કૃષિ ક્રાંતિ: પાટડી તાલુકાના નાગડકા ગામમાં ખેડૂતે 4 વીધામાં કરી લીલી હળદરની ખેતી કરી આર્થિક ફાયદો મેળવ્યો
પાટડી: ખુદ કરો તો ખેતી નહી તો ફજેતી કહેવત ની જેમ નાગડકાના એક સાહસીક ખેડુતે રણની સુકી ધરમાં લીલી હળદરનું વાવેતર કરી અન્ય ખેડુતોને અનોખો રાહ ચીંધ્યો છે. પોતાના 4 વીઘાના ખેતરમાં પીળી સોના જેવી હળદરની ખેતીની આખુ ખેતર પીળુછમ્મ બન્યુ છે.
જમીનમાં ઉપલા પડમાં ક્ષાર છતાં કરી ખેતી
ખુદ કરો તો ખેતી નહી તો ફજેતી… આ કહેવત પ્રચલીત છે. તેની સાથે ખેતીમાં આજના યુગમાં અનેક વિકલ્પો છે. આજનો આધુનીક ખેડુત પરંપરાગત ખેતી કરવાની સૂઝની સાથે ટેકનોલોજીના ઉપયોગથી અશકય લાગતી બાબતો શક્ય કરતો થયો છે. કારીગરના હુલામણા નામથી પ્રચલીત પાટડી તાલુકાના નાગડકા ગામના કાંતીભાઇ દામોદરભાઇ પટેલે પોતાના 4 વીઘાના ખેતરમાં રણની સુકી ધરામાં લીલી હળદરનું વાવતેર કર્યુ છે. એમાય ઝાલાવાડની જમીનમાં ઉપલા પડમાં ઘણો બધો ક્ષાર હોય છે. તેના કારણે ખેતી કરવામાં અને તેના સારા પરીણામો લાવવામાં મુશ્કેલી પડે છે.
આ અંગે નાગડકાના ખેડૂત કાંતીભાઇ પટેલે જણાવ્યુ કે, હળદરની ખેતીને શરૂઆતમાં તડકાથી બચવા માટે છાયડો જોઇએ તે માટે વધુ લીલાશ આપે તેવા ગુવારનુ વાવેતર કરવામાં આવે છે. લીલી હળદરનું 100 મણ ઉત્પાદન થાય તો ઉતારો માત્ર 22 મણ જ નીકળે છે. પછી એને સૂકવીને પાવડર બનાવવામાં આવે છે. અને સૂકી હળદરનાં ભાવ મણના 2200 થી 2300 જેટલો સારો ભાવ મળે છે. અને 9 મહીનામાં પાક તૈયાર થઇ જાય છે. પ્રયોગો કરતા રહેલા જાગૃત અને ઉદ્યમી ખેડૂતો ઉત્પાદનથી સાથે સાથે સારા ભાવ મળેતો ખેતીની દશા સુધરે એમ લાગે છે.
No comments:
Post a Comment