ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Friday, 25 November 2016

જમીન ચકાસણી માટે જમીનનો નમુનો લેવાની રીત


અગત્યતા:

         જમીનના નમુનાની ખુબજ અગત્યતા છે કારણકે જમીનના નમુનાની ૫૦૦ ગ્રામ માટી તમારા આખા ખેતરનુ પ્રતિનિધિત્વ કરે છે. માટે જો નમુનો બરાબર ન લેવાયો હોય તો પરિણામ અને ભલામણ અયોગ્ય આવે. માટે નમુનો લેતી વખતે ખુબ જ કાળજી રાખવી જોઈયે.
જમીનનો નમુનો લેવાની રીત:
        જમીનનો નમુનો લેવા માટે જુદા જુદા સાધનો વાપરી શકાય છે , જેવાકે સ્ક્રુ ઓગર, પોસ્ટ હોલ ઓગર, લાયલપુર ઓગર , કોદાળી, પાવડો, ખુરપી, વગેરે પરંતુ ખેડુતો માટે તો કોદાળી જ હાથવગુ અને યોગ્ય સાધન છે.

જમીનનો નમુનો ક્યાથી અને કેવી રીતે લેવો?

જમીનનો નમુનો લેવા માટે એક હેક્ટરમા લગભગ ૧૦ જગ્યાઓ પસંદ કરવી, પરંતુ ખાતર નાખેલુ હોય તે જગ્યા, ઝાડની નીચેની જગ્યા , શેઢાની નજીકની જગ્યા, ચોમાસામા પાણી ભરાતુ હોય તેવી જગ્યા પસંદ કરવી નહી. જે જગ્યાએથી નમુનો લેવાનો હોય તે જગ્યાની ઉપરની એક ઇંચ જેટલી માટી હટાવી દેવી જેથી કચરો કે ઘાસ ના અવશેષો દુર થઈ જાય. ત્યારબાદ કોદાળીની મદદથી ૯ ઇંચ જેટલો ખાડો કરવો આ ખાડામાથી બધી માટી કાઢી નાખવી. ત્યાર બાદ ખાડાના ઉપરના ભાગથી છેક નીચે સુધી બે ઈંચ જેટલી માટીની પટ્ટી કોદાળીની મદદથી લેવી. આ રીતે દરેક જગ્યાએથી જમીનનો નમુનો લેવો. આ બધ્ધિ માટી એક ચોખા તગારામા અથવા ડોલમા ભેગી કરવી. અને તેને બરાબર મિક્ષ કરી દેવી. હવે આ માટીના જથ્થામાથી ફક્ત ૫૦૦ ગ્રામ માટીનો નમુનો બનાવવાનો છે. તે માટે બધી માટીને ચોખી જગ્યા પર અથવા છાપાના કાગળ પર પાથરો. તેના ચાર ભાગ કરો ત્યાર બાદ સામે સામે ના બે ભાગ દુર કરો અને બાકી રહેલી માટીને ભેગી કરી  પાથરો. ફરી તેના ચાર ભાગ કરો અને સામે સામે ના બે ભાગ દુર કરો. આ રીતે કરતા રહો. જ્યારે ૫૦૦ ગ્રામ જેટલી માટી રહે ત્યારે તેને પ્લાસ્ટિકની કોથળીમા ભરી થેલીને બરાબર બંધ કરો .તેની ઉપર લેબલ લગાવો જેમા જરૂરી માહિતી જેવી કે ખેડુતનુ નામ, ગામ, તાલુકો, જિલ્લો, સર્વે નંબર અથવા ખેતરનુ નામ વિસ્તાર, ગયે વર્ષે લીધેલા પાકનુ નામ તેમજ હવે લેવાના પાકનૂ નામ વગેરે.આ તૈયાર થયેલા નમુનાને જમીન ચકાસણી પ્રયોગશાળામા મોકલો.

ખેતી વિષયક પુસ્તકો વાંચો . કૃષિપુસ્તકોમા ..... તમારા પ્રતીભાવ મને જરૂરથી મોકલજો........
વારીશ ખોખર ૯૨૦૨૮૨૪૦૬૩ krushijivan.blogspot.com

No comments:

Post a Comment