કચ્છ એટલે રણ અને આ રણ વિશે બહુ સાંભળ્યું પણ કચ્છની ધરતીમા ચંદનની સુંગધીદાર ખેતી થાય છે, ખેડૂતો ચિલા-ચાલુ ખેતી કરવાની ટાળીને હાઇ-ફાઇ ખેતી કરતા થયા છે. ફકત પાંચ એકર જમીનમા હજારો કે લાખો રુપીયા નહી પણ કરોડોની ખેતીની ઉપજ આપશે.
કચ્છમા રણ, દરિયો અને ડુંગર આ વિસ્તારની ખાસીયત છે. કચ્છના માંડવી વિસ્તારમા ચંદનની ખેતી છેલ્લા ચાર વષૅથી તેની શરુઆત ખેડૂતો એ કરી છે, માંડવીના રાયણ ગામના રતિલાલ ભાઇ ખેતીમા પરિવતૅન અને કંઇક નવું કરવું ચિલા ચાલુ ખેતી બહુ વષોથી કરતા હવે તેઓ કચ્છની ધરતીને ચંદન વાવીને સાબીત કરવા માગે છે આ રણ વિસ્તારમા ચંદન ખેતી પણ સારી થાય છે. તેમને ખાલી ચંદન વાવવા માટે નથી વાવીયા તેઓ ચંદની ખેતીને વૈજ્ઞાનિક ઢબે કરી રહ્યા છે. ચંદન વિશે માહિતે મેળવવા દક્ષિણભારતના જંગલો ફરી વળ્યા તે સંપુણૅ માહિતી મેળવી. તેમને પાંચ એકરમા 1400 સુખડ ચંદન અને 450 લાલ ચંદનના વૃક્ષો વાવીયા છે. આજે 4 વષે આ પાકની વૃધ્ધીમા વધારો જોતા ચંદનની ખેતીની સફળતા દેખાઇ રહી છે.
ચંદનની ખેતી બીજા પાક ઉપર નિર્ભર રાખીને તૈયાર થાય છે. આ ખેડૂત ખેતી કરવા માટે કોઇ પણ જાતના રાસાયણીક ખાતર કે દવાનો ઉપયોગ કરતા નથી. ચંદનની ખેતી સફળ કરવા માટે વૃક્ષના મુળમા મહેદી, તેમજ સરુ લગાવ્યા શરુ દ્રારા ચંદનને નાઇટ્રોજન મળે છે. મોસંબી પણ લગાવી છે. આંતર પાકમા રજકો કરવાથી ચંદનના પાકને ઠંડક મળી રહે જલ્દી વૃધ્ધી થાય તે માટે ખેડૂત તેની સતત કાળજી રાખી રહ્યા છે. ચંદનના બે ઝાડ વચ્ચે વધારે જગ્યા હોવાથી આંતર પાક લઇ શકાય છે. જેથી આવક પણ બીજા પાકની સતત ચાલુ રહે છે, ચંદનનુ ઝાડ આઠ -દસ વષૅમા તૈયાર થઇ જાય છે જેમા ચંદનનો કિલો પ્રમાણે ભાગ ગણીએ તો સુખડ ચંદન કીલોના 4,500 ભાવ છે જયારે રક્તચંદન(લાલ ચંદન)નો ભાવ કિલોના 9,500 છે.એક ઝાડ મા અંદાજે 15 કીલો જેટલું લાકડુ મળે એટલે પચાસ હજાર ઉપર ઝાડની કિમત થઇ શકે છે. એટલે આઠથી દસ વષૅ આ ઝાડ કિમત 8 કરોડ ઉપર થઇ શકે છે. આ ખેતી કરોડોની હોવાથી તેની સંભાળ રાખવા માટે ખેડૂત ચિંતત છે તેઓ ચંદનની ખેતીના રક્ષણ માટે સીસીટીવી કેમેરા અને પાક રક્ષણ માટે હથિયારનું લાયન્સ મેળવશે. આજે લાલ ચંદન અને સુખડ ચંદન કોસ્મેટીક વસ્તું મા તેમા અન્ય રીતે તેની ઉપયોગીતા એટલી છે તેના લીધી તેની બજાર કિમત પણ વધારે છે. તે ઉપરાંત રતિલાભાઇ હવે ચંદનની સફળતાને જોઇને હવે કોમૅશિય રીતે સાગના 1300 ઝાડ પણ લગાવાના છે.
ચંદનની ખેતી તે પણ કચ્છ આ જાણીને કૃષિ વૈજ્ઞાનિકો પણ ટીમ સાથે આ વિસ્તારની મુલાકાત કરવા માટે આવે છે તેઓ પણ માને રતિલાલ ભાઇની ખેતી ચંદનની ખેતીનું આદશૅ મોડલ છે, આ રીતનું મોડલ કયાં જોયું નથી તેમ વૈજ્ઞાનિકો માની રહ્યા છે, આ તેમની સોઇલ હેલ્થ એકદમ સારી છે. રતિલાલ ચંદનની ખેતીમા જે સાથે પાકો લીધા છે, રજકો, મકાઇ, સાથે સરુ, શાકભાજી જે ખરેખર એક કુદરતી મોડલ છે. જમીનમા સારો સુધારો આવ્યો છે. આ વિસ્તારમા આવી જાણે કોઇ દક્ષીણ ભારતના વિસ્તારમા હોય તેવું ફિલ થાય છે તેવી નવાઇની બાબત છે કે આ વિસ્તારમા ચંદનની ખેતી થાય છે.
આ વિસ્તારના ખેડૂતોમા ચંદનની ખેતીમા સફળતા દેખાતા ખેડૂતો પોતાની રીતે વાવેતર વિસ્તાર વધારી રહ્યા છે. ચંદનની ખેતી થકી માંડવીનું નામ વિશ્વમા ગુંજતુ થાય તો નવાઇ નહી.
No comments:
Post a Comment