ગુજરાત માં મુખ્યત્વે ચણા, ઘઉં, જુવાર, મકાઇ, ધાણા, લસણ, જીરું, બટાકા, ઈસબગુલ,વરિયાળી વગેરેનું શિયાળુ વાવેતર થાય છે. પરંતુ પાછલા કેટલાક વર્ષો ની સરેરાશ શિયાળુ વાવેતર ની સરખામણી એ ચાલુ વર્ષ માં બટાકા,વરિયાળી,જીરું ને બાદ કરતાં તમામ મુખ્ય શિયાળુ પાક ના વાવેતર માં નોંધપાત્ર ઘટાડો નોંધાયેલ છે. જેમાં સૌથી વધુ ઘઉં માં ૩૬% જેટલું વાવેતર ઘટ્યું છે.
ચાલુ વર્ષ ની વાત કરીયે તો સરકારી આંકડા પ્રમાણે મોટા ભાગ ના પાક નું વાવેતર નોંધપાત્ર રીતે ૧૫% થી ૩૦% જેટલું ઘટ્યું છે. જેના મુખ્ય કારણ માં નબળા ચોમાસા ને લીધે જળાશયો માં પાણી ની ઓછી આવક તેમજ ખરીફ સિઝન દરમ્યાન થયેલ નબળું ઉત્પાદન છે.
No comments:
Post a Comment