સૌરાષ્ટ્રની બજારમાં લસણની આવકો ઘટવા પામી છે ખેડૂતો કે સ્ટોકિસ્ટો ની હાલ વેચવાલી ઓછી થઇ છે, જોકે બજારનો માહોલ જોતાં મજબૂતી તરફનો છે. લસણમાં રાજકોટ ગોંડલ અને જામનગરમાં આવકો ઘટી હતી આવક ઘટતા ભાવમાં સુધારાની ચાલ જોવાશે તેમ વેપારીઓ માને છે. દરમિયાન કેટલાક જાણકારોના મતે આવક ઘટવા માટે હાલમાં ખેડૂતો પાસે માલ બચ્યો નથી અને સ્ટોકિસ્ટો ઊંચા ભાવની રાહ જોઈ રહ્યા હોય તેમ માને છે વધુમાં આવી પરિસ્થિતી માં ભાવમાં વધારો જોવાય તેવી શકયતા હોવાનું જણાવે છે.
રાજ્ય ના કૃષિ વિભાગ મુજબ લસણ ના વાવેતર માં પણ ઘટાડો નોંધાયો છે. આ વર્ષે વરસાદ ઓછો થતાં પાણી ની અછત ના કારણે લસણ નું વાવેતર ઘટ્યું છે. જેથી ઉત્પાદન પણ ઘટવાની સકયતા હોવાથી ભાવ માં વધારો થઈ શકે છે. આજે રાજકોટ માર્કેટ માં લસણ ના ભાવ રૂ. 70 વધીને 1450 થી 2305 પ્રતિ 20કિગ્રા. રહ્યા અને જામનગર માં રૂ. 1525 થી 2528 પ્રતિ 20કિગ્રા. ભાવ રહ્યા હતા.
No comments:
Post a Comment