ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Thursday, 28 January 2016

ગાયની વિવિધ ઓલાદો‌ અને તેના લક્ષણો.....

દુધાળી ઓલાદો

સહીવાલ

મુખ્યત્વે પંજાબ, હરિયાણા, ઉ.પ્ર., દિલ્હી, બિહાર અને મ.પ્ર.માં જોવા મળે છે.દૂધની આવક – ગ્રામીણ પરિસ્થિતિમાં: 1350 કિગ્રા. અને વેપારી ફાર્મ્સમાં: 2100 કિગ્રા.પહેલા વેતર વખતે ઉંમર – 32-36 મહિનાબે વેતર વચ્ચેનો ગાળો – 15 મહિના

ગીર

મુખ્યત્વે દક્ષિણ કાઠીયાવાડના ગીરના જંગલ વિસ્તારમાં જોવા મળે છે.દૂધની આવક – ગ્રામીણ પરિસ્થિતિમાં: 900 કિગ્રા. અને  વેપારી ફાર્મ્સમાં: 1600 કિગ્રા.

થરપારકર

જોધપુર, કચ્છ અને જેસલમેરમાં જોવા મળે છે.દૂધની આવક – ગ્રામીણ પરિસ્થિતિમાં: 1600 કિગ્રા. અને વેપારી ફાર્મ્સમાં: 2500 કિગ્રા.

કરન ફ્રાઈ (Karan Frie)

રાજસ્થાનમાં જોવા મળતી થરપારકર ગાયની ઓલાદ સાથે હોલ્સ્ટેન ફ્રેસીયન સાંઢના કૃત્રિમ વીર્યદાન દ્વારા કરન ફ્રાઈ વિકસાવવામાં આવી હતી. 

થરપારકર ગાયો દૂધ સરેરાશ પ્રમાણમાં આપતી હોવા છતાં ગરમ અને ભેજવાળી આબોહવાનો સામનો કરવાની તેમની ક્ષમતા માટે તેમનું મૂલ્ય ઘણું ઊંચુ આંકવામાં આવે છે.

ઓલાદની લાક્ષણિકતાઓ :

તેમના શરીર, કપાળ અને પૂંછડી પર કાળા અને સફેદ ધબ્બા હોય છે. તેમના ઘેરા રંગના આંચળની ડીંટડીઓ પર સફેદ ધબ્બા અને દૂધની સ્પષ્ટ જણાતી શિરાઓ હોય છે.

કરન ફ્રાઈ ગાયો અત્યંત આજ્ઞાંકિત હોય છે. માદા વાછરડા નર વાછરડાની સરખામણીમાં જલ્દીથી પુખ્ત થાય છે અને 32-34 મહિનાની ઉંમરે ગર્ભ ધારણ કરે છે.ગર્ભધારણ સમય સામાન્યપણે લગભગ 280 દિવસ રહે છે. વેતર પછી પશુ 3-4 મહિનામાં ગર્ભ ધારણ કરે છે, આમ સ્થાનિક ગાયોની સરખામણીમાં તેઓ સ્પષ્ટ લાભ ધરાવે છે. સ્થાનિક ગાયો ફરી ગર્ભ ધારણ કરવા સામાન્યપણે 5-6 મહિના લે છે.Milk yield દૂધની આવક : કરન ફ્રાઈ ઓલાદની ગાયો વર્ષે 3,000થી 3,400 લિટર દૂધનું ઉત્પાદન કરવા સક્ષમ છે. સંસ્થાના ફાર્મ ખાતે આ ગાયની ઓલાદ સરેરાશ 3,700 લિટર દૂધ આપતી હતી. તેમાં ચરબીનો ભાગ લગભગ 4.2 ટકા હતો અને તે 320 દિવસ દૂધ આપતી હતી, એમ તેમણે સમજાવ્યું હતું.આ ઓલાદને પૂરતા પ્રમાણમાં લીલો ઘાસચારો તેમજ સંતુલિત સંકેન્દ્રીત મિશ્રણ આપવામાં આવે ત્યારે તે રોજના લગભગ 15-20 લિટર દૂધ આપી શકે છે. દૂધની આવક ધાવણકાળ (એટલે કે વેતરના 3-4 મહિના)ની ચરમ સીમાએ દિવસના 25-30 લિટર સુધી જઈ શકે છે.દૂધ ઉત્પાદનની ઊંચી ક્ષમતાને કારણે વધારે દૂધ આપતી ગાયો આંચળના ચેપ (મસ્ટાઇટિસ) તથા ખનીજની ઉણપોનો વધારે ભોગ બને છે, જેનું વેળાસર નિદાન થાય તો સારવાર શક્ય છે.

No comments:

Post a Comment