ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Thursday, 11 February 2016

પશુપાલન:- ઘાસચારાની તંગીને પહોંચી વળવા આટલું કરો .......

• લીલાઘસચારામાંથી સૌથી વધારે પોષક તત્વો રહેલા છે. તેને સૂક્વવાથી કે તેનું સાયલેજ બનાવવાથી તેમાં ૨૦ – ૩૦ ટકા પોષકતત્વો ઘટે છે. આમ છતાં વધારાના આ રીતે સંઘરી રાખવા આવશ્યક છે.

• ગામના ગૌચર રાષ્ટ્રની સંપતિ છે. તેમની ખેદ અને ખાતરની પુરી માવજત કરી તેમાંથી  સારી જાતનું ઘાસ વધારે પ્રમાણમાં મેળવો.

• કેળના થાળ અને પાન , નારંગીના છોડ , કેળાની છાલ , કેરીની ગોટલી તથા છોતરાં , કુંવાડિયાના બીજ બાવળની શીંગ અને આવા અનેક બિનઉપયોગી પદાર્થો જાનવરોનો ખોરાક થઇ શકે છે. તેનો બને તેટલો ઉપયોગ કરો.

• ઝાડના અને શાકભાજીના પાન પોષક તત્વોથી વિટામીન ‘એ’ અને ક્ષારોથી ભરપૂર છે. દરરોજ  ૨.૫ કિ . ગ્રા. ખવડાવી જાનવરોની પોષક તત્વોની જરૂરિયાત પૂરી પડો.

• ખેતરમાંથી નીકળતા નિંદામણમાં ખૂબ જ પ્રમાણમાં પોષકતત્વો રહેલા છે. તેને વેડફી દેવાને બદલે જાનવરને તે ખવડાવવો. જેથી ખેતરો ચોખ્ખા રહેશે. જાનવરોને પોષણ મળશે.

• શેઢા પર ગમે તેવા ઘાસને ઉગવા દેવાને બદલે ફક્ત સારી જાતના ઘાસને ઉગવા દો .

• સારી જાતના અને વધારે પોષક તત્વોવાળા ઘાસ ઉગાડી હેક્ટર દીઠ પોષક તત્વોનું ઉત્પાદન વધારો.

• ખેતરનો થોડો ભાગ ઘાસચારાના ઉત્પાદન માટે અનામત રાખો.

ખેતી વિષયક‌ માહિતી આપના વોટસએપ પર મેળવો. ખેતી વિષયક માહિતી આપતા વોટસએપ ગ્રુપ કૃષિજીવનમા જોડાવા મો. નંબર 9714989219 પર નામ અને સરનામા સાથે વોટ્સએપ પર મેસેજ કરો.

No comments:

Post a Comment