ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Wednesday, 23 November 2016

લીંબુના પાકમા અગત્યની જીવાતો


૧. લીંબુની હગારીયા ઈયળ:
                આ ઈયળ ઘેરા બદામી રંગની હોય છે. શરીર ઉપર સગેદ રંગના અનિયમીત આકારના ધાબા હોય છે. આથી દેખાવમા પક્ષીની હગાર જેવી લાગે છે. જ્યારે પુખ્ત ઈયળ ઘેરા લીલા રંગની હોય છે. તેના કોસેટા પણ લીલા રંગના હોય છે જે પણ પાન ઉપર જોવા મળે છે. આ ઈયળો ધરૂવાડીયામા અને વાડીમા લીંબુના કુમળા પાન ખાઈને નુકશાન કરે છે. ખાસ કરીને નાના છોડને વિશેષ નુકશાન કરે છે. પાનના નુકશાનથી છોડનો વિકાસ રૂંધાય છે.
૨. લીંબુનુ પાન કોરીયુ:
                 પાન કોરીયાની ઈયળ આછા પીળાશ પડતા લીલા રંગની અને કદમા ખુબ જ નાની હોય છે. ઈયળ અવસ્થા ૫ થી ૧૦ દિવસની હોય છે. ઈયળ લીંબુના કુમળા પાનની વચ્ચેના હરીતકણો ખાતી જાય છે. આથી શરૂઆતમા પાન ઉપર રૂપેરી ચળકતી વાંકીચુકી લીટીઓ દેખાય છે. ઉપદ્રવ વધતાં આખુ પાન સફેદ દેખાય છે. પાન કોકડાઈ જઈ પીળા પડી ખરી પડે છે. જેથી છોડનો બરાબર વિકાસ થતો નથી.
૩. લીંબુની કાળી મશી:
                 કાળી મશીના બચ્ચા કાળા રંગના ભીંગળા જેવા ચપટા હોય છે. અને શરીરની ધાર ઉપર સફેદ મીણની કાંગરી જોવા મળે છે. પુખ્ત મશી સ્લેટીયા રંગની હોય છે.બચ્ચા અને પુખ્ત કીટકો પાનમાથી રસ ચુસે છે. જેથી પાન પીળા પડી વળી જાય છે , અને છેવટે ખરી પડે છે. મશીની હગારને કારણે પાન ઉપર ફુગ ઉગી નીકળે છે. જેથી છોડ નબળો દેખાય છે.
૪. લીંબુના સાયલા:
                આ જીવાત આછા બદામી રંગની હોય છે. પુખ્ત બચ્ચા પાનમાથી રસ ચુસે છે. અને પાન ઉપર મધ જેવો ચીકણો પદાર્થ છોડે છે. જેના કારણે પાન ઉપર કાળી ફુગ નીકળે છે. તેની લાળમા ઝેરી તત્વ હોય છે. મધ જેવો ચીકણો પદાર્થ ઝાડના રસ સાથે મળવાથી ઝાડ્ની ડાળીઓ સુકાવા લાગે છે.
krushijivan.blogspot.com – warish khokhar mo: 7202824063

(krushi jivan  august 2016) 

No comments:

Post a Comment