અત્યાર સુધી ખેતરના શેઢે અથવા બિન ઉપજાઉ જમીનમાં વવાતી નીલગીરીની માંગ વિવિધ ક્ષેત્રે વધતાં હવે ખેડૂતોએ નીલગીરીની ખેતીને વ્યાવસાયિક ધોરણે અપનાવી છે. ગુજરાતની વાત કરીએ તો છેલ્લા કેટલાંક વર્ષોથી નીલગીરીન વાવેતરમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. જેમાં મુખ્યત્વે મધ્ય ગુજરાતના વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર જિલ્લામાં નીલગીરીનું વાવેતર ઉત્તરોત્તર વધી રહ્યું છે.
નીલગીરીની ખેતીની વાત કરીએ ત્યારે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલ નાના ફોફિયા ગામના ખેડૂત અક્ષયભાઈ પટેલ અચુક યાદ આવે. અક્ષયભાઈ 100 વીઘા જમીનમાંથી 40 વીઘા જમીનમાં નીલગીરીની ખેતી કરીને સારી કમાણી કરી રહ્યાં છે.
આ અંગે તેમનું કહેવું છે કે નીલગીરીના વૃક્ષનું વાવેતર મોટેભાગે ચોમાસા આસપાસ થતું હોય છે. એક વીઘામાં 800 થી 1000 છોડ વાવી શકાય છે. યોગ્ય માવજત અને ઉછેરથી નીલગીરીનું પ્રથમ કટિંગ અઢી વર્ષમાં લઈ શકાય છે. તેમજ ત્યારબાદ દર દોઢ વર્ષના અંતરે બીજા બે કટિંગ લઈ શકાય છે.
એક વખતના કટિંગમાં એક વીઘામાંથી આશરે રૂ.80,00 થી 90,000ની આવક થાય છે. જેની સામે નીલગીરીના ઉછેરનો ખર્ચ એકદમ ઓછો આવે છે. આથી ખેડૂતો નિલગિરી ની ખેતી તરફ આકર્ષાયા છે.
ઉલ્લેખનીય છે કે નીલગીરીના લાકડાનો મુખ્ય ઉપયોગ કાગળ બનાવવા તેમજ તેના પાંદડાનો તેલ અને દવા બનાવા માટે ઉપયોગ થાય છે. જેના લીધે તેની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે.
વધુ માહિતી માટે સીધો સંપર્ક કરો: 9879007280
No comments:
Post a Comment