થ્રીપ્સ
વધારેમાં વધારે ઉપદ્રવ ફેબ્રુઆરીના મધ્યથી માર્ચની શરૂઆતના પખવાડીયામાં હોય છે. વાતાવરણમાં ગરમાવો વધતાં આ જીવાતનો ઉપદ્રવ પણ વધે છે. પાકમાં નિયમિત સમયાંતરે પિયત આપતા રહેવું. બે પિયત વચ્ચે લાંબો ગાળો રહે તો જીવાતનો ઉપદ્રવ વધવાની શક્યતા વધે છે. થ્રીપ્સથી પાનમાથી રસ ચૂસે છે. શરૂઆતમાં થ્રીપ્સની વૃદ્ધિ નીંદણ પર થાય છે પછી તે છોડ પર હુમલો કરે છે માટે ખેતર ને નીંદણ મુક્ત રાખવું.
કળીની માખી
ગુજરાત રાજયમાં તેનો ઉપદ્રવ નહિવત હોય છે. આ ઇયળો જમીનમાં રહેલી ડુંગળીની કળીના અંદરના ભાગમાં કાણું પાડી નુકસાન કરે છે. પરિણામે છોડ મુરજાયેલો દેખાય છે અને પીળો પડી જાય છે. ઘણીવાર તેના નુકસાન થી 8 થી 10 ટકા છોડ સુકાઈ જાય છે. જીવાત ઘણીવાર ડુંગળીના દડામાં પણ રહે છે. જીવાત ઘણીવાર ડુગળીના સંગ્રહ કરવામાં આવે છે ત્યારે પણ તેના નુકસાન થી ડુંગળી સડી જાય છે. આમ જીવાતનો ઉપદ્રવ ખેતરમાં થાય છે અને ત્યારબાદ ડુંગળીના સંગ્રહ વખતે પણ નુકસાન કરે છે.
પાન કથીરી
પાન કથીરી પાનમાથી રસ ચૂસે છે. નિયંત્રણ માટે ફેનાઝાક્વીન10EC (મેજેસ્ટિક, મેજીસ્ટાર) @25ml/15Ltr પાણી અથવા 20gm ડાયફેન્થિયુરોન (પેગાસસ, પજેરો)/15Ltr પાણી અથવા સ્પાઇરોમેસિફેન240SC (ઓબેરોન) @18ml/15Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડ1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી પ્રમાણે છાંટો.
No comments:
Post a Comment