ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Thursday 1 October 2015

ચીકુ-કેરી ચિપ્સનું વેચાણ કરતાં સંજયભાઇ


ખેડૂતનું નામ: સંજયભાઇ નાયક  
ગામ: ગણદેવાતાલુકા: ગણદેવી
જિલ્લો: ગીર સોમનાથ
મોબાઇલ: 9228877260

સાહસ વિના સિદ્ધિ નથી આ કહેવતને સાચા અર્થમાં નવસારી જિલ્લાના ખેડૂત સંજયભાઇ નાયકે સાર્થક કરી બતાવી છે. સંજયભાઇ બાગાયતી પાકોનું 20 વીઘા જમીનમાં વર્ષોથી વાવેતર કરી રહ્યા છે. જેમાં તેઓ મુખ્યત્વે ચીકુ, જમરૂખ, જાંબુ અને આંબાની ખેતી કરે છે. સંજયભાઇને ખેતીમાંથી ખાસ પૈસા ન મળતા બાગાયતી પાકોનું મૂલ્યવર્ધન કરવાનો વિચાર આવ્યો અને આજે એક ઇન્ડસ્ટ્રીઝ ઉભી કરી દીધી છે.
ગુજરાતના હિલસ્ટેશન સાપુતારા જતા રસ્તામાં સંજયભાઇની ફેકટરી આવે છે. સૌપ્રથમ તેમણે ચીકુની ચિપ્સ અને પાવડર બનાવાનો વિચાર આવ્યો હતો. હાલ તેઓ એક કિલોગ્રામ ચીકુ ચિપ્સ રૂપિયા 200ના ભાવે બજારમાં વેચી રહ્યા છે. ચીકુ પાવડરની સૌથી વધુ માંગ એનઆરઆઇ તરફથી રહે છે, જ્યારે તેની માંગ હોય તે પ્રમાણે બનાવી વેચે છે.
ત્યારબાદ તેમને પાઇનેપલના ટુકડા કરીને કેનડી બનાવાની શરૂઆત કરી. 100 ગ્રામ કેનડીનો ભાવ રૂપિયા 80 ઉપજે છે. તો વળી જમરૂખના પાપડ બનાવી વેચાણ કરે છે. સાથો સાથ જમરૂખની છાલ ઉતારી તેના બી કાઢી તેમાંથી પાવડર તૈયાર કરી વેચે છે, જેના સો ગ્રામ પાવડરના 60 રૂપિયા ઉપજે છે. આ સિવાય કેરીનો રસ અને ચિપ્સ કરીને પણ વેચે છે. તદઉપરાંત કાળા જાંબુમાંથી પલ્પ બનાવી રૂ.3000નો કિલો વેચાય છે. જ્યારે જાંબુના ઠળિયામાંથી પાવડર બનાવી ફાર્મા કંપનીને વેચે છે. હવે તો દ્વાક્ષ અને સ્ટ્રોબેરીનો પલ્પ પણ વેચે છે.
સંજયભાઇએ ગૃહ ઉદ્યોગ તરીકે શરૂઆત કરી હતી, આજે તેમણે તેમના ખેતરમાં જ યુનિટ ઉભું કરી દીધું છે. તેઓ 30 થી 40 લોકોને રોજગારી આપે છે. સંજયભાઇનું કહેવું છે કે બાળકોને રિઅલ જ્યુસ પીવડાવો અને ચોકલેટ્સ કરતાં રિઅલ ફ્રૂટ ચિપ્સ ખવડાવો.

No comments:

Post a Comment