ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Thursday 1 October 2015

બાગાયતી પાકોમાં મલ્ચિંગનો ઉપયોગ


આ પદ્ધતિમાં છોડની નજીક નો વિસ્તાર યોગ્ય સામગ્રી દ્વારા ઢાંકવામાં આવે છે. તેનો ઉપયોગ નીચેના હેતુસર થાય છે.
  • જમીનમાં ભેજ અને તાપમાનના સરક્ષણ માટે
  • ખેતરમાં નીંદણની સંખ્યાના નિયંત્રણ માટે
  • ફળપાકોમાં ફલન વધારવા અને ઉત્પાદન ની ઉચ્ચ ગુણવત્તા માટે
મલ્ચિંગ માટે સામગ્રી
     મલ્ચિંગ માટે ઘણા પ્રકાર ની સામગ્રી ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ ડાંગર કે ઘઉં નું પરાળ, સૂકું ઘાસ, વૃક્ષોના સુકાયેલ પાન, ચારા ઘાસ, કાકરા, ઈટનો ભૂકો કાળી અને સફેદ પોલીથીન વગેર મુખત્વે ઉપયોગ માં લઈ શકાય છે. આદર્શ મલ્ચિંગ માટે સામગ્રી માં નીચેના ગુણો હોવા જોઈએ.
  • તે સહેલાઈ થી ઉપલબ્ધ અને સસ્તી હોય
  • તે જમીનમાં પાણી અને તાપમાનનું સારી રીતે સરક્ષણ કરે
  • તેમાં નીંદણના બીજ, રોગના જીવાણુ કે હાનિકારક જંતુઓ ન હોય
  • તે વધારે હલ્કું કે વધુ ભારે ન હોય
  • તે જમીનમાં જલ્દીથી સડી જાય તેવું હોય

No comments:

Post a Comment