રોયલ ટ્રીના છોડ 2 થી 3 ઇંચ ઊંચાઈ આવ્યા બાદ તેની માવજત કરીને આ છોડ જયારે 9 થી 12 ઇંચનું થાય ત્યારે બાદ તેનું વાવેતર કરવામાં આવે છે. વાવેતરના એક વર્ષના સમય ગાળાબાદ 15 ફૂટ કરતા વધુ ઊંચાઈ મેળવવા બાદ આ વ્રુક્ષ 4 વર્ષે 50 ફૂટથી વધુ ઊંચાઈ અને 54 ઇંચથી વધુથી થઈને 60 ઇંચની ગોળાઈનું થઈ જાય છે.
આ વ્રુક્ષ દર 4 વર્ષે કાપણી કર્યા બાદ 1 વીઘા માંથી 15 થી 20 લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવી શકાય છે. દર 4 વર્ષે આ વૃક્ષ 50 વર્ષ સુધી આવક મેળવી આપતું હોવાથી આ ખેતી ખેડૂતો માટે સોનાની મરઘી સમાન કહી શકાય. આવકના પ્રમાણમાં આ છોડ ઉગાડવાનો ખર્ચ નજીવો છે. ફકત નાના છોડ લાવવાનો ખર્ચ થાતો હોય છે.
રોયલ ટ્રી નામના આ વુક્ષની માંગ પ્લાયવુડ ઈન્ડસ્ટ્રીઝમાં સોથી વધુ રહેલી છે જેમાંથી વિનીયર બનવવામાં આવે છે. સાગ જેવી ફિગર ધરાવતા આ વુક્ષના લાકડામાંથી બનતું વિનીયર પ્લાયવુડની સીટના ઉપરના પડ પર લગવવામાં આવે છે ત્યારે આ વુક્ષના પાનનો રસ કિટનાશક રસાયણ બનાવવા પણ થઈ રહ્યો છે આ વુક્ષ માંથી ભવિષ્યમાં બાયો એનર્જી ઉત્પન્ન થઈ શકવાની પૂર્ણ શક્યતાઓ પણ જાણવા મળી રહી છે.
રોયલ ટ્રીના છોડ ઉછેરવાનો ફાયદો એ પણ છે કે તેની ડાળીઓ સ્વાદમાં કડવી હોવાથી પશુઓ તે ખાતા નથી એટલે કે આ ખેતીનું ભેલાણ થતું ન હોવાથી ખેડૂતને પશુઓં ના ભેલાણની ચિંતા પણ રહેતી નથી તેમજ પાણીની પણ જરૂર પડતી નથી. આ ઝાડ નીચે વેલા વાળી શાકભાજી પણ વાવી શકાય છે.
ખેતી વિષે માહિતી આપતા વોટસએપ ગ્રુપ કૃષિજીવનમા જોડાવા મો. 9714989219 પર તમારા નામ અને સરનામા સાથે વોટસએપ પર મેસેજ કરો...
No comments:
Post a Comment