ગ્વારસીડની આવકમાં ઘટાડો થયો છે છતાં ભાવ ઘટી રહ્યા છે. ગુજરાતની મંડીઓમાં આજે ભાવ મણદીઠ રૂ.15 થી 20 ઘટ્યા હતા. આજે તાલોદ મંડીમાં ગ્વારસીડના ભાવ રૂ.20 ઘટી રૂ.675-738/20 kg પર ટ્રેડ થઈ રહ્યા હતા. સાથો સાથ આજે વાયદા બજારમાં પણ ભાવ ગગડ્યા હતા. નેશનલ સ્ટોક એન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ (એનસીડીઈએક્સ) ખાતે નવેમ્બર વાયદા માટે ગ્વારગમનો ભાવ ફરીથી ઘટી ક્વિન્ટલ દીઠ રૂ.8000 સુધી ગયો હતો. જ્યારે આ દરમ્યાન ગ્વારસીડનો ભાવ અંદાજે રૂ.100 ગટીને રૂ.3840 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
દેશના સૌથી મોટા ગ્વાર ઉત્પાદક રાજ્ય રાજસ્થાનમાં સપ્ટેમ્બર દરમ્યાન આવક અંદાજે 80 ટકા ઓછી થયા બાદ હવે ઑક્ટોબરમાં પણ આવક ઓછી નોંધાઇ છે. રાજસ્થાનની મંડીઓમાં ઑકટોબર દરમ્યાન અત્યાર સુધીમાં અંદાજે 1.12 લાખ ટન ગ્વારસીડની આવક નોંધાઈ છે. ગયા વર્ષે આખા ઑક્ટોબર મહિના દરમ્યાન રાજસ્થાનની મંડીઓમાં 2.32 લાખ ટન ગ્વારની આવક થઈ હતી.
ગ્વારના ભાવ ઘટાડા પાછળનું સૌથી મોટું કારણ ગયા વર્ષનો મોટો સ્ટોક જોવા મળી રહ્યો છે. 2012ની સાલ દરમ્યાન ભાવ રેકોર્ડ બ્રેક સપાટી પર પહોંચ્યા બાદ રાજસ્થાનમાં ગ્વારની ખેતીનો ટ્રેન્ડ વધ્યો છે. તેના લીધે વર્ષ 2013-14 અને 2014-15 દરમ્યાન રાજસ્થાનમાં ગ્વારનું બમ્પર વાવેતર થયું છે. વર્ષ 2013-14 દરમ્યાન રાજસ્થાનમાં 28 લાખ ટનથી વધુ અને વર્ષ2014-15માં પણ અંદાજે અંદાજે 28 લાખ ટન ગ્વારનું ઉત્પાદન થયું હતું. જો કે આટલું બધુ ઉત્પાદન થયા બાદ જો કે એક્સપોર્ટ પણ વધ્યું પરંતુ ઉત્પાદનની સરખામણીમાં નિકાસ એટલી વધી નથી.
વેપારીઓનું કહેવું છે કે રાજસ્થાન અને હરિયાણામાં ખેડૂતો અને ટ્રેડર્સની પાસે હજુ પણ મોટો સ્ટોક પડ્યો છે. તેના લીધે મોટી તેજી દેખાય રહી નથી. આ વર્ષે રાજસ્થાનમાં જો કે ઉત્પાદન ઓછું થવાની ધારણા છે. પરંતુ ગયા વર્ષનો વધેલો સ્ટોક ભાવ પર દબાણ બનાવી રહ્યું છે. રાજસ્થાન કૃષિ વિભાગના આંકડા પ્રમાણે આ વર્ષે રાજ્યમાં ગ્વારનું ઉત્પાદન 19.44 લાખ ટન રહ્યાનો અંદાજ છે.
No comments:
Post a Comment