ગ્રેડિંગ
વધારે આવક મેળવવા કપાસની વીણી વખતે પાકને વધુ પડતાં ઝાકળ અને કચરાથી રક્ષણ આપવું. યોગ્ય રીતે સંગ્રહ કરવો. તેનું ગ્રેડિંગ કરી જ્યારે ભાવ વધારે હોય ત્યારે વેચવો.
પહેલી અને છેલ્લી વાવણીનાં કપાસની ગુણવત્તામા ખાસ્સો ફરક હોવાથી તેને અલગ રાખવો જોઇએ
કપાસની ગુણવત્તા મુજબ તેના ગ્રેડ બનાવી બજાર માં લઈ જવો. જે કપાસ સફેદ રંગનો, સુવાળો, ડાઘ કે અપરિપક્વ ભાગ મુક્ત, સંપૂર્ણ ભેજ મુક્ત અને 30 થી 35 મિલિમિટર તંતુની લંબાઈ વાળો હોય તેને સ્પેશલ ગ્રેડમાં મૂકવો. જે કપાસ સફેદ રંગનો, અડકતા સુંવાળો, ખુબજ ઓછી અશુધ્ધિવાળો, અપરિપક્વ ભાગ મુક્ત, સંપૂર્ણ ભેજમુક્ત, 28 થી 30 મિલિમિટર લાંબા તાંતણાવાળો હોય તેને સુપર ગ્રેડ નો ગણવો. જે કપાસ રંગમા સફેદ ઝાંખુ, અડકતા મુલાયમ, ઑછા : વત્તા પ્રમાણમા અશુધ્ધિ, ડાઘ, અપરિપક્વ ભાગ, સંપૂર્ણ ભેજ મુક્ત હોય તેને એવરેજ ફેર ક્વાલિટી નો ગણવો..
No comments:
Post a Comment