બીજની અંદર કે બીજની સપાટી પર રહેલા રોગકારકોના નાશ માટે,જમીન જન્ય જીવાતોથી રક્ષણ આપવા માટે ફુગનાશક કે જીવાણુંનાશક દવાનો પટ, કઠોળ તથા ધાન્ય વર્ગના પાકોમાં રાઇઝોબિયમ તથા એઝેટોબેક્ટર જેવા જીવાણુંના કલ્ચરની માવજત તેમજ બીજની સ્ફુરણ શક્તિ વધારવા બીજને આપવામાં આવતી માવજતને બીજ માવજત કહે છેબાળકોને જેમ રોગથી બચવા રસી આપીએ છીએ તેવી રીતે આપણા પાકને રોગ અને જીવાતથી બચાવવા બીજ માવજત આપવી જરૂરી છે.
બીજ માવજત કેવી રીતે આપશો?
સીડ ડ્રેસીંગ ડ્રમથી દવા આપવાની રીત
બીજને વધુ જથ્થામાં અને એકી સાથે પટ આપવા આ પઘ્ધતિનો ઉપયોગ થાય છે. ડ્રમ પોણા ભાગનું ભરાય તેટલું બીજ લઇ જરૂરી દવા ઉમેરી ડ્રમને ૧૦થી ૧૫ મીનીટ ફેરવવામાં આવે છે.આમ ક્રવાથી બીજને દવાનો એક સરખો પટ લાગી જાય છે.ડ્રમ ઉપલબ્ધ ન હોય ત્યારે તેની અવેજીમાં બીજનો જથ્થો ઓછો હોય ત્યારે માટલા ધ્વારા માવજત આપી શકાય છે.
બીજને પેપર બેગમાં ભરી આપવાની માવજત
બીજનો જથ્થો ઓછોઅને બીજ નાના હોય ત્યારે બીજને કાગળની કોથળીમાં કે નાના બોક્સમાં ભરી, પ્રમાણસર દવા ભેળવી બોક્સ કે કોથળીનો ધીમે ધીમે હલાવવાથી બીજને એક સરખો પટ લાગે છે.સામાન્ય રીતે શાક્ભાજીના બીજને આ રીતે માવજત આપવામાં આવે છે.
બીજ માવજતથી થતાં ફાયદા
વાવણીની સરળતા માટેબીજની વાવણી એક સરખી જાળવવા માટેઝડપી અને સારા સ્ફુરણ માટેહવામાનો નાઇટ્રોજન જમીનમાં સ્થિર કરવા માટેબિયારણને વાવતા પહેલા જીવાત મુક્ત કરવા માટેબીજ જન્ય રોગોનું નિયંત્રણ કરવા માટેઆમ બીજ માવજત અપનાવવાથી પાક રોગ કે જીવાત ગ્રસ્ત થાય તે પહેલાજ એને બચાવી શકાય છે અને રોગ અને જીવાતનો ઉપદ્રવ અટકે છે. પરિણામે ખેડૂતોને સારું અને ગુણવત્તા યુક્ત વધુ ઉત્પાદન મળી રહે છે.
No comments:
Post a Comment