ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Thursday, 28 January 2016

રસપૂર્વક ખેતી કરી ૮ વીઘા જમીનમાં વાર્ષિક ૪ લાખની આવક મેળવતા ખેડૂત પિતા-પુત્રની જોડી



ઉમરેઠ તાલુકાના રતનપુરા ગામના પિતા-પુત્રની જોડી ખેતીને જ શ્રેષ્ઠ વ્યવસાય માને છે. ૮ વીઘા જમીનમાં તેઓ વાર્ષિક ૪ લાખની આવક મેળવીને સંતોષ માને છે. રતનપુરાના પટેલ પ્રવિણભાઈ જીવાભાઈ ૬૪ વર્ષની ઉંમરે પણ રસપૂર્વક ખેતી કરે છે, ૮ વીઘા જમીન ધરાવે છે અને પોતાના ૩૫ વર્ષીય પુત્ર પિનલને ધોરણ-૧૨ કોમર્સ કર્યા બાદ પોતાની ખેતી જ સાચી મુડી છે તેમ સમજાવ્યું. તેઓની પાસે ટ્રેક્ટર સંચાલિત વાવણીયો (ઓટોમેટીક સીડ ડ્રીલ) છે. પિનલ પટેલ કહે છે કે પહેલા ખેતીમાં વાવણીના સમયે બળદની મદદથી વાવણીયાનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ તેમાં ખુબ ધીમું કામ થતું હતું અને એકસરખું કામ થતું ન હતું તથા ઘાસચારાનો ભાવ વધવાથી બળદને પાલવવા પાણ મોંઘા પડવા લાગ્યા, જેથી તેમણે ટ્રેક્ટરની ખરીદી કરી અને ટ્રેક્ટર સંચાલિત વાવણીયો ખરીદ કર્યો. તેઓ ટ્રેક્ટર સંચાલિત વાવણીયાની મદદથી દિવેલા/કપાસ/ઘઉં/બાજરી/ગવાર/મકાઈનું વાવેતર કરી શકે છે. ઉપરાંત આને કારણે બિયારણની એક સરખી વાવણી થાય છે-ખાતર પણ એક સરખું આપી શકાય છે-મજુરી ખર્ચનો બચાવ થાય છે-ખાતર અને બિયારણનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે અને પાક ઉત્પાદન પણ વધે છે તેમ કહે છે પિનલભાઈ પટેલ...આ ઉપરાંત વાવણીયો બીજા ખેડૂતોને ભાડેથી આપે છે જેમાંથી પણ આવક મેળવે છે. વાવણીયા દ્વારા એક વીઘામાં ઘઉંની વાવણી કરતા માત્ર અડધો કલાક લાગે છે. જ્યારે બળદની મદદથી ત્રણ કલાક લાગતા હતા. આમ સમયનો પણ ઘણો બચાવ થાય છે. વાવણીયાની ખરીદીમાં તેમણે ૫૦ ટકા સહાય મેળવી હતી તેમ તેઓ જણાવે છે. ઘઉં/બાજરીની કાપણી માટે તેઓ રીપેર (ઉંડીયું) પણ રાખે છે. જેનાથી ઘણો ફાયદો થાય છે. ૬૪ વર્ષીય પ્રવિણભાઈ જીવાભાઈ પટેલ અને તેમના ૩૪ વર્ષીય પુત્ર પિનલભાઈ પટેલ ખેતીના વ્યવસાયને શ્રેષ્ઠ માને છે અને ખેતીના વ્યવસાયથી ખુશ છે. પિનલભાઈ પટેલનું માનવું છે કે ધો.૧૨ પછી સ્નાતક થયો હોત તો પણ સારી નોકરી ના મળે તો ધંધો કરવા માટે મુડી લગાવવી પડે. એના કરતા બાપ/દાદાની ૮ વીઘા જમીન એ મારી મોટી મુડી જ છે. જો તેમાં ખેતી કરૃ તો પણ સારી આવક મેળવી શકું. તેથી આગળ ન ભણતા મેં ખેતીને જ મારો વ્યવસાય બનાવી દીધો અને મારા પિતાને હું સારી મદદ કરી શકું છું. રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતા કૃષિ મહોત્સવ વિશે પિનલભાઈ પટેલ કહે છે કે ખેડૂતોને ચોક્કસ આધુનિક ખેત પધ્ધતિ વિશેનું માર્ગદર્શન મળે છે અને હું પણ ૯ ગુંઠામાં ગ્રીન હાઉસ કરવા માગું છું. મેં આની જાણકારી મેળવી છે. ચાલુ સાલે તેમણે કપાસની ખેતી પણ દોઢ વીઘામાં કરી છે.

No comments:

Post a Comment