ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Wednesday, 30 December 2015

ખેડૂતો આનંદો! રવિ કૃષિ મહોત્સવનો આજથી પ્રારંભ

ગુજરાત સરકાર દ્વારા આજે એટલે કે 31મી ડિસેમ્બર 2015 થી રાજ્યભરમાં 4 જાન્યુઆરી સુધી રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરાયું છે. આ મેગા ઇવેન્ટમાં રાજ્યના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ 31મી ડિસેમ્બરના રોજ કચ્છ જિલ્લાના ભૂજ તાલુકામાં આવેલ વેકરીયા રણ ખાતે અને 2 જાન્યુઆરીના રોજ દાહોદ જિલ્લાના દેવગઢબારિયા ખાતે હાજર રહેશે.

રાજ્ય સરકારે કૃષિ મહોત્સવ દરમ્યાન ખેડૂતોને 7-12નો ઉતારો અને 8-અની નકલ મફતમાં આપવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય 31મી ડિસેમ્બર થી 5મી જાન્યુઆરી સુધી આઈખેડૂત પોર્ટલ પર ટ્રેકટર સિવાય દરેક ઘટકો માટે ઑનલાઈન અરજી સ્વીકાર્ય છે. વધુ માહિતી માટે ખેતીવાડી વિભાગનો અથવા તો ગ્રામસેવકનો સંપર્ક કરવો.

ખેડૂત મિત્ર સબસિડી માટે www.ikhedut.gujarat.gov.in પરથી ઑનલાઈન અરજી કરી શકે છે. 

No comments:

Post a Comment