પશુપાલન વિભાગ તરફથી હાલ પશુ વિમા સહાય યોજના માટે ખેડૂતોને સબસિડીનો લાભ આપવા માટે ઑનલાઈન અરજી સ્વીકારવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. તેના માટે ઑનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર નક્કી કરાઈ છે.
આ યોજના નો લાભ લેવા માટે પશુઓ નો વીમો લીધા બાદ પોલિસી મેળવી લાભાર્થી મહિલા પશુ પાલક પશુ દીઠ વિમા રકમ ના 75% અથવા રૂ.1125/- બે માથી જે ઓછું હોય તે અને પશુપાલક દીઠ વધુ માં વધુ 2 પશુઑ માટે આ યોજના નો લાભ લઈ સકે છે. ખેડૂત મિત્રોને ખાસ જણાવાનું કે સબસિડીના લાભ માટે પશુપાલન વિભાગ દ્વારા નક્કી કરાયેલા નિયમને અનુસરવા પડશે. આ યોજનાનો લાભ ખેડૂત મિત્ર વર્ષ માં એક જ વખત મેળવી શકે છે.
સબસિડીનો લાભ લેવા ઇચ્છુક ખેડૂત મિત્ર નજીકના ઇ-ગ્રામ સેન્ટર પર જઈને અથવા તો ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોય તો https://ikhedut.gujarat.gov.in પરથી અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી કર્યા બાદ અરજીની નકલ અને જરૂરી આધાર પુરાવા નજીક ના પશુદવાખાના માં જઇ જમા કરાવાના રહેશે. વધુ માહિતી માટે પશુપાલન વિભાગ અથવા નજીક ના પશુદવાખાના નો સંપર્ક કરો.
No comments:
Post a Comment