શેરડીની નવીનતમ વાવેતર પદ્ધતિ દ્વારા વિક્રમી ઉત્પાદન મેળવીને બારડોલી વિસ્તારમાં પ્રથમ સ્થાન મેળવનાર પિનાકીનભાઈ પટેલ આરએમએલ સાથે પણ ઘણા સમયથી જોડાયેલાં છે.
છેલ્લા ઘણા વર્ષોથી શેરડીની ખેતી સાથે સંકળાયેલા પિનાકીનભાઈ પલસાણા તાલુકામાં આવેલ તુંડી ગામના રહેવાસી છે. વર્ષોથી તેઓ શેરડીનું પરંપરાગત વાવેતર કરતાં હતા. તેમાં ખેતી ખર્ચ વધુ અને ઉત્પાદન ઓછું મળતું .
તેઓ નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવતા શેરડીની ખેતી વિષેના પરિસંવાદ શિબિરોમાંથી તેમજ સુગર મંડળીના ખેડૂત વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીથી પ્રેરિત થયા. પિનાકીનભાઈએ 2014-15ની સીઝનમાં કો. એમ. 0265 જેવી મધ્યમ મોડી પાકતી જાત પર પસંદગી ઉતારી. વાવેતર પદ્ધતિમાં ફેરફાર કરી બે ચાસ ની હાર વચ્ચે પાંચ ફૂટ નું અંતર તેમજ ચાસ માં એક –એક ફુટ ના અંતરે ફૂગનાશક અને જંતુનાશક દવાનો પટ આપીને વાવેતર કર્યું. આથી જમીનજન્ય રોગથી બચી શકાય અને વાવેતર પછી સમયાંતરે ખાતર તેમજ દવાની જરૂરિયાત મુજબ ઉપયોગ કર્યો. એકર દીઠ આશરે 84 ટનનું મબલખ ઉત્પાદન મેળવ્યું અને તેમને પુરસ્કાર પણ પ્રાપ્ત થયો.
વધુ માહિતી માટે પિનાકીનભાઈનો સીધો સંપર્ક 9427151128 કરો
No comments:
Post a Comment