ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Thursday, 10 December 2015

નર્સરીમાં કેવી રીતે ઉછેરશો ઉતમ ગુણવત્તાયુક્ત રોપ


નર્સરીમાં રોગમુક્ત છોડ ઉછેરવા માટે 5 વાતો પર છે આધાર ;

રોગમુક્ત નર્સરીની જમીન કે કોકપીટમાં રોપનો ઉછેર

2. સારૂ બીજ

3, ચૂસીયા જીવાત સામે રક્ષણ

4, યોગ્ય પોષણ

5. બીમારીઓથી રક્ષણ

1, પ્રો ટ્રે માં કોકપિટ ભરીને તેના બીજ ઉગડો. કોકપિટને ધોઈ ફૂગનાશકથી ઉપચારિત કરી સુકવી કોકપિટ ભરવું.

અથવા

નર્સરીને રોગ મુક્ત બનાવવા માટે નર્સરીની જમીનનું નિર્જિવિકરણ કરો. તેના માટે નવું ઉત્પાદન સિલ્વર નેનો બજારમાં ઉપલબ્ધ છે. તેને પાણીમાં ભેળવી નર્સરીની જમીન ઉપર નાખવાનું હોય છે. જેનાથી જમીનમાં ઉપલબ્ધ બધી જ ફૂગ તથા સૂક્ષ્મ જીવનું મારી જાય છે અને જમીન હાનિકારક રોગ અને જીવમુક્ત થઈ જાય છે.

2, બજારમાં મળતા મોટા ભાગના બીજ પહેલેથી ઉપચારિત કરેલા હોય છે પરંતુ જો ઘરના બીજ હોય તો ફૂગનાશક તથા જંતુનાશક દવાથી ઉપચારિત કરો. બીજના પેકેટ પર છાપેલ જાણકારી જરૂરથી વાંચો. ઉપચાર માટે બજારમાં અનેક દવાઓ ઉપલબ્ધ છે જેવી કે થાઈરમ, કાર્બેન્ડાઝીમ, મેટલીક્સિલ + મેંકોઝેબ વિગેરે. સામાન્યત 2-3 ગ્રામ /કિલો બીજના દરથી ઉપચાર કરવો જોઇએ.

3. જો નર્સરીમાં ચૂસીયા પ્રકારના કીટકથી રક્ષા માટે ઈન્સેક્ટ નેટ (40મેશ) ઢાંકવામાં આવે તો સૌથી વધુ ઉત્તમ છે અન્યથા અંકુરણ બાદ નિયમિત સમય પર ચૂસીયા પ્રકારની દવાનો સ્પ્રે આવશ્ય કરો. જેના માટે અલગ અલગ દવાનો ઉપયોગ કરો જેવી કે ઇમિડાક્લોપ્રિડ, થાયોમેથાકક્ષામ, એસિટામિપ્રિડ, ફિપ્રોનિલ વિગેરે. થાયોમેથાકક્ષામનું ડ્રેંચિંગ પણ થઈ શકે છે. સ્પ્રે માટે દવાની માત્ર ધ્યાનમાં રાખવી.

4. બીમારીઓની રક્ષા માટે વાવણી પછી તરત જ મેટલીક્સિલ + મેંકોઝેબ 2 ગ્રામ /લિટર પાણીના પ્રમાણથી ડ્રેંચિંગ કરો.

5. સમય સમય પર 19:19:19 એનપીકે 50 ગ્રામ પ્રતિ 10 લિટર હિસાબથી સ્પ્રે કરો. જો રોપ ક્યારીમાં લગાવ્યો હોય તો એક ગુંઠા જમીન માટે 50 થી 70 કિલો સારું સડેલું છાણિયું ખાતર નાખો અથવા 10 કિલો એરંડીનું ખાતર જમીન તૈયારીના સમયે વ્યવસ્થિત જમીનમાં ભેળવી દો. એક ગૂંથમાં 500 ગ્રામ (1.85 કિલો યુરિયા અથવા 2.5 કિલો અમોનિયમ સલ્ફેટ) અને 500 ગ્રામ ફૉસ્ફરસ (3.125 કિલો સિંગલ સુપર ફોસ્ફેટ) ક્યારીઓ બનાવ્યા બાદ, વાવણી પહેલા આપી દંતાળીથી જમીનમાં ભેળવી દો. બીજ અંકુરણના 15-50 દિવસ બાદ એક ગુંઠા માં 500 ગ્રામ નાઇટ્રોજન (2.5 કિલો એમોનિયમ સલ્ફેટ)ના હિસાબથી આપો. જો નર્સરીમાં ઝીંક કે લોહ તત્વની ખામી દેખાયતો એક ગુંઠામાં 400ગ્રામ ફેરસ સલ્ફેટ, 200 ગ્રામ ઝીંક સલ્ફેટ અને 100 ગ્રામ બોરેક્ષ જમીનની તૈયારી સમયે આપો.

No comments:

Post a Comment