પોચો સડો
આ રોગ સ્યૂડોમોનાસ નામના જીવાણુથી થાય છે. ડુંગળીનો પોચો સડો ઊભા પાકમાં તથા સંગ્રહ દરમ્યાન જોવા મળે છે. આવા રોગીષ્ટ કાંદાઓને દબાવતા તેમાથી ચીકણું, ગંધાતી વાંસ વાળું પ્રવાહી નીકળે છે. નિયંત્રણ માટે કાપણી થડ સુકાયા બાદ જ કરવી. કાંદાનો સંગ્રહ નીચા તાપમાને (25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને) અને હવાની અવરજવર સારી હોય તે જગ્યાએ કરવો.
દડાની કાળી ફૂગ
કાળી ફૂગ સંગ્રહ દરમિયાન કાંદા ના ફોતરાં વચ્ચે કાળી ભૂકી સ્વરૂપે જોવા મળે છે. નિયંત્રણ માટે કંદ ઉપાડતી વખતે તેને ઇજા ન થાય એની કાળજી રાખવી. કાંદાનો સંગ્રહ નીચા તાપમાને (25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને) અને હવાની અવરજવર સારી હોય તે જગ્યાએ કરવો.
No comments:
Post a Comment