ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Wednesday, 6 January 2016

મગફળીના પાક માટે જમીનની તૈયારી કઈ રીતે કરશો?....


આ પાકને રેતાળ, ગોરાડું તેમજ મધ્યમ કાળી જમીન વધુ માફક આવે છે. ભારે કાળી, ચીકણી અને ક્ષારવાળી જમીન માફક આવતી નથી.

મગફળીમાં ડોડવાના સારા વિકાસ માટે હળથી ખેડ કરી પાકના જડિયા વીણી બે વખત કરબ અને સમાર ચલાવી જમીન ભરભરી અને સમતલ બનાવો. વધુ ઊંડી ખેડ ની ભલામણ નથી

ચાસની જમીન ઉપર પોલીથિન શીટ (7-8 માઇક્રૉન) દ્વારા કવર કરી (મલચિંગ) વાવેતર કરવાથી 20% વધારે ઉત્પાદન મેળવી શકાય છે.
જાતો
મગફળી ની જાતો: ઉભડી: જે: ૧૧, જીજી: ૨, જીજી: ૫, જીજી: ૭; વેલડી: જીઍયૂજી: ૧૦, જીજી: ૧૧, જીજી: ૧૨, જીજી: ૧૩ અર્ધ વેલડી: જીજી ૨૦.

ચોમાસા માટે ભારે વરસાદવાળા વિસ્તારમા વેલડી, મધ્યમ વરસાદવાળા વિસ્તારમા અર્ધવેલડી અને ઓછા વરસાદવાળા વિસ્તાર માટે ઉભડી જાતો પસંદ કરવી. આ જ રીતે ભારે કાળી જમીનમાં વેલડી, મધ્યમ કાળી જમીનમા અર્ધ વેલડી અને ગોરાડુંથી રેતાળ જમીનમાં ઉભડી મગફળી વાવેતર માટે પસંદ કરવી.

મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં અથવા જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં પિયત આપી આગોતરૂ વાવેતર કરવા જીએયુજી: 10, જીજી: 11, જીજી: 12 કે જીજી: 13 નું વાવેતર કરવું.

ઉનાળુ મગફળીમાં વાવેતર માટે ઉભડી જાતો જેવી કે GG-2, GG-4, GG-6, TG-26, ICGS-37, TAG-24, TAG-24A, TPG-41, ICGS-44 વગેરે પસંદ કરવી.

જુનાગઢ અને પોરબંદર જિલ્લા માટે જીજી-2, જીજી-5 અથવા ટીજી-26 જાત ઉનાળુ વાવણી માટે પસંદ કરવી.

No comments:

Post a Comment