ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Thursday, 7 January 2016

ડુંગળીની‌ ખેતીમા જીવાતનિયંત્રણ.....

જીવાત નિયંત્રણ
થ્રીપ્સ
વધારેમાં વધારે ઉપદ્રવ ફેબ્રુઆરીના મધ્યથી માર્ચની શરૂઆતના પખવાડીયામાં હોય છે. વાતાવરણમાં ગરમાવો વધતાં આ જીવાતનો ઉપદ્રવ પણ વધે છે. પાકમાં નિયમિત સમયાંતરે પિયત આપતા રહેવું. બે પિયત વચ્ચે લાંબો ગાળો રહે તો જીવાતનો ઉપદ્રવ વધવાની શક્યતા વધે છે. થ્રીપ્સથી પાનમાથી રસ ચૂસે છે. શરૂઆતમાં થ્રીપ્સની વૃદ્ધિ નીંદણ પર થાય છે પછી તે છોડ પર હુમલો કરે છે માટે ખેતર ને નીંદણ મુક્ત રાખવું. જો ઉપદ્રવ વધુ હોય તો, ફિપ્રોનિલ5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @30ml/15Ltr પાણી અથવા ઇમિડાક્લોપ્રીડ 350 SC (કોન્ફિડોર સુપર) 30 મિલી/એકર, 200 લિટર પાણી અથવા લેમડાસાઈલોહેથ્રીન5EC (કરાટે,રીવા) @15-20ml/15Ltr પાણી મુજબ છાંટો.
કળીની માખી
ગુજરાત રાજયમાં તેનો ઉપદ્રવ નહિવત હોય છે. આ ઇયળો જમીનમાં રહેલી ડુંગળીની કળીના અંદરના ભાગમાં કાણું પાડી નુકસાન કરે છે. પરિણામે છોડ મુરજાયેલો દેખાય છે અને પીળો પડી જાય છે. ઘણીવાર તેના નુકસાન થી 8 થી 10 ટકા છોડ સુકાઈ જાય છે. જીવાત ઘણીવાર ડુંગળીના દડામાં પણ રહે છે. જીવાત ઘણીવાર ડુગળીના સંગ્રહ કરવામાં આવે છે ત્યારે પણ તેના નુકસાન થી ડુંગળી સડી જાય છે. આમ જીવાતનો ઉપદ્રવ ખેતરમાં થાય છે અને ત્યારબાદ ડુંગળીના સંગ્રહ વખતે પણ નુકસાન કરે છે. ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ20EC (ટ્રેકડેન, ફોર્સ, ટાફાબાન) 2 લિટર અથવા 500 મિલી ફીપ્રોનીલ 5%SC (રેજંટ, સલ્વો) પિયતના પાણી સાથે 1 એકરમાં આપવી અથવા 150gm ફિપ્રોનિલ + ઇમિડાક્લોપરીડ80WG (લેસેટા)/એકર/250Ltr પાણી મુજબ મૂળવિસ્તારમાં આપવી.

પાન કથીરી
પાન કથીરી પાનમાથી રસ ચૂસે છે. નિયંત્રણ માટે ફેનાઝાક્વીન10EC (મેજેસ્ટિક, મેજીસ્ટાર) @25ml/15Ltr પાણી અથવા 20gm ડાયફેન્થિયુરોન (પેગાસસ, પજેરો)/15Ltr પાણી અથવા સ્પાઇરોમેસિફેન240SC (ઓબેરોન) @18ml/15Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડ1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી પ્રમાણે છાંટો.
રોગ નિયંત્રણ
જાંબલી ધાબા
આ રોગને લીધે પાન ઉપર ત્રાક આકારના લાંબા રાખોડી રંગના મધ્યમ કાળાશ પડતાં ડાઘા પડે છે અને આવા ડાઘાનો આજુબાજુનો ભાગ જાંબલી રાખોડી થઈ જાય છે. પુષ્પદંડ ડાઘા પાસેથી જમીન તરફ નમી પડે છે, આને લીધે બીજ ઉત્પાદન માં ઘણું જ નુકસાન થાય છે. થ્રીપ્સનો ઉપદ્રવ હોય તો રોગનો ફેલાવો વધુ થાય છે. નિયંત્રણ માટે બાઇટરલેટોન25WP (બાયકોર) @30ગ્રામ/15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) @30ml/15Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ250EC(ફોલિકુર, ટોર્ક) @15ml/15Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ12%+મેંકોઝેબ63WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ) @30gm/15Ltr પાણી મુજબ છાંટો.
ભૂકીછારો
આ રોગમાં પાન પર સફેદ છારી જોવા મળે છે. આગોતરા નિયંત્રણ માટે પાન ઉપર ઝાકળ હોય ત્યારે ગંધકની ભૂકી @10kg/એકર મુજબ છાંટો. અસરકારક નિયંત્રણ માટે બાઇટરલેટોન25WP (બાયકોર) @30ગ્રામ/15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) @30ml/15Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ250EC (ફોલિકુર, ટોર્ક)@15ml/15Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ12%+મેંકોઝેબ63WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ) @30gm/15Ltr પાણી મુજબ છાંટો.

No comments:

Post a Comment