જમીનની તૈયારી
ફૂગ અને ઇયળનો ઉપદ્રવ ઓછો કરવા ઉનાળામાં ઊંડી ખેડ કરી ગરમીમાં જમીનને તપાવવી જેનાથી ફૂગના બીજ અને ઇયળ મરી જાય.
ખેડ ઢાળની વિરુદ્ધ દિશામાં કરવી. દરેક હાર વચ્ચેના પાળા જમીનના ધોવાણમાં અવરોધરૂપ બને છે અને પાણીને જમીનમાં ઉતરવામાં વધુ સમય મળે છે.
પાક વાવણી માટે ખેતર ની સફાઈ કરી ઊંડી ખેડ કરવી અને જમીન ચકાસણી રિપોર્ટ પ્રમાણે ખાતર અને દ્રાવ્ય ખાતરો ની વ્યવસ્થા કરવી
વાવણી પહેલા શેઢાપાળા સાફ કરવા અને જીવાત ના યજમાન છોડ જેવા કે ગાડર, કાસકી, અંગેડો, જંગલી ભીંડો વગેરે નો નાશ કરવો
જાતો
આશાસ્પદ જાતો: મલ્લિકા બીટી, રાશી BG-2, વિક્રમ- 5, અજિત 155, ડોક્ટર સીડ્સ-સોલર76, રાસી સીડ્સ-રાસી 656, અંકુર સીડ્સ-જયાં વગેરે.
કપાસની કીટ એક એકરમા માત્ર 11000 રૂ ...મેળવો ખાતર ,બિયારણ અને દવાઓ એક એકરમા માત્ર 11000 રૂમા સંપર્ક કરો..મો. 7202824063
No comments:
Post a Comment