કાપણી અવસ્થા અને ટેક્નિક
પાક 110-115 દિવસ મા પાકી જાય છે.જ્યારે છોડ બદામી કલરના થઈ જાય ત્યારે કાપણી જમીન થી 2-3 ઈંચ ઉપરથી કરવી. દાણા ખરવાનું નુકસાન ઘટાડવા જ્યારે ઘઉં પીળા પડી જાય અને થડ સુકાઈ જાય ત્યારે વહેલી સવારે કે મોડી સાંજે કાપણી કરવી. સુરક્ષિત સંગ્રહ માટે થ્રેશરથી લણણી કર્યા બાદ,વિણાટ કરી,દાણામા ભેજનુ પ્રમાણ 10% થી ઑછુ થાય તે માટે તડકામા 2-3 દિવસ સુધી સુકવવા. ગુણવત્તા જાળવવા જુદી જુદી જાતોના ઘઉંને અલગ અલગ રાખવા જેથી તે મિશ્ર ના થઈ જાય.ઘઉંને સીધા સૂર્ય પ્રકાશથી તથા વધારે સુકાવાથી બચાવવા. કાપણી પરિપક્વ અવસ્થા ના પહેલા કરવાથી ઓછું ઉત્પાદન થાય છે વધારે અપરિપક્વ, તૂટેલા અને ઓછી ગુણવત્તાવાળા દાણા મળે છે અને સંગ્રહ દરમ્યાન રોગ થવાની શક્યતા વધે છે.
ગ્રેડિંગ
ગ્રેડિંગના ફાયદા:
1) સંગ્રહ અને પરિવહન માં ઓછો ખર્ચ.
2) યોગ્ય બજાર અને યોગ્ય કિમત ની પ્રાપ્તિ
3) વાયદા બજાર તથા લોન લેવામાં સરળતા
4) માલ વેચવા માટે મોટું બજાર.
માલ ફેરવતી વખતે થતું નુકસાન ઓછું કરવા થ્રેશિંગ અને ઊપણવાની ક્રિયા ખેતરમાં કરવી.દાણા એકદમ સારી ચોખ્ખી ગની બેગમાં પેક કરવા.
No comments:
Post a Comment