જમીન સંરક્ષણ વિભાગની તરફથી જીપ્સમ એટલ કે લીલા પડવાશ માટે સબસિડી ઉપલબ્ધ છે. લાભાર્થીએ સબસિડીનો લાભ લેવો હોય તો આઇખેડૂત પોર્ટલ પરથી ઑનલાઇન અરજી કરવાની રહેશે. સબસિડી માટે ઑનલાઇન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 28મી ડિસેમ્બર છે.
જીપ્સમ માટે સબસિડીનો લાભ લેવા માટે સરકારના નક્કી કરેલા નિયમ પ્રમાણે એસ.લ.સી.31 અને એસ.એલ.સી.-19 હેઠળ આવતા ખેડૂત મિત્રને હેકટરદીઠ રૂ.18,000ની મર્યાદામાં સહાય મળશે. જ્યારે આલ્કલી જમીન સુધારણા અંતર્ગત હેકટરદીઠ રૂપિયા 20000ની સહાય ઉપલબ્ધ કરાશે.
લાભાર્થી ખાતેદાર જાતે કામગીરી કરવા ઈચ્છે તો ખાતેદાર માટે કામગીરી પૂર્ણ થયે થી 90% સહાય મળશે. જો લાભાર્થી ખાતેદાર નિગમ મારફતે કામ કરાવવા ઈચ્છે તો તેમના ફાળાની 10% રકમ એડવાન્સમાં નિગમ કચેરી એ જમા કરાવવાની રહેશે અને ત્યારબાદ જ કામગીરી હાથ ધરવાની રહેશે.
સબસિડીના લાભ માટે નક્કી કરેલા નિયમ પ્રમાણે ગુજરાત લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન કચેરી દ્વારા બાયસેગ પાસેથી જે-તે સર્વે નંબરમાં, અધ્યતન નકશા આધારિત થયેલ કામગીરીની ખરાઇ કર્યા બાદ જ ફાઇનલ ચૂકવણું કરવાનું થશે. ઘટકનો લાભ ખાતાદીઠ ધારણ કરેલ જમીનની મર્યાદામાં એક જ વાર મળશે.
આ અંગેની વધુ માહિતી માટે નજીકમાં આવેલ ગુજરાત લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન કચેરીનો સંપર્ક કરવો.
જીપસમ ની જરૂરિયાત છે
ReplyDeleteHa
Deleteહા મારે ખૂબ જરૂર છે પણ ક્યાંથી મેળવવો અને કેટલો ભાવ છે ખબર નથી
ReplyDelete