ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Wednesday, 30 December 2015

: જીરૂ, વરિયાળી અને ધાણામાં કેવી રીતે કરશો રોગનું નિયંત્રણ?

ખેડૂત મિત્રો, રાજ્યમાં જીરૂ, વરિયાળી અને ધાણાનું વાવેતર મુખ્યત્વે ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થાય છે કારણ કે ત્યાંનું હવામાન આ પાક માટે અનુકૂળ આવે છે છતાંપણ વાદળછાયા અને ઝાકળવાળા વાતાવરણમાં થોડી પણ રોગ નિયંત્રણની લાપરવાહી કરી શકે છે આપનો પાક ૫૦% થી પણ વધુ નિષ્ફળ !. તો ચાલો જાણીએ આ રોગ જેવા કે કાળિયો/કાળી ચરમી, સુકારો, અને ભૂકી છારો (છાસિયો) નું કઈ રીતે કરીશું સચોટ નિયંત્રણ.

કાળિયો/કાળી ચરમી – પાક 30-35 દિવસનો થયા બાદ આ રોગ જોવા મળે છે, શરૂઆતમાં પાન અને ડાળી પર નાના કથ્થાઈ રંગના ટપકા જોવા મળે છે, સમય જતાં આખો છોડ કથ્થાઇ થઈ સુકાય જાય છે.સૂકારો- જમીનજન્ય ફૂગથી થતો રોગ છે, રોગથી તંદુરસ્ત છોડના પાન અને ડાળિયો એકા એક નમી પડે છે. રોગની શરૂઆતમાં ખેતરમાં કુંડળાં સ્વરૂપે જોવા મળે છે અને રોગીસ્ટ છોડને દાણા બેસતા નથી.ભૂકી છારો (છાસિયો) – આ રોગથી છોડના પાન પર સફેદ રંગની ફૂગ વૃદ્ધિ પામે છે. સમય જતાં આખો છોડ સફેદ દેખાય છે. છોડનો વિકાસ અટકે છે. દાણા બેસતા નથી અને બેસે તો વજનમાં હલકા રહે છે.

નિયંત્રણ:

- ભેજવાળું વાતાવરણ આ રોગોના ઉપદ્રવ માટે વધુ અનુકૂળ છે તેથી વાદળછાયા કે ઘૂમ્મસવાળા વાતાવરણમાં પિયત આપવાનું ટાળવું. વધુ પડતાં નાઇટ્રોજનયુક્ત ખાતરથી છોડની વનસ્પતિક વૃધ્ધિ વધવા છે જેથી રોગ ઝડપથી ફેલાતો હોય ઉપયોગ ઘટાડવો.

- સૂકારા પ્રતિકારક જાત જેવી કે ગુ. જીરૂ-3 અને ૪ નું વાવેતર કરેલ હોય તો ઓછો જોવા મળે છે. સાથે સાથે ગુવાર કે જુવારના પાક પછી વાવેતર કર્યું હોય તો પણ સુકારો ઓછો જોવા મળે છે.

- કાળિયા અને સુકારાનું રસાયણિક નિયંત્રણ- 30-40 દિવસ બાદ મેંકોઝેબ (35 ગ્રામ/10 લિટર) અથવા ડાયફેંકોનાઝોલ 0.025% (10મિલી/10લિટર) અથવા કાર્બેન્ડઝીમ ૧૨% + મેંકોઝેબ ૬૩% (એમકાર્બ ૭૫% વે.પા) ૨૭ગ્રામ/૧૦ લિટર પાણીમાં ભેળવી છાંટો. આ રીતે 10 દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા.

- ભૂકી છારો (છાસિયા)નું રસાયણિક નિયંત્રણ - છોડ ૪૫ દિવસનો થયા બાદ જ્યારે ઝાકળ હોય ત્યારે ૩૦૦ મેશ ગંધકની ભૂકી ૨૫ કિલો/હેક્ટર પ્રમાણે વહેલી સવારે છાંટો જેથી ઝાકળના ભેજથી ભૂકી છોડ સાથે ચોટી જાય. આમ ૧૫ દિવસના અંતરે ત્રણ છટકાવ કરવા. ભૂકી સ્વરૂપના ગંધકને બદલે દ્રાવ્ય ગંધક ૨૫ ગ્રામ અથવા કેલિક્ષિન ૭ મિલી દવા ૧૦ લિટર પાણીમાં ઓગાળી ૨-૩ છંટકાવ કરવા, આ છંટકાવ ઝાકળ ઉડી ગયા પછી કરવો જેથી સૂકા છોડ પર દવા ચોટી રહે.   

No comments:

Post a Comment