ગુજરાતના મહિલા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે રાજ્યના આશરે કુલ 2.10 કરોડ ખેડૂત ખાતેદારોને જમીન રેકોર્ડના દસ્તાવેજ એવા 7-12નો ઉતારો અને 8-અની નકલ મફતમાં આપવાનો નિર્ણય લીધો છે. કેબીનેટની બેઠક બાદ યોજાયેલા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ વખતે આ નિર્યણની જાહેરાત કરાઈ હતી.
રાજ્યમાં 31મી ડિસેમ્બર થી 4 જાન્યુઆરી દરમ્યાન રવી સીઝનનો કૃષિ મહોત્સવ યોજાઈ રહ્યો છે. આ મહોત્સવ વખતે 7-12 અને ગામ 8-અના ઉતારાનું મફત વિતરણ કરવાની મુખ્યમંત્રીએ સૂચના આપી હતી.
ઉલ્લેખનીય છે કે વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રજાના પ્રશ્નો હલ કરવા માટે યોજાતા સ્વાગત ઑનલાઈન કાર્યક્રમ દરમ્યાન આનંદીબહેને જિલ્લા કલેકટરોને તથા મહેસૂલ વિભાગના અગ્રસચિવને ખેડૂતોને તેમના જમીન દસ્તાવેજની નકલ આપવા જણાવ્યું હતું.
મહેસૂલ વિભાગના સૂત્રોનું કહેવું છે કે મુખ્યમંત્રીની સૂચના પ્રમાણે રાજ્યના 2.10 કરોડ ખેડૂત ખાતેદારોને જમીન મિલકતના રેકોર્ડની નકલ આપવામાં આવશે. દરેક ગ્રામપંચાયત તથા 10508 મહેસૂલી ગામો આવરી લેવાશે. રવી કૃષિ મહોત્સવથી વિતરણ તાલુકા સ્તરેથી શરૂ કરાશે અને જે લોકો બાકી રહેશે તેમને પ્રજાસત્તાક દિન સુધીમાં વિતરણ કરાશે.
No comments:
Post a Comment