ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Wednesday, 6 January 2016

તુવેરની ખેતી વિષયક‌ માહિતી.....

(15) તુવેરનું વાવેતર કરતી વખતે કયાં કયાં મુદૃાઓ ધ્યાનમાં લેવા જેથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય ?

જવાબ :  

તુવેરના પાકનું  ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવા માટે નીચેના મુદૃાઓ ધ્યાનમાં લેવા.

પ્રથમ સુધારેલી પ્રમાણિત જાતોનો ઉપયોગ કરવો.બિયારણને રાયઝોબિયમ કલ્ચરનો પટૃ આપવો.ભલામણ મુજબનો બિયારણો દર, બે હાર વચ્ચે અને બે છોડ વચ્ચેનું અંતર અને રાસાયણિક  ખાતર આપવા.એકમ દીઠ છોડની સંખ્યા જાળવી.સમયસર આંતરખેડ અને નિંદામણ કરવા.તુવેરના પાકને જરૂરિયાત મુજબ બે થી ત્રણ પિયત આપવા.સમયસર પાક સંરક્ષાણના પગલાં લેવા.મગફળી તુવેર રીલે પાક પધ્ધતિ અપનાવી. આડી અથવા ઉભી મગફળીમા છેલ્લી આંતર ખેડ પછી  તુવેરનું વાવેતર કરવું.

(16) તુવેરના પાકમાં ઈયળોથી થતા નુકશાનને અટકાવવા શું ઉપાય લેવા ?

જવાબ :  

લીલી ઈયળથી થતુ નુકશાન અટકાવવા માટે કવિનાલફોસ રપ ઈ.સી., ર૦ મી.લી,૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી ઈયળો કાબુમાં આવી જાય છે. નો વધુ ઉપદ્રવ હોય તો ડી.ડી.વી.પી. દવા પ મી.લી. અગાઉ જણાવેલ કોઈ પણ એક દવા સાથે ભેળવી છાંટવાથી સારૂં એવું નિયંત્રણ થશે.

(17) તુવેરમાં બી.ટી જાત મળે છે કે કેમ?

જવાબ :  

કપાસના પાકમાં બી.ટી કપાસની ભલામણ થયેલ છે પરંતુ તુવેરના પાકમાં આવી કોઈ તુવેરની જાતની  ભલામણ કરવામાં આવેલ નથી. બી.ટી. તુવેરના નામે જો કોઈ વેચાણ કરતા હોય તો આવુ બિયારણ ખરીદવુ હિતાવહ નથી કારણ કે બી.ટી. તુવેરના નામે બજારમાં છેતરપીંડી થતી હોય છે.

(18) તુવેરના કયા કયા રોગો આવે છે? તેમને ખેતરમાં કઈ રીતે ઓળખવા અને તેને કાબૂમાં લેવા શું કરવું?

જવાબ :  

આ પાકમાં મુખ્ય રોગોમાં સુકારાનો અને સ્ટરીલીટીમોઝેક વધુ આવે છે. આ રોગ પાકની કોઈ પણ અવસ્થામાં જોવા મળે છે. છોડઅચાનક આખે આખો સુકાય જાય છે તેના થડને ચીરવામા આવે તો તેની જલવાહિની ધેરા કથાઈ રંગની કે કાળા રંગની જોવા મળે છે. આ રોગના નિયંત્રણ માટે ઉનાળામાં ઊંડી ખેડ કરવી.

No comments:

Post a Comment