જીવાત નિયંત્રણ
મોલોમશી
મોલોમશીથી મોટા ભાગના વિષાણુજન્ય રોગ ફેલાય છે. જેમ કે કોકડાવા. નિયંત્રણ:
1. જૈવિક નિયંત્રણ માટે લીમડાનું તેલ 50ml/ 15 લિટર પાણી પ્રમાણે છાંટવું.
2. ઇમિડાક્લોપ્રિડ 17.8 SL @ 80-100 ml/ એકર/ 200 લિટર પાણી મુજબ છાંટો.
કંદ માખી
કંદમાખી પાકમાં સંગહ સમયે તેમજ પાકમાં નુકસાન પહોચાડે છે. તે થડ અને કંદ ને નુકસાન કરે છે. તેનાથી 56% સુધી ઉપજ ઘટી શકે.
નિયંત્રણ:
1. જૈવિક નિયંત્રણ માટે ફેરોમેન ટ્રેપ 4/ એકર મુજબ લગાવો
2. ક્લોરપાયરીફોસ 20ઇસી @ 1-1.5 લિટર/ એકર પિયત સાથે આપો.
કથીરી
કથીરી પાનમાથી રસ ચૂસીને નુકસાન કરે છે. આથી પાક માં 12 થી 60% સુધી નુકસાન થઈ શકે. નિયંત્રણ માટે સ્પાયરોમેસીફેન 22.9% @ 200 મિલી/ એકર અથવા ફેનાઝાક્વિન 10%EC @ 400-450 મિલી/ એકર 200 લિટર પાણી ના દરે છાંટો.
સફેદ ઘૈણ
સફેદ ઘૈણ પાકને લગભગ 85% સુધી નુકસાન કરી શકે. તે મૂળ અને કંદ નુકસાન કરે છે. નિયંત્રણ:
1. ક્લોરપાયરીફોસ 20ઇસી @ 1-1.5 લિટર/ એકર પિયત સાથે આપો.
2. કાર્બોફ્યુરાન 3જી દવા 8-10 કિલો/ એકર પાળા ચડાવતી વખતે આપો.
સૂત્રકૃમિ
સૂત્રકૃમિ નાની, કૃમિના જેવી જીવાત હોય છે. જે પાતળા દોરા જેવી હોય છે. તેને સૂક્ષ્મદર્શક યંત્ર વડે સહેલાઈ થી જોઈ શકાય છે. તેનું શરીર લાંબુ, વેલણઆકારનું અને ખંડોમાં વહેચાયેલું હોય છે.
રોગ નિયંત્રણ
આગોતરો સુકારો
આગોતરા સુકારા માં પાન પર ગોળ-ઈંડા આકારના ભૂરા ટપકા પડે છે. નિયંત્રણ:
1. નિયંત્રણ માટે વાવણીના 45 દિવસે પાક પર 1.0% યુરિયા છાંટયા બાદ 8-10 દિવસના અંતરે ફરી છાંટો.
2. મેંકોજેબ 75% WP @ 400-600gm/ એકર મુજબ વાપરી શકાય
3. પ્રોપીનેબ 70% WP @ 500gm/ એકર મુજબ વાપરી શકાય
પાછોતરો સુકારો
આ રોગ ની શરૂઆત માં હલ્કા પીળા રંગના અનિયમિત આકાર ના ટપકા પડે છે. પછી નીચેની બાજુએ આ ટપકા ની ચારે બાજુ અંગૂઠી ની જેમ સફેદ ફૂગ વળે છે. આ રોગ થી 60 થી 70% સુધી નુકસાન થઈ શકે.
નિયંત્રણ:
1. પ્રારંભિક નિયંત્રણ માટે મેંકોજેબ75% WP @ 400-600gm/ એકર મુજબ છાંટો.
2. મેટાલેક્સિલ 8% + મેંકોજેબ 64%WP @ 800-1000gm/ એકર મુજબ છાંટો.
3. અસરકારક નિયંત્રણ માટે ઇપ્રોવલિકાર્બ + પ્રોપીનેબ66.75WP (મેલોડી,ડૂઓ) @0.8kg/acre/200Ltr પાણી મુજબ છાંટો.
4. અસરકારક નિયંત્રણ માટે 500-600gm કારમોક્સાનીલ + મેંકોજેબ / એકર/ 200 લિટર પાણી મુજબ છાંટો, જો રોગ ફરી દેખાય તો 1-2 છંટકાવ વધારે કરી શકીએ છીએ.
વાર્ટ
આ રોગમાં બટાટાની બહારની સપાટી પર અને ડાળિયો પર મસ્સા દેખાય છે. આ જમીનજન્ય રોગ છે. નિયંત્રણ:
1. આગળ જણાવ્યા મુજબ બીજ માવજત આપવી.
2. રોગ પ્રતિકારક જાતો જેવી કે કુફરી કંચન, કુફરી બહાર, કુફરી જ્યોતિ વગેરે વાવવી.
જીવાણુથી થતો સુકારો
જીવાણુ થી થતાં સુકારા માં પાન અને ડાળિયો સુકાઈ જાય છે. પછી ધીરેધીરે આખો છોડ સુકાઈ ને મરી જાય છે. આ રોગ થી 75% સુધી નુકસાન થઈ શકે. નિયંત્રણ:
1. રોગમુક્ત બીજ નો ઉપયોગ કરવો
2. પાક ફેરબદલી કરવી
3. બ્લીચિંગ પાઉડર 4.5 કિલો/ એકર મુજબ વાવણી સમયે ચાસ માં આપવો.
કાળા ટપકા
કાળા ટપકા રોગ બીજજન્ય છે જેમાં ઉપદ્રવીત બટાટા ચોકલેટ જેવા થઈ જાય છે અને છાલ કઠણ થઈ જાય છે જેનાથી બજારભાવ ઓછા મળે છે.
નિયંત્રણ:
1. બીજ માવજત આપવી
2. પાક ફેરબદલી કરવી
કોકડવા
કોકડવા રોગ મુખ્યત્વે ચૂસીયા જીવાત થી ફેલાય છે
નિયંત્રણ:
1. ઇમિડાક્લોપ્રિડ 17.8 SL @ 80-100 મિલી/ એકર.
2. થાયોમેથોક્સમ 25% WG @ 20-80 ગ્રામ/ એકર / 200 લિટર પાણી મુજબ છાંટો.
કાપણી
કાપણી સમય અને તકનિક
1. પાક ની કાપણી ના 10 દિવસ પહેલા પિયત આપવાનું બંધ કરવું, જ્યારે પાક સુકાઈ જાય અને પાન જમીન પર ખરવા લાગે ત્યારબાદ કાપણી કરવી.
2. પાન નષ્ટ કરવા માટે રાસાયણિક દવા નાખવી હોય તો પેરાકવાટ ડાઈક્લોરાઈડ 24 SL @ 70-100ml /15 લિટર પાણી મુજબ છાંટો.
Thursday, 7 January 2016
બટાકાની ખેતીમા જીવાત નિયંત્રણ વિશે માહિતી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment