જૈવિક ખાતર એટલે કે બાયોફર્ટીલાઇઝર વિષે માહિતી
કુદરતી સજીવ ખાતરનીર્ધારીત સંખ્યામાં જીવંત તથા સુષુપ્ત અવસ્થામાંઅસરકારક અને પાકને ઉપયોગી સૂક્ષ્મજીવાણુંઓ રહેલા હોય છે જેહવામાંથી મુક્ત નાઈટ્રોજન સ્થિર કરવાનીજમીનમાં રહેલા અલભ્ય ફોસ્ફરસને લભ્ય બનાવવાની અદભૂત ક્ષમતા ધરાવે છે
આધુનિક ખેતીમાં જૈવિક ખાતરની અગત્યતા
રાસાયણિક ખાતરનો વપરાશ કુદકે અને ભુસકે સતત વધી રહયો છે તેની ધણી આડઅસરો થાય છે.જૈવિક ખાતર એ કુદરતી સુક્ષ્મજીવાણુંનું સજીવ ખાતર હોઇ આડઅસરથી મુક્ત છે. રાસાયણિક ખાતર જમીનમાં સ્થિર થઇ જાય છે, હવામાં ઉડી જાય છે, ધોવાઇ જાય અથવા જમીનમાં વધુ ઉંડે ઉતરી અને વેડફાઇ જાય છે જેથી પાકને પુરતા પ્રમાણમાં કામ લાગતું નથી.રાસાયણિક ખાતરના વપરાશ અને ઉત્પાદન વચ્ચેની ધટને પહોંચી વળવા માટે જૈવિક ખાતર ખાસ જરુરી છે અને જો મોંધા ખાતરનો વપરાશ ઓછો કરવામાં આવે તો ખેતી ખર્ચ ધટાડી જમીનની ફળદ્રુપતા વધારી એકધાર્યુ સ્થિર ઉત્પાદન મેળવી શકાય છે.તદઉપરાંત ટપક પદ્ધતિ તેમજ ગ્રીન હાઉસ માટે અનુકૂળ તેમજ વધુ સંગ્રહ અવધિ ધરાવતું હોઈ ખેડૂતવર્ગમાં વધુ પ્રચલિત અને આવકાર્ય છે.
કલ્ચર વાપરતી વખતે આટલું કરો
કલ્ચર છાયામાં ઠંડકવાળી જગ્યાએ રાખવુંભલામણ કરેલ પૂરતા જથ્થામાં કલ્ચર વાપરો.વપરાશ વખતે જમીનમાં ભેજ જાળવવો જરૂરી છેપટ આપેલા બિયારણ ને છાંયામાં સૂકવો અને તુર્તજ વાવણી વહેલી સવારે કે સાંજે કરો
પ્રવાહી જૈવિક ખાતરની વિશિષ્ટતા
અવધિ ૧ વર્ષ૧૦ કરોડ સૂક્ષ્મજીવાણું પ્રતિ મિલિ લિટરવપરાશ અને વહન સરળખેડૂતોમાં આવકાર્યટપક પધ્ધતી માટે સાનુકૂળગ્રીન હાઉસ માટે અનુકૂળનાઈટ્રોજન અને ફોસ્ફરસ ખાતરની ૨૫ % બચતઉત્પાદનમાં ૮- ૧૦ % વ્રુધ્ધિ
પ્રવાહી જૈવિક ખાતર વાપરવાની રીત
પાકની વાવણી પધ્ધતી મુજબ નીચે પૈકી કોઈપણ એક રીતે વાપરી શકાય છેબિયારણને પટ આપીનેવાવણી પહેલા ૧ કિ.ગ્રા. બિયારણને ૩- ૫ મિલિ કલ્ચર પાણીમાં ભેળવી પટ આપવો.ધરૂને માવજત૩- ૫ મિલિ કલ્ચરને ૧ લિટર પાણીમાં ભેળવી, ધરૂનાં મૂળને ૧૫-૨૦ મિનિટ બોળીને રોપણી કરો.ચાસમાં ઓરીને અને ટપક પધ્ધતિ માટેપ્રતિ હેક્ટર ૧ લિ કલ્ચર ૬૦−૮૦ કિ.ગ્રા. કમ્પોસ્ટ / માટી સાથે ભેળવીને ચાસમાં પૂંખી દો અથવા ટપક પધ્ધતિ માટે ૨૦૦ લિ ટાંકીમાં ભેળવો.
No comments:
Post a Comment