ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Wednesday, 9 November 2016

500 તથા 1000 ની જુની નોટ બદલવા શુ કરશો?

નોટ એક્‍સચેન્‍જ કરવા શું કરશો ?
  
નવી દિલ્‍હી તા.૯ : જૂની નોટોની બદલી કરવાના હેતુસર જાહેર જનતા રૂ.૫૦૦, રૂ.૧૦૦૦ બેન્‍કોમાં અથવા પોસ્‍ટ ઓફિસનાં એકાઉન્‍ટોમાં નવેમ્‍બરની ૧૦ મીથી ડિસેમ્‍બર ૩૦, ૨૦૧૬ સુધી બેમર્યાદ જમા કરાવી શકશે.
  
બેન્‍કોમાંથી રોજના રૂ.૧૦,૦૦૦ની રકમ કાઢી શકવાની મર્યાદા રહેશે, જયારે સપ્તાહ દીઠ મર્યાદિત રૂ.૨૦,૦૦૦ કાઢી શકાશે. આગામી દિવસોમાં આ મર્યાદામાં વધારો થઈ શકશે.
 
નવેમ્‍બરની ૯ અને ૧૦ના દિવસોએ એટીએમ કાર્યરત નહીં રહે. પહેલા થોડા દિવસોમાં કાર્ડદીઠ રોજના રૂ.૨૦૦૦ની મર્યાદા રહેશે. પાછળથી આ મર્યાદા રૂ. ૪,૦૦૦ સુધીની વધારવામાં આવશે.
  
રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની જૂની નોટો કોઈ પણ બેન્‍કમાં અથવા હેડ પોસ્‍ટ ઓફિસ અથવા સબ પોસ્‍ટ ઓફિસ ખાતે રૂ. ૪,૦૦૦ સુધીની રકમ બદલાવી શકાશે. ૨૪મી નવેમ્‍બર સુધી આઈડી પ્રૂફ બતાવીને આ રીતે નોટોની બદલી થઈ શકશે.
 
ચેક, ડીમાન્‍ડ ડ્રાફટ, ક્રેડિટ કાર્ડ અને ઈલેક્‍ટ્રોનિક ફંડ ટ્રાન્‍સફર દ્વારા નોન કેશ પેમેન્‍ટ પર કોઈ નિયંત્રણ નથી.
   ૧૪ પોઇન્‍ટમાં સમજી લો બધું
 
૧. ૧૦ નવેમ્‍બર અને ૩૦ ડિસેમ્‍બરની વચ્‍ચે તમે ક્‍યારે પણ રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની ચલણી નોટ બેંક અથવા પોસ્‍ટ ઓફિસમાં જમા કરાવી શકશો. ચલણી નોટો જમા કરાવવા પર કોઇ મર્યાદા નહીં હોય.
  
૨. આ સમયગાળા દરમિયાન જે લોકો બઙ્ઘંક કે પોસ્‍ટ આઙ્ઘફિસમાં પાંચસો કે હજારની ચલણી નોટો ન ભરી શકે તેઓ બાદ ૩૧મી ડિસેમ્‍બર, ૨૦૧૭ સુધીમાં ડિક્‍લેરેશન ફોર્મ ભરી આરબીઆઇની ચોક્કસ ઓફિસમાં આ ચલણી નોટો જમા કરાવી શકશે.
  
૩. મુકરર કરવામાં આવેલી મર્યાદા મુજબ પ્રારંભમાં પ્રતિદિન રૂ.૧૦,૦૦૦ અને પ્રતિઅઠવાડિયે રૂ.૨૦૦૦૦ કઢાવી શકાશે. બાદમાં આ મર્યાદા વધારવામાં આવશે.
  
૪. હોસ્‍પિટલો તેમ જ દવાની દુકાનોમાં ૧૨ નવેમ્‍બર સુધી રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની ચલણી નોટો સ્‍વીકારવામાં આવશે.
  
૫. વિમાનમાં પ્રવાસ કરતા લોકોને અગવડ ન પડે તે માટે વિમાનમથકે પણ વ્‍યવસ્‍થા કરવામાં આવશે.
  
૬. સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા પેટ્રોલપંપો પર પણ ૧૨ નવેમ્‍બર સુધી આ ચલણી નોટોનો ઉપયોગ કરી શકશે.
  
૭. ૯ અને ૧૦ નવેમ્‍બરે એટીએમ પણ બંધ રહેશે.
  
૮. ચેક, ડિમાન્‍ડ ડ્રાફ્‌ટ, ઈલેક્‍ટ્રોનિક ફંડ ટ્રાન્‍સફર, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સહિતના રોકડા સિવાયના ટ્રાન્‍ઝેક્‍શન પર કોઈ અંકુશ નહીં હોય.
  
૯. ૯ નવેમ્‍બરે તમામ બેંકો જાહેર કામકાજ માટે બંધ રહેશે.
  
૧૦. ઓળખપત્ર બતાવીને કોઈપણ બેંકે કે પોસ્‍ટ ઓફિસમાં રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની જૂની ચલણીનોટ બદલી શકાશે. ૨૪ નવેમ્‍બર સુધી આ માટે રૂ.૪૦૦૦ની મર્યાદા હશે.
  
૧૧. આવનારાં ૭૨ કલાક સુધી સરકારી હોસ્‍પિટલો, રેલવે ટિકિટ, બુકિંગ કાઉન્‍ટર, સરકારી બસના ટિકિટ કાઉન્‍ટર, એરલાઇન્‍સની ટિકિટ ખરીદવા રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની જૂની ચલણી નોટો સ્‍વીકારવામાં આવશે.
  
૧૨. સ્‍ટેટ કે સેન્‍ટ્રલ ગવર્નમેન્‍ટ દ્વારા માન્‍યતાપ્રાપ્‌ ત ક્‍ધઝ્‍યુમર કો-ઓપરેટિવ સ્‍ટોર્સમાં પણ આ ચલણીનોટો સ્‍વીકારવામાં આવશે.
  
૧૩. સરકાર માન્‍ય દૂધ કેન્‍દ્રો પર પણ આ ચલણીનોટ વાપરી શકાશે.
  
૧૪. સ્‍મશાનગૃહ કે કબ્રસ્‍તાનમાં પણ જૂની ચલણીનોટો સ્‍વીકારવામાં આવશે.

જય જવાન જય કિસાન

No comments:

Post a Comment