાની અવરજવર, જમીનનુ ધોવાણ , ખારી અથવા ભાસ્મિક જમીન.
 દરેક આવશ્યક પોષક તત્વોનો છોડમા અલગ અલગ અને વિશિષ્ઠ કાર્યો હોય છે. કોઇ પણ આવશ્યક પોષકતત્વોની ઉણપથી છોડની દેહધાર્મિક ક્રિયાઓમા વિક્ષેપ પડે છે. પરિણામે છોડની વૃધ્ધિ અટકી જાય છે. અને છોડ ઉપર ઊણપના ચિંન્હો દેખાવા લાગે છે. અને પાક ઉત્પાદનમા નોધપાત્ર ઘટાડો જોવા મળે છે .

પોષક તત્વોની ઊણપનુ નિવારણ :

   જમીનમા જે પોષક તત્વોની ઊણપ વર્તાતી હોય તેની પ્રમાણસર અને સમયસર જમીનમા પુર્તી કરવાથી અથવા ઊભા પાક પર છંટકાવ કરવાથી ફાયદાકારક અસર થાય છે. જો જમીન ચકાસણીથી ઊણપ નક્કી કરવામા આવી હોય તો શરૂઆતથી જ જે તે પાક માટે પાયાના ખાતર સાથે પુરતા તત્વોનુ પ્રમાણસર ખાતર જમીનમા આપી દેવુ જોઇયે જેથી છોડમા તત્વની ખામી નીવારી શકાય છે. જ્યારે ઊભા પાકમા ઊણપના લક્ષણો જણાય ત્યારે ખુટતા તત્વોની પ્રમાણસર પુર્તી છંટકાવથી કરવી જોઇયે. સેન્દ્રીય ખાતરોમા સુક્ષ્મ તત્વોનુ પ્રમાણ વિશેષ હોવાથી તેની નિયમીત પુર્તિ કરવાથી સુક્ષ્મ તત્વોની ઊણપ મહદઅંશે નિવારી શકાય છે.
વારીશ ખોખર મો. ૭૨૦૨૮૨૪૦૬૩

No comments:

Post a Comment