ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Thursday 7 January 2016

જીરૂ - કાળિયો અને સુકારાના રોગનુ નિયંત્રણ .....

કાળિયો
પાક 30 થી 35 દિવસનો થાય ત્યારે આ રોગ શરૂ થાય છે. શરૂઆતમાં પાન અને ડાળી ઉપર નાના કથ્થઈ રંગના ટપકા જોવા મળે છે. સમય જતાં આખો છોડ રતાશ પડતાં કથ્થાઇ રંગનો થાય છે અને છોડ સુકાઈ જાય છે. ઉત્પાદનમાં કાળી ચરમી રોગથી લગભગ 50 % જેટલું નુકસાન થઈ શકે છે. ઓછે અસરવાળા છોડમાં દાણા હલકા અને ઉતરતી ગુણવત્તાવાળા હોય છે. રોગની તીવ્રતા વધતાં 100 % સુધી પાક નિષ્ફળ જઈ શકે છે. નિયંત્રણ માટે નીચે મુજબ ના પગલાં લેવા.
• વાવણી પહેલા બીજને મેંકોઝેબ અથવા થાયરમ પૈકી કોઈ એક ફૂગનાશક દવાનો એક કિલો બીજ દીઠ 3 ગ્રામ પ્રમાણે પટ આપવો.
• એક જ ખેતરમાં સતત વાવણી ન કરતાં પાક તેમજ ખેતરની ફેરબદલી કરવી.
• ભેજવાળું વાતાવરણ રોગ માટે ખૂબ જ સાનુકૂળ હોવાથી રાઈ, ઘઉં અને રજકા જેવા પાણીની વધુ જરૂરિયાતવાળા પાકોની બાજુમાં જીરા નું વાવેતર કરવાનું ટાળવું.
• વાવણી 30 સેમી અંતર રાખી કરવી.
• પિયત બાદ આંતરખેડ કરવી.
• પિયત માટે ક્યારા નાના તેમજ સમતલ બનાવવા.
• વાદળછાયા તેમજ ધુમ્મસવાળા વાતાવરણમાં પિયત આપવાનું ટાળવું.
• નાઇટ્રોજન ખાતરનો ભલામણ મુજબ જ ઉપયોગ કરવો.
• પાક 35 થી 40 દિવસનો થાય ત્યારે મેંકોઝેબ 35 ગ્રામ દવા 10 લિટર પાણીમાં ભેળવી 10 દિવસના અંતરે 3 થી 4 વાર છાંટવી.
• અસરકારક નિયંત્રણ માટે બાઇટરલેટોન25WP (બાયકોર) @30ગ્રામ/15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) @30ml/15Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ250EC (ફોલિકુર, ટોર્ક)@15ml/15Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ12%+મેંકોઝેબ63WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ) @30gm/15Ltr પાણી મુજબ છાંટો.
સુકારો
આ રોગ જમીનજન્ય ફૂગથી થાય છે અને પાકની કોઈ પણ અવસ્થાએ જોવા મળે છે. આ રોગમાં છોડના પાન અને ડાળિયો એકાએક નમી પડે છે. શરૂઆતમાં આ રોગ કુંડાળાં સ્વરૂપે ફેલાય છે. રોગીષ્ટ છોડમાં દાણા બેસતા નથી.
સુકારા નિયંત્રણ માટે નીચે જણાવેલ પગલા લેવા.
• વાવણી પહેલા બીજને મેંકોઝેબ અથવા થાયરમ પૈકી કોઈ એક ફૂગનાશક દવાનો એક કિલો બીજ દીઠ 3 ગ્રામ પ્રમાણે પટ આપવો.
• એક જ ખેતરમાં સતત વાવણી ન કરતાં પાક તેમજ ખેતરની ફેરબદલી કરવી.
• ઉનાળામાં ઊંડી ખેડ કરવી.
• રોગ પ્રતિકારક જાત ગુજરાત ગુજરાત જીરૂ 4 ની વાવણી કરવી.
• નાઇટ્રોજન ખાતરનો ભલામણ મુજબ જ ઉપયોગ કરવો. વાવણી વખતે છાણિયું ખાતર 4 ટન / એકર મુજબ આપવું.
• તેને આવતો રોકવા ટ્રાયકોડર્મા જૈવિક ફૂગ 1.25kg/એકર પ્રમાણે 250 લિટર પાણીમાં ઓગાળી મૂળ આસપાસ રેડો. રોગ દેખાય તો 150gm કાર્બેન્ડેઝીમ/એકર મુજબ પિયત સાથે આપો.

No comments:

Post a Comment